AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે Urvashi Rautela, જીમ રુટીન તમને કરશે આશ્ચર્યચકિત

અભિનેત્રીએ બી-ટાઉનમાં આઉટસાઈડર હોવા છતાં પોતાનું નામ રોશન કર્યુ છે અને તેમની સોશ્યિલ મીડિયા પોસ્ટ્સ થોડા જ સમયમાં વાયરલ થઈ જાય છે.

સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે Urvashi Rautela, જીમ રુટીન તમને કરશે આશ્ચર્યચકિત
Urvashi Rautela
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 9:38 PM
Share

અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) તેમના ચાહકોમાં પોતાની શૈલીનો જાદુ ફેલાવતી રહે છે. ચાહકો ઉર્વશીની એક ઝલક જોવા માટે આતુર રહે છે. આવી સ્થિતિમાં ઉર્વશી ચોક્કસપણે તમને તમારા જિમિંગ શેડ્યૂલ માટે કેટલાક ગોલ આપી શકે છે. ઉર્વશી રૌતેલા તેમની બોલ્ડ ફેશન પસંદગીઓ અને ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે.

અભિનેત્રીએ બી-ટાઉનમાં આઉટસાઈડર હોવા છતાં પોતાનું નામ રોશન કર્યુ છે અને તેમની સોશ્યિલ મીડિયા પોસ્ટ્સ થોડા જ સમયમાં વાયરલ થઈ જાય છે. ઉર્વશી રૌતેલા તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે સખત મહેનત કરે છે અને તેમણે તાજેતરમાં જ પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં રેસિસ્ટેન્સ બેન્ડ સાથે વર્ટિકલ જમ્પ સ્ક્વોટ્સ કરી રહી છે.

ઉર્વશીએ કર્યું પોસ્ટ

ઉર્વશી રૌતેલાએ એક ચમકદાર ઉંચી કાળી લેગિંગ્સ, ગ્રીન ટેન્ક ટોપ અને બ્લેક શૂઝના એક એથ્લેટિક કપડા પહેર્યા છે. ઉર્વશી રૌતેલાએ બેન્ડે્ડ સ્ક્વોટ્સની પ્રેક્ટિસના ફાયદા પણ શેર કર્યા છે. હાલમાં તે તેમની આગામી એક્શન ફિલ્મ માટે સખત તાલીમ લઈ રહી છે. ઉર્વશી રૌતેલા જલ્દીથી ગેલ ગૈડટના ટ્રેનર મેગ્નસ લિગડબૈક દ્વારા કોચ માટે સ્વીડન જશે.

અહીં જુઓ પોસ્ટ

વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ઉર્વશી રૌતેલા જલ્દી જ જિયો સ્ટુડિયોની વેબ સિરીઝ ‘ઈન્સ્પેક્ટર અવિનાશ’ માં રણદીપ હુડ્ડા સાથે લીડ રોલમાં જોવા મળશે. આ અભિનેત્રી ડ્યૂઅલ લેંગ્વેજ થ્રિલર ફિલ્મ ‘બ્લેક રોઝ’ અને ‘થિરૂટ્ટુ પાયલે 2’ની હિન્દી રિમેકમાં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે.

ઉર્વશી રૌતેલાને તાજેતરમાં જ ગુરુ રંધાવા સાથેના તેમના ગીત “ડુબ ગયે” માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને મોહમ્મદ રમઝાન સાથેના “વર્સાચે બેબી” માટે પણ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. અભિનેત્રીએ જિયો સ્ટુડિયો અને ટી-સિરિઝ સાથે ત્રણ-ફિલ્મનો કરાર કર્યો છે, જે ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં તેના ચાહકો સાથે શેર કરશે.

આ પણ વાંચો :- TV9 Exclusive: કારગિલના વિક્રમ બત્રા પોઈન્ટથી સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીનો વિશિષ્ટ ઈન્ટરવ્યૂ, જાણો કેવો રહ્યો ફિલ્મમાં કામ કરવાનો અનુભવ

આ પણ વાંચો :- Airport Look: અર્જુન કપૂરની નવી કારમાં એરપોર્ટ પહોંચી મલાઈકા અરોરા, જુઓ અભિનેત્રીની તસ્વીરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">