Birthday Special: સલમાન ખાનના કહેવા પર કિયારાએ બદલ્યું પોતાનું નામ, જાણો સાચું નામ અને કારણ
પોતાના અભિનયથી ફિલ્મ જગતમાં જગ્યા બનાવનાર કિયારા 31 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ કિયારા વિશે કેટલીક વાતો.
અભિનેત્રી કિયારા અડવાણી (kiara advani) ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં (Bollywood) જગ્યા બનાવવામાં સફળ રહી છે. આજે (31 જુલાઈ) કિયારા અડવાણીનો જન્મદિવસ છે. કિયારાના પિતા જગદીપ અડવાણી મોટા બિઝનેસમેન છે. જ્યારે અભિનેત્રીની માતા જીનેવિવ જાફરી એક શિક્ષિકા છે. કિયારા ફેન્સમાં તેની સરળતા માટે ખુબ જાણીતી છે.
તમને કિયારા વિશે આજે કેટલીવ ખાસ વાતો જણાવીશું. તમને જણાવી દઈએ કે કિયારાએ પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીએ અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાંથી અભિનયનું જ્ઞાન મેળવ્યું. આજે કિયારાના જન્મદિવસે ચાલો જાણીએ કેટલીક અજાણી વાતો.
કિયારાના કરિયરની શરૂઆત
ઘણીવાર સૌને લાગે છે કે કિયારાએ એમએસ ધોનીથી (MS Dhoni) પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ વર્ષ 2014 માં ફિલ્મ ‘ફગલી’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે આ ફિલ્મને પણ વધારે સફળતા મળી ન હતી અને ન તો કિયારાને ખ્યાતિ મળી હતી.
કોના કહેવાથી નામ બદલ્યું?
અભિનેત્રીનું સાચું નામ કિયારા નથી, હા અભિનેત્રીએ પોતે ઘણી વખત કહ્યું છે કે ફિલ્મોમાં આવતા પહેલા તેનું નામ આલિયા અડવાણી હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે સલમાન ખાનની (Salman Khan) સલાહ પર તેણે પોતાનું નામ આલિયાથી બદલીને કિયારા કર્યું છે. અભિનેત્રીએ તેનું નામ બદલ્યું કારણ કે આલિયા ભટ્ટ ઇન્ડસ્ટ્રીમાં પહેલેથી જ હતી, અને તે પણ ખુબ પ્રખ્યાત હતી.
કેમ રાખ્યું કિયારા નામ
એક ઇન્ટરવ્યુમાં, કિયારાએ કહ્યું હતું કે ફિલ્મ ‘અંજાના અંજાની’ માં પ્રિયંકાના પાત્રનું નામ કિયારા હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે તે પ્રિયંકાના આ નામથી ખૂબ પ્રભાવિત થઇ હતી તેથી તેણે આ નામ પોતાના માટે પસંદ કર્યું.
સાચું નામ હજુ પણ સોશિયલ મીડિયા પર
તમે કદાચ નોંધ્યું ન હોય કે કિયારાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હજુ પણ તેનું નામ આલિયા છે. જોકે તેણે આ નામને મધ્યમ નામ બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કિયારા આલિયા અડવાણી નામ લખે છે.
ટીચર હતી કિયારા
કહેવાય છે કે કિયારાની દાદીએ તેને પોતાની કારકિર્દીમાં કામનો અનુભવ વધારવા માટે શિક્ષણ આપવાની સલાહ આપી હતી. કારણ કે તે બાળકોને ભણાવવાનું પસંદ કરતી હતી. અભિનેત્રીએ કોલાબાની અર્લી બર્ડ સ્કૂલમાં ભણાવ્યું પણ હતું. આ શાળામાં તેની માતા જેનેવિવ મુખ્ય શિક્ષિકા હતી.
કિયારાની આગામી ફિલ્મ
તમને જણાવી દઈએ કે કારગિલ યુદ્ધ પર બનેલી ફિલ્મ શેરશાહમાં હવે કિયારા જોવા મળશે. વિક્રમ બત્રાના જીવન પર આધારિત આ ફિલ્મમાં ખાસ રોલમાં જોવા મળશે કિયારા.
આ પણ વાંચો: Sonu Nigam Net Worth: કરોડોની સંપત્તિના માલિક છે સોનુ નિગમ, લકઝુરીયસ વાહનોના છે શોખીન
આ પણ વાંચો: સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે Urvashi Rautela, જીમ રુટીન તમને કરશે આશ્ચર્યચકિત