કેટરિના કૈફ અને વિકી કૌશલે ન્યૂયોર્કમાં કરી ખૂબ જ મસ્તી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટા અને Video
ન્યૂયોર્કના વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફની (Katrina Kaif) તસવીરો અને વીડિયો એક પછી એક સામે આવી રહ્યા છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં બંને વેકેશન એન્જોય કરી રહ્યા છે.
બોલિવુડના જાણીતા એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) હિટ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ બાદ તેની પત્ની કેટરિના કૈફ (Katrina Kaif) સાથે ટ્રિપ પર ગયો છે. વિકી કૌશલ અને કેટરિના કૈફીની આ ટ્રિપની એક પછી એક તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. આ તસવીરોમાં વિકી કૌસલ અને કેટરીના કૈફ વીડિયોમાં ખૂબ જ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. વિકી અને કેટરિના ક્યારેક ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવતા જોવા મળે છે તો ક્યારેક તે ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જોવા મળે છે. આ બધાની વચ્ચે કેટરિના કૈફ અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. કેટરિના અને વિકીનો આ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
(PC: katrinakaifk09 instagram)
વિકી અને કેટરિનાનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં કામમાંથી બ્રેક લઈને પોતાની લાઈફ એન્જોય કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરતા બંનેની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કેટરિના કૈફ અને વિકી કૌશલનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં વિકી કૌશલ અને કેટરીના કૈફ એક રેસ્ટોરન્ટમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બંને કૂલ અંદાજમાં જોવા મળ્યા હતા. આ સિવાય આ વિકી કૌશલ-કેટરિના કૈફનો એક ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક ફેન સાથે જોવા મળ્યા હતા. આ બધા સિવાય ન્યૂયોર્કના કેટરિના કૈફ અને વિકી કૌશલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
અહીં જુઓ કેટરિના અને વિકીનો વીડિયો
Katrina and vicky spotted at restaurant#katrinakaif #Vickykaushal pic.twitter.com/02rhqkQDD6
— myqueenkay (@myqueenkay1) June 26, 2023
(VC: myqueenkay twitter)
આ પણ વાંચો: Tamannaah Bhatia : એરપોર્ટ પર ફેન્સનો ક્રેઝ જોઈને રડી પડી તમન્ના ભાટિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video
આ ફિલ્મમાં જોવા મળશે કેટરિના અને વિકી
વિકી કૌશલ અને કેટરિના કૈફની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. બોલિવુડના દબંગ સલમાન ખાન સાથે કેટરિના કૈફ ટાઈગર 3 માં જોવા મળશે. વિકી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીયે તો તે શાહરુખ ખાનની ફિલ્મ ડંકીમાં મહત્તવપૂર્ણ રોલમાં જોવા મળવાનો છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ હાલમાં ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે.