AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF 3: ‘KGF 3’ની જોઈ રહ્યા છો રાહ? યશની ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ

Yash KGF 3: યશની કેજીએફ 3ની (KGF 3) લગભગ બધા ફેન્સ રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે ત્રીજા ભાગને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

KGF 3: 'KGF 3'ની જોઈ રહ્યા છો રાહ? યશની ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
KGF 3
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 10:01 PM
Share

Yash KGF 3: કેજીએફના પહેલા અને બીજા ભાગમાં સાઉથના સુપરસ્ટાર યશને પાન ઈન્ડિયા સ્ટાર બનાવ્યો. આ ફિલ્મ પછી તે દરેક જગ્યાએ રોકી ભાઈ તરીકે ઓળખાવા લાગ્યો. ફિલ્મમાં તેની સ્ટાઈલ, તેના અંદાજ, તેની એક્શન દરેકને પસંદ આવી હતી. કેજીએફ (KGF) ફ્રેન્ચાઈઝીના પહેલા અને બીજા બંને ભાગ ખૂબ જ સફળ રહ્યા હતા. હવે બધા ફેન્સ લાંબા સમયથી KGF 3ની રાહ જોઈ રહ્યા છે.

કેજીએફના બંને પાર્ટે બોક્સ ઓફિસ પર તેમજ લોકોના દિલ અને દિમાગમાં ધૂમ મચાવી હતી. બંને પાર્ટની સફળતા બાદ હવે આ ફિલ્મનો ત્રીજો ભાગ ક્યારે બહાર આવશે તે બધા જાણવા માંગે છે. KGF 3 વિશે અપડેટ આવ્યું છે.

જુનિયર એનટીઆર સાથે શૂટિંગ કરશે પ્રશાંત નીલ

કેજીએફના બંને પાર્ટને પોપ્યુલર ડિરેક્ટર પ્રશાંત નીલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પ્રશાંત હાલમાં કેજીએફ ફ્રેન્ચાઈઝીમાંથી લાંબા બ્રેક પર છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે યશ સાથે કેજીએફ 3ના શૂટિંગ પહેલા તે સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીએર સાથે એક ફિલ્મમાં કામ કરશે.

View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

એવું કહેવામાં આવી રહ્યું છે કે એનટીઆર અને પ્રશાંત નીલની આ ફિલ્મ વર્ષ 2024ના અંત સુધીમાં ફ્લોર પર જશે. મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રશાંત અને યશને કેજીએફ 3ને લઈને ઉતાવળ નથી. બંનેએ પરસ્પર સંમતિથી નિર્ણય લીધો છે કે જ્યારે તેમની પાસે આવી સ્ક્રિપ્ટ હશે જે અગાઉના બે પાર્ટ સાથે મેચ થતી હોય તો બંને ત્રીજા ભાગ પર કામ કરવાનું શરૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત જુનિયર એનટીઆર સાથે શૂટિંગ કર્યા પછી જ કેજીએફ 3 પર કામ કરવાનું શરૂ કરશે.

આ પણ વાંચો : Mira Rajput Video: શાહિદ કપૂરની પત્નીએ પાપારાઝીને કરી વિનંતી, કહ્યું- મને ઘરે જવા દો, જુઓ Video

KJF 2 એ કરી હતી 1200 કરોડની કમાણી

કેજીએફ 2ને ભારતમાં તેમજ અન્ય દેશોમાં પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાંથી 1200 કરોડથી વધુની કમાણી કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">