
Rajinikanth and Amitabh Bachchan Movies : જેલરની શાનદાર સફળતા બાદ રજનીકાંત હવે તેમની આગામી ફિલ્મ માટે હેડલાઈન્સનો હિસ્સો બની ગયા છે. જેલરની સફળતાથી એ સાબિત થઈ ગયું છે કે રજનીકાંતનું સ્ટારડમ બિલકુલ ઠંડું પડ્યું નથી, આવી સ્થિતિમાં થલાઈવા ફરી એકવાર ઓનસ્ક્રીન પોલીસ ઓફિસરની ભૂમિકામાં હંગામો મચાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો : Jailer: દુનિયાભરમાં જેલરે મચાવી ધૂમ, રજનીકાંત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે જોશે ફિલ્મ
રિપોર્ટ્સનું માનીએ તો મેગાસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ થલાઈવર 170 બનવા જઈ રહી છે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંતની નવી ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ પોતાની સ્ટાઈલ બતાવતા જોવા મળશે.
એક મીડિયા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચન થલાઈવા એટલે કે રજનીકાંતની મૂવીઝમાં એન્ટ્રી કરશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ ન્યૂઝ પોર્ટલને જણાવ્યું છે કે, ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને રજનીકાંત વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. જો કે હજુ સુધી થલાઈવા 170માં અમિતાભ બચ્ચનની એન્ટ્રીને લઈને માત્ર અહેવાલો જ વાયરલ થઈ રહ્યા છે.
ફિલ્મ મેકર્સ કે એક્ટર્સ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચન ફિલ્મ્સ અને રજનીકાંતે લગભગ 32 વર્ષ પહેલા મુકુલ એસ આનંદની ફિલ્મ હમ મેંમાં સાથે સ્ક્રીન શેર કરી હતી.
એન્ટરટેઈનમેન્ટના સમાચાર અનુસાર થલાઈવર 170 સપ્ટેમ્બર મહિનામાં ફ્લોર પર આવવા જઈ રહી છે. જય ભીમનું નિર્દેશન કરનારા ટીજે ગણવાલ દ્વારા નિર્દેશિત ફિલ્મ થલાઈવર 170માં જ્યાં એક તરફ રજનીકાંત જેલર પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે તો બીજી તરફ અમિતાભ બચ્ચન વિલન તરીકે જોવા મળશે. જો અહેવાલોનું માનીએ તો જેલરમાં શાનદાર સંગીત આપનારા અનિરુદ્ધ થલાઈવર 170માં પણ સંગીત પર કામ કરશે. ફેન્સને ખબર જ હશે કે અમિતાભ બચ્ચન અપકમિંગ મૂવીઝ હાલમાં કલ્કી 2898 એડી અને કૌન બનેગા કરોડપતિ સીઝન 15 ના શૂટિંગમાં વ્યસ્ત છે.