અનિલ કપૂરની એક્શન થ્રીલર ‘ધ નાઈટ મેનેજર’નો ફસ્ટ લુક રિલીઝ, આદિત્ય પણ સિરીઝમાં
બોલિવુડના મોસ્ટ પોપ્યુલર એક્ટર અનિલ કપૂરનની સાથે આદિત્ય રોય કપૂર OTT પર પોતાની ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. જેનું ફસ્ટ લુક પોસ્ટર પણ આજે જાહેર થઈ ચુક્યુ છે.
આ વર્ષે ઘણી રસપ્રદ વેબ સિરીઝ OTT પર રિલીઝ થવા જઈ રહી છે અને લોકપ્રિય બોલિવૂડ કલાકારો હવે ફિલ્મો છોડી OTT ડેબ્યૂ કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે બોલુવુડના મજનૂભાઈ હવે બોલિવુડમાંથી સિધા OTT પર આવી ગયા છે. આ વર્ષે ઘણી વેબ સિરીઝ OTT પર રિલીઝ થવાની છે ત્યારે આ સિરીઝમાંથી એક ધ નાઈટ મેનેજર પણ છે, જેમાં બોલિવુડના મોસ્ટ પોપ્યુલર એક્ટર અનિલ કપૂરની સાથે આદિત્ય રોય કપૂર OTT પર પોતાની ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. જેનું ફસ્ટ લુક પોસ્ટર પણ આજે જાહેર થઈ ચુક્યુ છે.
આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. સોમવારે ફર્સ્ટ લૂક મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. ધ નાઇટ મેનેજરમાં આદિત્ય સાથે અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. બંને કલાકારો અગાઉ મલંગ ફિલ્મમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે.
ધ નાઈટ મેનેજરનો ફસ્ટ લુક રિલીઝ
મોશન પોસ્ટરમાં અનિલ અને આદિત્ય સૂટ-બૂટ પહેરીને શાનદાર લુકમાં જોવા મળે છે. અનિલ કપૂરના ચહેરા પર તણાવ દેખાઈ રહ્યો છે, જ્યારે આદિત્યનો ચહેરો શાંત છે. આ સાથે લખ્યું છે- દુનિયાના સૌથી ખતરનાક આર્મ્સ ડીલરને રોકવા માટે એક જ હથિયાર છે – એક હોટલનો નાઇટ મેનેજર. સંદીપ મોદી દ્વારા નિર્દેશિત આ શ્રેણીમાં શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમ, શાશ્વત ચેટર્જી, રવિ બહેલ, અરિસ્તા સિંહ મહેતા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
View this post on Instagram
બ્રિટિશ વેબ સિરિઝની રીમેક
ધ નાઈટ મેનેજર એ આ જ નામની બ્રિટિશ વેબ સિરીઝનું હિન્દી રૂપાંતરણ છે. સુસાન બેયર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય થ્રિલર શ્રેણીમાં ટોમ હિડલટન, હ્યુજ લૌરી, ઓલિવિયા કોલમેન અને એલિઝાબેથ ડેબીકીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. 2016 માં બીબીસી વન પર 6 એપિસોડની શ્રેણી પ્રસારિત થઈ હતી. ધ નાઈટ મેનેજર એ એવોર્ડ વિજેતા શ્રેણી છે. આ શ્રેણીને પ્રાઇમ ટાઇમ એમી એવોર્ડ્સમાં 36 કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી હતી અને 11 જીતી હતી. 3 ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પણ શ્રેણીના નામ પર રાખવામાં આવ્યા હતા. જોનાથન પેઈન (ટોમ) ભૂતપૂર્વ બ્રિટિશ સૈનિક છે જે કૈરોમાં એક વૈભવી હોટેલના નાઈટ મેનેજર છે. એન્જેલા બાર તેને હથિયારોના વેપારી રિચાર્ડ રોપરની ગેંગ પાસે ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને નેટવર્કનો પર્દાફાશ કરવા માટે મોકલે છે. ઓલિવિયા એન્જેલા બારની ભૂમિકા ભજવે છે, જ્યારે હ્યુ રિચાર્ડ રોપરની ભૂમિકા ભજવે છે.
મલંગ પછી અનિલ-આદિત્ય સાથે
અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર અગાઉ મલંગમાં સાથે આવ્યા હતા. મોહિત સૂરી નિર્દેશિત ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી. આ શ્રેણીમાં અનિલે પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી. અનિલ અગાઉ નેટફ્લિક્સ ફિલ્મ થારમાં ઈન્સ્પેક્ટરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેમના પુત્ર હર્ષવર્ધન કપૂરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે અનિલની હોમ પ્રોડક્શન ફિલ્મ હતી. ધ નાઈટ મેનેજર ઉપરાંત અનિલ એનિમલ અને ફાઈટરમાં પણ મહત્વના રોલમાં જોવા મળશે. આદિત્ય પહેલા રિતિક રોશનનું નામ ધ નાઈટ મેનેજરમાં ચર્ચામાં હતું. તે તેની ઓટીટી ડેબ્યૂ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તે દરમિયાન રિતિકે વિક્રમ વેધાને પસંદ કર્યો.