Birthday Special: ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવૂડમાં ચમકનાર હુમા કુરેશી એક ફિલ્મના લે છે અધધધ રૂપિયા

અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ બેલ બોટમ ફિલ્મમાં જોવા મળશે. જો કે અભિનેત્રી 28 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. ચાલો જાણીએ તેના વિશે કેટલીક વાતો.

Birthday Special: ગેંગ્સ ઓફ વાસેપુરથી બોલીવૂડમાં ચમકનાર હુમા કુરેશી એક ફિલ્મના લે છે અધધધ રૂપિયા
Know the net worth of 'Gangs of wasseypur' fame heroine huma qureshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 10:27 AM

બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવનારી અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) આજે એટલે કે 28 જુલાઈએ તેનો જન્મદિવસ ઉજવી રહી છે. હુમાએ વર્ષ 2012 માં ગેંગ્સ ઓફ વાસેપુર (Gangs of wasseypur) ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મમાં તેનો અભિનય બધાને એટલો ગમ્યો હતો કે હુમા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. એટલું જ નહીં ફિલ્મના બીજા ભાગમાં પણ તેણે મહત્વની ભૂમિકા નિભાવી. હુમા ઘણા વર્ષોથી બોલિવૂડમાં છે અને તેણે પોતાની વિશેષ ઓળખ ઉભી કરી છે. આજે હુમાના જન્મદિવસ પર ચાલો તેની નેટવર્થ વિશે જાણીએ.

કરી અનેક ફિલ્મો

ગેંગ્સ ઓફ વાસેપુર બાદ હુમા ઇશ્કિયા, હાઇવે, જોલી એલએલબી 2 જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. પોતાની અભિનયથી દરેકનું દિલ જીતનાર હુમા કુરેશી (Huma Qureshi) રોયલ સ્ટાઈલ લાઈફ જીવે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હુમા પાસે છે આટલી સંપત્તિ

અહેવાલો અનુસાર હુમા કુરેશીની (Huma Qureshi) કુલ સંપત્તિ આશરે 22.4 કરોડ રૂપિયા છે. તે ફિલ્મોમાં અભિનય તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાય છે. અહેવાલોનું માનીએ તો હુમા એક ફિલ્મમાં કામ કરવા માટે 2-3 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે ઘણી બ્રાન્ડ્સ માટે એડ પણ કરે છે જે તેની નેટવર્થમાં વધારો કરે છે.

લક્ઝરી કારની છે શોખીન

તમને જણાવી દઈએ કે હુમાને (Huma Qureshi) લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે SUV Land Rover Freelander, Mercedes Benz જેવી ઘણી ગાડીઓ છે.

એક એડથી બદલાયું જીવન

હુમાએ કોલેજ પૂરી કર્યા પછી થિયેટર કરવાનું શરૂ કર્યું. થિયેટર કર્યા પછી, તે નસીબ અજમાવવા માટે મુંબઈ આવી હતી. જ્યાં તેણે ઘણી ફિલ્મો માટે ઓડિશન્સ આપ્યા પણ તેનું કામ થયું નહીં. તે બાદ હુમાએ જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કર્યું. હુમાને બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને રોમાંસના કિંગ શાહરૂખ ખાન સાથે એક એડમાં કામ કરવાની તક મળી અને તેનું નસીબ ચમકી ગયું. વર્ષ 2012 માં, હુમાને તેની પહેલી ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરની ઓફર મળી હતી.

અક્ષય સાથે મળશે જોવા

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો હુમા કુરેશી ટૂંક સમયમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ બેલ બોટમ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 30 જુલાઇએ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના રોગચાળાને જોતાં આ ફિલ્મ મોકૂફ રાખવામાં આવી છે. જો અહેવાલોનું માનવામાં આવે તો આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ શકે છે. નિર્માતાઓએ આ ફિલ્મની નવી રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ વાંચો: Raj Kundra ના ગળે ગાળિયો કસાયો: એક વધુ અભિનેત્રીએ નોંધાવી FIR, ગહના વશિષ્ઠનું નામ પણ આરોપીમાં

આ પણ વાંચો: Viral Video: કારગિલ દિવસ પર અજય દેવગનની કવિતા સાંભળીને રડી પડ્યા અક્ષય કુમાર, તમે પણ સાંભળો આ કવિતા

g clip-path="url(#clip0_868_265)">