કોવિડથી સ્વસ્થ થયા બાદ ‘KBC’ના મંચ પર અમિતાભનું આ રીતે સ્વાગત કરાયું, જુઓ વીડિયો

અમિતાભ બચ્ચનને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો, ત્યારબાદ તેઓ તેમના જ ઘરમાં ક્વોરેન્ટાઈન થઈ ગયા હતા. તેઓ પોતે પોતાનું ટોયલેટ અને બાથરૂમ સાફ કરતા હતો, જેનો ઉલ્લેખ તેણે પોતાના બ્લોગમાં પણ કર્યો હતો.

કોવિડથી સ્વસ્થ થયા બાદ 'KBC'ના મંચ પર અમિતાભનું આ રીતે સ્વાગત કરાયું, જુઓ વીડિયો
કોવિડથી સ્વસ્થ થયા બાદ 'KBC'ના મંચ પર અમિતાભનું આ રીતે સ્વાગત કરાયું,Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 9:54 AM

Amitabh Bachchan :અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ટુંક સમયમાં જ કૌન બનેગા કરોડપતિ શો પર પરત ફરતા જોવા મળશે. અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક દિવસથી આ શો (Kaun Banega Crorepati)નું શૂંટિંગ કરી શક્યા નથી. આ વાત તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. હવે અમિતાભ બચ્ચન શોમાં જોવા મળશે. આ શોમાં પરત ફરતા ચેનલ અને ત્યાં હાજર દર્શકોએ અમિતાભનું શાનદાર સ્વાગત કર્યું છે. જેનો વીડિયો ખુબ બચ્ચને પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે.

કૌન બનેગા કરોડપતિના સેટ પર પહોંચ્યા અમિતાભ બચ્ચન

વીડિયોમાં જોવા મળી રહેલા અમિતાભ બચ્ચન આવતા પહેલા શાનદાર લાઈટિંગ કરવામાં આવેલી છે. ત્યારબાદ અમિતાભ બચ્ચન દોડતા સેટ પર પહોંચે છે અને લોકો તાળીઓથી તેમનું સ્વાગત કરે છે. લોકોનો તાળીઓનો ગળગળાટ સાંભળી અમિતાભ બચ્ચન લોકોનો આભાર માને છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

થોડા દિવસો પહેલા કોરોનાથી સંક્રમિત થયા હતા

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો, ત્યારબાદ તેઓ પોતાના જ ઘરમાં ક્વોરેન્ટાઈન થઈ ગયા હતા. તે પોતે પોતાનું ટોયલેટ અને બાથરૂમ સાફ કરતો હતો, જેનો ઉલ્લેખ તેણે પોતાના બ્લોગમાં પણ કર્યો હતો. જો કે, તે હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે, જેનાથી દરેક ખુશ છે.

વરુણ ધવન અને શ્વેતા બચ્ચને કોમેન્ટ કરી

આ વીડિયો ખુદ અમિતાભ બચ્ચને શેર કર્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, ‘Back and swinging’.’. આ વીડિયો સામે આવ્યા બાદ વરુણ ધવને સૌથી પહેલા કમેન્ટ સેક્શનમાં લખ્યું, ‘હરિ ઓમ’. ત્યારબાદ અમિતાભ બચ્ચનની દીકરીએ કોમેન્ટ કરીને લખ્યું, ‘આઈ લવ યુ.’ આ પછી અમિતાભના ફેન્સ તેમના પર પ્રેમ વરસાવવા લાગ્યા.

દરેક વ્યક્તિ તેની હાજરીથી ખૂબ જ ખુશ છે. કારણ કે કોરાનાને હરાવીને સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર પહોંચી ગયા છે. ‘તમારા બધાનો ખૂબ ખૂબ આભાર’. આ પછી, તે ઊભેલા લોકોને બેસવાનું કહે છે.

g clip-path="url(#clip0_868_265)">