RCBની હાર પર ટ્રોલ થઈ Anushka Sharma, ટ્વિટર યુઝર્સ એકટ્રેસ માટે લખી રહ્યા છે આવી વાતો-Memes થયા Viral

Anusha Sharma Troll : વિરાટ કોહલીનું RCB માટે IPL ટ્રોફી જીતવાનું સપનું આ વખતે પણ અધૂરું રહ્યું. RCBને છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ અનુષ્કા શર્માને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.

RCBની હાર પર ટ્રોલ થઈ Anushka Sharma, ટ્વિટર યુઝર્સ એકટ્રેસ માટે લખી રહ્યા છે આવી વાતો-Memes થયા Viral
Anusha Sharma Troll
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 5:16 PM

Anuska Sharma Virat Kohli : ગઈકાલે રાત્રે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી IPL મેચમાં શુભમન ગિલે અણનમ સદી ફટકારીને RCBનું IPL ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. બેંગ્લોરને ગુજરાત તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો અને વિરાટ કોહલીની ટીમ IPL 2023માંથી બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો : Naveen-Ul-Haq: IPL 2023 થી RCB બહાર થતા મુંબઈ નહીં લખનૌમાં ઢોલ-નગારાનો આનંદ! સોશિયલ મીડિયા પર લેવાઈ રહી છે ખૂબ મજા-Video

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ સાથે આ વખતે પણ RCB સાથેના તેના તમામ ચાહકોનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જેઓ આ વખતે પોતાની મનપસંદ ટીમના હાથમાં IPL ટ્રોફી જોવા માંગતા હતા. RCBની હાર બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા લખી રહ્યા છે તો કેટલાક યુઝર્સ વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ મીમ્સ શેર કરી રહ્યા છે.

ટ્વિટર યુઝર્સ આવી આપી રહ્યા છે પ્રતિક્રિયા

એક ટ્વિટર યુઝરે એક કોલાજ શેર કર્યો છે. જેમાં CSKનો ધોની તેની પત્ની સાથે ટ્રોફી પકડતો જોવા મળે છે. એક ફોટોમાં હાર્દિક પંડ્યા તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં ટ્રોફી પણ છે. રોહિત શર્માની પણ આવી જ તસવીર છે. આ કોલાજમાં અનુષ્કાની તસવીર પણ છે. તે ઉદાસ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, તેનો આ ફોટો એક ફિલ્મનો છે.

ફેન્સ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે શેર

એક યુઝરે અનુષ્કા શર્માની એક તસવીર શેર કરી છે, જેમાં તે સ્ટેડિયમમાં વિરાટ કોહલીને ચીયર કરતી વખતે ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે યુઝરે લખ્યું, “અનુષ્કા શર્માની ફ્લાઈંગ કિસ કામ ન કરી.”

તો અન્ય એક ટ્વિટર યુઝરે અનુષ્કાની આ જ તસવીર પોસ્ટ કરીને તેને ‘પનૌતી’ કહી છે. લોકોની આવી અનેક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા બંને મુંબઈ પરત ફર્યા છે અને ફેન્સ બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">