Ananya Panday And Aditya Roy Kapur: આદિત્ય રોય કપૂર સાથે ફરી એકવાર જોવા મળી અનન્યા પાંડે, પોર્ટુગલની રેસ્ટોરન્ટની તસવીર વાયરલ
અનન્યા પાંડે (Ananya Panday) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) હાલમાં પોર્ટુગલમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે. ફરી એકવાર બંનેની એક તસવીર વાયરલ થઈ છે, જેમાં બંને સ્ટાર્સ રેસ્ટોરન્ટમાં બેઠેલા જોવા મળી રહ્યા છે.
Ananya Panday And Aditya Roy Kapur: ફિલ્મ સ્ટાર્સના લિંક-અપ અને પ્રેમની ચર્ચાઓ ચાલતી જ હોય છે. હાલમાં અનન્યા પાંડે (Ananya Panday) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) પણ આ ચર્ચાઓનો ભાગ બની રહ્યા છે. બંને છેલ્લા કેટલાક સમયથી ડેટ કરી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અનન્યા અને આદિત્યની કેટલીક રોમેન્ટિક તસવીરો સામે આવી હતી. હાલમાં ફરી એકવાર બંને સ્ટાર્સ એકસાથે જોવા મળ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર એક રેસ્ટોરન્ટમાં સાથે બેઠેલા જોવા મળે છે. આ ફોટો ખૂબ જ ક્યૂટ છે અને બંને સ્ટાર્સ એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે. અનન્યા આદિત્ય તરફ સ્માઈલ સાથે જોઈ રહી છે. તેમના ટેબલ પર બે ડ્રિંક્સ પણ જોવા મળી રહ્યા છે.
રેસ્ટોરન્ટની છે તસવીર
આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેની આ તસવીરો પોર્ટુગલના લિસ્બનની એક રેસ્ટોરન્ટની જણાવવામાં આવી રહી છે. કેટલાક ફેન્સે બંને સ્ટાર્સને ત્યાં જોયા અને ફોટો ક્લિક કરાવ્યા. ત્યારપછી આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
View this post on Instagram
(PC: varindertchawla instagram)
આ પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે તસવીરો
તમને જણાવી દઈએ કે હાલમાં પોર્ટુગલની અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરની કેટલીક ખૂબ જ રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ હતી. આ પહેલા ફોટોમાં આદિત્ય અને અનન્યા પણ એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. ત્યારથી જ તેમના ડેટિંગના સમાચારની પુષ્ટિ થઈ રહી છે.
આ પણ વાંચો : Alia Bhatt Viral Video: વડોદરા પહોંચ્યા રોકી ઔર રાની, વાંચો ગુજરાત સાથેનું કેવું છે ક્નેક્શન
View this post on Instagram
(PC: viralbhayani instagram)
અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર ઘણી વખત મુંબઈમાં પણ સાથે જોવા મળ્યા છે. પરંતુ બંને સ્ટાર્સ તેમના સંબંધો પર ચુપ છે. ડેટિંગના સમાચાર પર અત્યાર સુધી બંનેમાંથી કોઈએ કંઈ કહ્યું નથી. કોફી વિથ કરણ સીઝન 7 દરમિયાન કરણ જોહરે બંને સ્ટાર્સ વિશે સંકેત આપ્યા ત્યારે તેમના ડેટિંગના સમાચારોએ જોર પકડ્યું હતું.