AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક એવું Insta અકાઉન્ટ જે ખોલે છે ભારતીય ફેશન ડિઝાઈનર્સની પોલ, કહી દે છે કઈ હિરોઈનનો ડ્રેસ ક્યાંથી કરાયો છે COPY

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હૉલિવૂડ અને વિદેશી ફિલ્મોમાંથી કૉપી, ના ના તેમાંથી ઘણી પ્રેરણા લે છે. આવી જ રીતે ફેશન ઈન્ડસ્ટ્રીના લોકો પણ ક્યાંક ને ક્યાંકથી તો પ્રેરણા લેતા જ હોય છે. પરંતુ હવે આ ડિઝાઈનર્સનું બીજા ડિઝાઈનર્સના કપડામાંથી પ્રેરણા લેવું ભારે પડી રહ્યું છે. તેનું કારણ છે એક એવું Insta અકાઉન્ટ જે તમામ ડિઝાઈનર્સની પોલ ખોલી […]

એક એવું Insta અકાઉન્ટ જે ખોલે છે ભારતીય ફેશન ડિઝાઈનર્સની પોલ, કહી દે છે કઈ હિરોઈનનો ડ્રેસ ક્યાંથી કરાયો છે COPY
Follow Us:
| Updated on: Jan 31, 2019 | 6:59 AM

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હૉલિવૂડ અને વિદેશી ફિલ્મોમાંથી કૉપી, ના ના તેમાંથી ઘણી પ્રેરણા લે છે. આવી જ રીતે ફેશન ઈન્ડસ્ટ્રીના લોકો પણ ક્યાંક ને ક્યાંકથી તો પ્રેરણા લેતા જ હોય છે. પરંતુ હવે આ ડિઝાઈનર્સનું બીજા ડિઝાઈનર્સના કપડામાંથી પ્રેરણા લેવું ભારે પડી રહ્યું છે.

તેનું કારણ છે એક એવું Insta અકાઉન્ટ જે તમામ ડિઝાઈનર્સની પોલ ખોલી દે છે. આ અકાઉન્ટ છે Diet Sabya.

આ ઈન્સ્ટા અકાઉન્ટ ડિઝાઈનર્સ માટે એક ખરાબ સપના કરતા અલગ નથી. ભારતનો કોઈ પણ ફેશન ડિઝાઈનર આ ઈન્સ્ટા અકાઉન્ટમાં પોતાનું નામ કે ડિઝાઈન જોવા માગે.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

આ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ ઈન્ડિયન ફેશન ડિઝાઈનર્સની ગંદી કૉપીનો ખુલાસો આખી દુનિયા સામે કરે છે અને એ પણ ફોટોગ્રાફ્સ સાથે. આ અકાઉન્ટ ના તો કોઈનાથી ડરે છે કે ન તો કોઈને છોડે છે.

પછી તે આલિયા ભટ્ટ હોય કે જ્હાન્વી કપૂર કે પછી પ્રીટિ ઝિંટા. જે સ્ટાર કૉપી કરેલા કપડા પહેરે છે કે પછી જે ફેશન ડિઝાઈનર કૉપી કરીને કપડા બનાવે છે, આ અકાઉન્ટ ખુલ્લેઆમ તેના વિશે લખે છે.

https://www.instagram.com/p/Br3Jq3SnhcU/?utm_source=ig_embed

આ અકાઉન્ટ કોણ ચલાવે છે, ક્યાંથી ચલાવે છે, તેની કોને નથી ખબર. આ અકાઉન્ટના ફૉલોઅર્સે ઘણી વાર એ જાણવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ અકાઉન્ટ પાછળ મેલ છે કે ફીમેલ કે પછી આખી ટીમ, કોઈને આ વિશે કંઈ ખબર નથી. આ ગુમનામ અકાઉન્ટ પર આ ખબર લખાઈ રહી છે ત્યાં સુધી 228 પોસ્ટ્સ છે અને સવા લાખથી વધારે ફૉલોઅર્સ છે.

https://www.instagram.com/p/BohYddglBnW/?utm_source=ig_embed

ઈન્ડસ્ટ્રીમાં ફેશન પોલીસનું કામ કરતા આ અકાઉન્ટમાં ઘણાં સ્ટાર્સ અને જાણીતા ફેશન ડિઝાઈનર્સના નામ આવી ચૂક્યા છે. ઘણાં સેલેબ્સ વિશે Diet Sabya ખરાબ વાતો લખી ચૂક્યું છે પરંતુ આ અકાઉન્ટની લોકપ્રિયતા સતત વધી રહી છે.

