વરુણ ધવનના બાળક માટે સલમાન ખાને આપી આ ગિફ્ટ, કહ્યું- તે પણ…

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nancy Nayak

Updated on: Nov 13, 2022 | 5:39 PM

વરુણ ધવન અને કૃતિ સેનન હાલમાં તેમની અપકમિંગ ફિલ્મ ભેડિયાના (Bhediya) પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશન માટે બંને સ્ટાર્સ સલમાન ખાનના શોમાં પહોંચ્યા હતા.

વરુણ ધવનના બાળક માટે સલમાન ખાને આપી આ ગિફ્ટ, કહ્યું- તે પણ...
Salman Khan-Varun Dhawan

એક્ટર સલમાન ખાન હાલમાં તેના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સીઝન 16 હોસ્ટ કરી રહ્યો છે. લગભગ દર અઠવાડિયે ફિલ્મ સ્ટાર્સ તેમના શોમાં તેમની ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળે છે. વરુણ ધવન એક્ટ્રેસ કૃતિ સેનન સાથે ફિલ્મ ભેડિયાના પ્રમોશન માટે અહીં પહોંચ્યો હતો. આ દરમિયાન સલમાન ખાને આ બંને સ્ટાર્સ સાથે શોમાં ખૂબ જ મસ્તી કરી હતી. શો દરમિયાન સલમાને વરુણ ધવન અને કૃતિ સાથે ગેમ રમી હતી.

આ દરમિયાન બંનેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી અને તેઓએ સલમાન ખાનની ફિલ્મો સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓને સ્પર્શ કરીને ઓળખવાની હતી. કૃતિ સેનન આ ગેમ જીતી ગઈ, ત્યારબાદ સલમાને તેને બિગ બોસની આંખ ગિફ્ટ કરી. આ પછી સલમાને રમતમાં વપરાતું ટાઈગર ટોય વરુણ ધવનને આપ્યું હતું.

સલમાને વરુણના બાળક માટે આપી હતી ગિફ્ટ

સલમાન ખાન જ્યારે વરુણ ધવનને ગિફ્ટ આપે છે, ત્યારે વરુણ કહે છે, “ભાઈ આનો અર્થ શું છે…” સલમાન કહે છે, “આ તમારા બાળક માટે લઈ લો.” આ વાત પર સંકોચ અનુભવતા વરુણ ધવન કહે છે કે, ભાઈ પણ મારું બાળક હજુ જન્મ્યું નથી. આના પર સલમાન મજાકમાં કહે છે, “જો આ આવી ગયું છે, તો તે પણ આવી જશે.” સલમાનની આ વાત પર વરુણ ધવનની સાથે કૃતિ સેનન પણ હસવા લાગે છે. તમને જણાવી દઈએ કે વરુણ ધવને ગયા વર્ષે 24 જાન્યુઆરીએ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. બંને બાળપણના મિત્રો છે અને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેના લગ્નમાં અનેક ફિલ્મ સ્ટાર્સે હાજરી આપી હતી.

ભેડિયામાં જોવા મળશે વરુણ અને કૃતિ

વરુણ ધવન અને કૃતિ સેનન હાલમાં ફિલ્મ ભેડિયાનું પ્રમોશન કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે. ફિલ્મમાં દિપક ડોબરિયાલ, અભિનય રાજ ​​અને ભાવેશ લોહાર જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 25 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે. કોમેડીની સાથે સાથે એક સસ્પેન્સફુલ સ્ટોરી પણ છે. કૃતિ સેનન આ ફિલ્મમાં ડોક્ટર અનિકાના રોલમાં જોવા મળશે. જે વરુણ ધવનને સપોર્ટ કરતી જોવા મળશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati