Anant Ambani Pre-Wedding : ગઈ સાંજે ફરીથી ઈવેન્ટ..! અંબાણી પરિવારના કાર્યક્રમમાં સ્ટાર્સનો મેળાવડો, એક્ટરોએ ડાન્સ કરીને ધૂમ મચાવી

|

Mar 07, 2024 | 2:06 PM

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન જામનગરમાં સ્ટાર્સનો મેળાવડો હતો. પરંતુ જો તમને લાગે છે કે આ ઉજવણી 3 માર્ચે સમાપ્ત થઈ ગઈ છે, તો તમે ખોટા છો. અંબાણી પરિવારે ગઈકાલે સાંજે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને રણવીર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Anant Ambani Pre-Wedding : ગઈ સાંજે ફરીથી ઈવેન્ટ..! અંબાણી પરિવારના કાર્યક્રમમાં સ્ટાર્સનો મેળાવડો, એક્ટરોએ ડાન્સ કરીને ધૂમ મચાવી
Ambani family event

Follow us on

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી સેલિબ્રેશન જોવા મળ્યું હતું. જેમાં બોલિવૂડ, બિઝનેસ અને ક્રિકેટ સ્ટાર્સે ભાગ લીધો હતો. 3-દિવસીય ભવ્ય સમારોહ પૂરો થયા બાદ તમામ સ્ટાર્સ પોત-પોતાના ઘરે પરત ફર્યા હતા. જો કે ઉજવણી હજી પૂરી થઈ નહોતી.

6 માર્ચે અંબાણી પરિવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ માટે એક ખાસ ઈવેન્ટનું આયોજન કર્યું હતું. જ્યાં કેટલાક સિલેક્ટેડ હસ્તીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી ઉપસ્થિત લોકોનું મનોરંજન કર્યું હતું.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

શાહરૂખ ખાને ગુજરાતીમાં ડાયલોગ બોલ્યો

6 માર્ચે યોજાયેલો કાર્યક્રમ ખૂબ જ અદભૂત હતો. આ દરમિયાન શાહરૂખ ખાને તેની ફિલ્મ મોહબ્બતેંનો ગુજરાતીમાં આઇકોનિક ડાયલોગ ‘એક લડકી થી દીવાની સી એક લડકે પર વો મારતી થી કી’ બોલીને બધાને ખુશ કરી દીધા. તે જ સમયે સુપરસ્ટારે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને પ્રેમથી ગળે લગાવ્યા હતા.

રણવીર સિંહનો ધમાકેદાર ડાન્સ

રણવીર સિંહે પણ પોતાના ધમાકેદાર અભિનયથી સૌનું મનોરંજન કર્યું હતું. અભિનેતાએ ફિલ્મ પદ્માવતના ચાર્ટબસ્ટર ગીત મલ્હારી પર ડાન્સ કરીને બધાના દિલ જીતી લીધા હતા. આ ઘટનાના ઘણા વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાંના કેટલાક વીડિયો રણવીર સિંહના પણ છે, અભિનેતાના અભિનયમાં તેનું એનર્જી લેવલ એકદમ ઊંચું જોવા મળે છે.

હવે લોકો અનંત-રાધિકાના મેરેજ જોઈ રહ્યા છે રાહ

આ કાર્યક્રમમાં સુપરસ્ટાર સલમાન ખાનને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સલમાને તેની ફિલ્મ જગ ઘૂમ્યા, તેરી મેરી અને તેરે મસ્ત મસ્ત દો નૈનના ગીતો પર ડાન્સ કર્યો હતો. ભાઈજાને ઈવેન્ટમાં હાજર લોકોનું ખૂબ મનોરંજન કર્યું. સુપરસ્ટારના ફેન્સ તેના ડાન્સ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી પણ ખૂબ જ શાનદાર રહી હતી. હવે બધા અનંત અને રાધિકાના લગ્નની રાહ જોઈ રહ્યા છે.

Next Article