બૉલિવૂડના મોટા ફેશન સ્ટાર્સ સોનમ કપૂર, મલાઈકા અરોરાથી લઈને આલિયા ભટ્ટ, પરિણીતી ચોપડા સુધીના નામ આ અકાઉન્ટના ફૉલોઅર્સમાં જોઈ શકાય છે.

આ અકાઉન્ટના કારણે ઘણાં વિવાદો પણ સર્જાઈ ચૂક્યા છે. હાલમાં જ આ અકાઉન્ટ પર દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને લઈને એક પોસ્ટ કરવામાં આવી હતી. તે પોસ્ટમાં દિવ્યાંકાએ એક બેલ્ટ પહેર્યો હતો, જે જાણીતા ફેશન ડિઝાઈનર સબ્યસાચીના પેટેંટ બંગાલ ટાઈગર બેલ્ટની કૉપીહતી.

આ જ પોસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો પણ ફોટો હતો જેમાં તેણે સબ્યસાસાચીનો અસલી બેલ્ટ પહેક્યો હતો. આ પોસ્ટમાં દિવ્યાંકાને કૉપી કરવા માટે ઘણું લખવામાં આવ્યું હતું.

https://www.instagram.com/p/BtIbE_gnbX9/?utm_source=ig_embed

જોકે આ પોસ્ટનું રિએક્શન દિવ્યાંકા તરફથી પણ ગુસ્સામાં આવ્યું. દિવ્યાંકાએ પણ ઈન્સ્ટા પર પોસ્ટ કરી ઘણું લખ્યું.

https://www.instagram.com/p/BtK79bQBh1j/?utm_source=ig_embed

જોકે આ વિવાદ કંઈ પહેલો નથી. Diet Sabyaના પહેલા પણ વિવાદ સર્જાઈ ચૂક્યા છે. આ પહેલા Diet Sabyaએ ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાની એક ડિઝાઈનને લઈને લખ્યું છે. અને અનામિકા ખન્નાની AK-OK ડિઝાઈનને એર જૉર્ડનની કૉપી કહી હતી. અનામિકા ખન્નાને લઈને કરાયેલી આ પોસ્ટના કારણે ઘણો વિવાદ સર્જાયો હતો.

એક્ટ્રેસ સોનમ કપૂર અને સ્ટાઈલિસ્ટ રિયા કપૂરે પણ આ વિવાદમાં વળતો જવાબ આપ્યો હતો.

View this post on Instagram

My dear friend @anamikakhanna.in had gone through a terrible illness in the last year. Her beautiful twin sons @viraj_khanna and @thevisheshkhanna banded together and surrounded her gave her comfort and inspiration. The common slang that is used amongst people is A-Ok in America. Viraj and Vishesh who just returned from America after four years in the prestigious university of Southern California, used the same term playfully with their mom when she was down, saying “mom everything is going to be AK-OK” dear Anamiks I’m so glad everything is eventually AK-OK im so so fortunate to be your muse and @rheakapoor and I get to collaborate with you. I hope I never take you for granted. Love you so much! I shed a tear when I wore this outfit because I know it was inspired by your boys and they gave you strength during your lowest. ❤️❤️❤️

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

જોકે ત્યારબાદ Diet Sabyaએ આ પોસ્ટ પોતાના અકાઉન્ટ પરથી હટાવી લીધી હતી. પોતાના સ્ટેટમેન્ટમાં Diet Sabyaએ કહ્યું હતું કે તેણે ખન્ના પરિવાર સાથે વાત કર્યા બાદ આ પોસ્ટ હટાવવાનો નિર્ણય લીધો છે, ન કે કોઈ એ-લિસ્ટર સેલિબ્રિટીના દબાવમાં આવીન,

ફેશન ડિઝાઈનર્સની ગંદી કૉપીનો ખુલાસો કરતા અકાઉન્ટ પર ખુદ જાણીતા Diet Pradaની કૉપી હોવાનો આરોપ લાગી ચૂક્યો છે.

એક ઈન્ટરવ્યૂમાં Diet Sabyaએ કહ્યું કે આ આઈડિયા ચોક્કસપણે ઈન્સ્પાયર્ડ છે પરંતુ વાત કહેવાની રીત એકસરખી નથી.

Diet Sabya અકાઉન્ટ પાછળ કોનું ભેજું છે તે તો હર કોઈ જાણવા ઈચ્છે છે. પરંતુ તેનો ખુલાસો ક્યારે થશે તેની કોઈને જાણ નથી.

[yop_poll id=928]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">