Armaan Malik એ જન્મદિવસ પર ચાહકોને આપી એક ખાસ ગિફ્ટ, લોન્ચ કર્યું પોતાનું મર્ચન્ડાઈઝ

અરમાન હિન્દી સિનેમાના સંગીત ઉદ્યોગના એક ખૂબ ઉભરતા સંગીતકાર છે. અરમાન મ્યુઝિક કમ્પોઝર ડબૂ મલિકનો પુત્ર છે. આજે અરમાનના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ, જે તમને કદાચ ખબર પણ નહીં હોય.

Armaan Malik એ જન્મદિવસ પર ચાહકોને આપી એક ખાસ ગિફ્ટ, લોન્ચ કર્યું પોતાનું મર્ચન્ડાઈઝ
Armaan Malik
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 10:23 PM

ચાહકોના દિલ પર રાજ કરનાર અરમાન મલિકનો આજે જન્મદિવસ છે. અરમાને અત્યાર સુધી તેમની કારકિર્દીમાં ઘણા સારા ગીતો ચાહકો માટે રજૂ કર્યા છે. હવે સ્થિતિ એ છે કે તેના ચાહકો આતુરતાથી ગાયકનાં ગીતોની રાહ જુએ છે. આવી સ્થિતિમાં, આજે જન્મદિવસના વિશેષ પ્રસંગે અરમાને ચાહકોને ભેટ આપી છે.

આજે તેમના જન્મદિવસ નિમિત્તે અરમાન મલિક તેમના ચાહકો માટે સરપ્રાઈઝ લાવ્યા છે. એમટીવીના ઇ એમ એ એવોર્ડ વિજેતા અરમાને આજે તેમના નામની મર્ચન્ડાઈઝ લોન્ચ કરી, જ્યાં સ્વેટશર્ટ, ટી શર્ટ અને માસ્ક ઉપલબ્ધ છે.

ચાહકોને અરમાને આપી ભેટ

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

અરમાન મલિક ભારતના પ્રથમ યુવાન કલાકારોમાંના એક છે જેનું પોતાનું મર્ચન્ડાઈઝ છે જે તેમના વ્યક્તિત્વનો વ્યાપકપણે વ્યક્ત કરે છે અને તેના લોકપ્રિય ગીતોથી પ્રેરિત છે.

અરમાને કહ્યું, “જ્યારે મારા ચાહકોની વાત આવે છે, ત્યારે હું માનું છું કે સંબંધો દ્વિમાર્ગી હોય છે. હું તેમના માટે, તેમની સાથે ગાવાનું પસંદ કરુ છું. તેમની આ ઉર્જા અને ઉત્સાહ, મને શો દરમિયાન જોશથી ભરી દે છે. અને મને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાનું પ્રોત્સાહન આપે છે, મારા ચાહકો મને પોતાનું સારું સંસ્કરણ બનાવવા માટે હંમેશા પ્રેરિત કરતા આવ્યા છે.

સિંગરના જણાવ્યા મુજબ, પ્રથમ ઓફિશિયલ ‘એએમ’ મર્ચ લાઇન એ ઇચ્છાને આધારે બનાવવામાં આવી હતી કે હું મારા ચાહકો સાથે વાસ્તવિક રુપથી વ્યકિતગત સંબંધ બનાવી શકું અને તે વધુ ઘેરુ બનાવી શકું. જેથી અમે બધા મળીને જીતી અને હારેલ પળોનો આનંદ લઈ શકીએ.

આ મર્ચન્ડાઈઝની ડિઝાઇનને ખુબજ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી છે, જે મારા ચાહકો સાથેના મારા કેઝ્યુઅલ અને કંફર્ટેબલ સંબંધને પ્રતિબિંબિત કરે છે. તે વધુમાં કહે છે, “આ એક ખૂબ જ ખાસ પ્રોજેક્ટ છે જેના પર હું મારી ટીમ સાથે સતત કામ કરી રહ્યો છું કે જેથી એક એવી વાઈબને જીવંત કરી શકીએ, જે અમને એક બીજાથી જોડાયેલા રાખે. હું ખૂબ ખુશ છું કે હવે તમે બધા જોઈ શકો છો, તેને સ્પર્શ કરી શકો છો. આ મારા તરફથી તમને બધાને જન્મદિવસની ભેટ છે. હું આપ સૌનો આભારી છું. “

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">