AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashish Vidyarthi: બોલિવૂડ વિલને ખોલી યુટ્યુબ ચેનલ, લોકો તેને માની રહ્યા છે એક મોટિવેશન ગુરુ

આશિષ વિદ્યાર્થી (Ashish Vidyarthi)એ પોતાની એક યુટ્યુબ ચેનલ ખોલી છે અને ચેનલ પર પોતાના અનુભવો પણ શેર કરે છે, અભિનેતાએ હિન્દી, તમિલ ,તેલુગુ, અંગ્રેજી, ભોજપુરી, બંગાળી સિનેમામાં પણ પોતાનો અભિનય આપી ચૂક્યા છે.

Ashish Vidyarthi: બોલિવૂડ વિલને ખોલી યુટ્યુબ ચેનલ, લોકો તેને માની રહ્યા છે એક મોટિવેશન ગુરુ
બોલિવૂડ વિલને ખોલી યુટ્યુબ ચેનલ, લોકો તેને એક મોટિવેશન ગુરુ માની રહ્યા છેImage Credit source: tv 9
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 10:15 PM
Share

Ashish Vidyarthi: YouTube દુનિયાના સૌથી પ્રચલિત અને લોકપ્રિય વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. જ્યાં સામાન્ય લોકો માટે આ ફ્ક્ત મનોરંજનનો એક સ્ત્રોત છે તો બીજી તરફ શું તમે વિચાર્યું છે કે આ સામાન્ય જનતા જે વીડિયોઝ જુએ છે, તે કોણ બનાવે છે અને કેમ બનાવે છે? યૂટ્યૂબ પર ઘણા એવા લોકો છે જે અલગ-અલગ વિષયો પર કન્ટેન્ટ ક્રીએટ કરે છે અને તેમને યૂટ્યૂબર્સ કહે છે. પરંતુ આજે અમે તમને એક એવા વિલન અભિનેતા વિશે જણાવીશું કે જેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ શરુ કરી છે,જે લોકોને ખુબ પસંદ પણ આવી રહી છે.

સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી

બોલીવુડ ફિલ્મોમાં વિલન એટલે કે ખલનાયક અમુક ફિલ્મોમાં તો એક આખી ફિલ્મો વિલન પર જ પુરી થઈ જાય છે. હિરો કે હિરોઈન બનવા માટે માણસે સખત મહેનત કરવી પડે છે, પરંતુ ખલનાયકોનો રોલ સરળતાથી મળી જાય છે. બોલીવુડમાં અમુક ખલનાયકો એવા છે જેમણે આજે પણ પોતાની છાપ છોડી છે, તેમાં એક છે. આશિષ વિદ્યાર્થી તેમણે અનેક સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. અભિનેતાને અનેક એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આજે એક વીડિયો અપલોડ કર્યો છે, તે છે ક્યાં સુધી બહાના બનાવશો

ચાહકોને  વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યા

એક ભારતીય ફિલ્મ અભિનેતા તરીકે આશિષ વિદ્યાર્થી 12 ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, બંગાળી, મલયાલમ, અંગ્રેજી, મરાઠી, ઉડિયા આસામી અને ભોજપુરી સિનેમામાં 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, ગોવિંદ નિહલાનીની પ્રખ્યાત ક્રાઈમ ડ્રામા, દ્રોહકાલ (1994), ઝિદ્દી (1997), ધીલ (2001, તમિલ), બિછૂ (2000), C.I.D. મૂસા, (2004, તમિલ), પોકીરી (2006, તેલુગુ), કંથાસ્વામી (2009, તમિલ), બરફી (2012), મિનુગુરુલુ (2013, તેલુગુ), હૈદર (2014), તીનકાહોં (2014, બંગાળી), અને ઘણી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. આશિષ વિદ્યાર્થી પોતાની એક યુટ્યુબ ચેનલ ખોલી છે, જેમાં તેના લાખોમાં સબસ્ક્રાઈબર્સ પણ છે, લોકો તેને એક મોટિવેશન ગુરુ તરીકે જોઈ રહ્યા છે. તેના ચાહકોને પણ આશિષ વિદ્યાર્થીના વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યા છે. હાલમાં અભિનેતા પ્રવીણ તાંબે, ખુફિયા રુદ્ર ,રક્તાંચલ જેવી ફિલ્મ અને વેબ સિરીઝમાં જોવા મળ્યા હતા.

જીંદગીમાં ખુશ રહેવા માટેની ટિપ્સ

આજે આશિષ વિદ્યાર્થીએ પોતાની એક યુટ્યુબ ચેનલ ખોલી છે અને ચેનલ પર પોતાના અનુભવો પણ શેયર કરે છે.Food Khaana With Ashish Vidyarthi, KAHAANI KHATARNAAK GOI WITH ASHISH VIDYARTHI,shish Vidyarthi Actor Vlogs,Anbudan Ashish Vidyarthi જેવી ચેનલો પણ તેમણે ખોલ્લી છે. આશિષ વિદ્યાર્થી લોકોના મોટિવેશનલ સ્પીકર પણ છે. જીંદગીમાં ખુશ રહેવા માટેની ટિપ્સ, સફળ થવા માટે શું કરશો.

આ દિવસોમાં એક્ટર્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. જ્યાં આશિષ એક્ટિંગ સિવાય લોકોને જીવનની ફિલોસોફી સમજાવવાનું પણ કામ કરે છે. અભિનેતાઓ દરરોજ તેમના નવા વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કરે છે અને લોકો સાથે શેયર કરે છે.

g clip-path="url(#clip0_868_265)">