AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટ એ જ હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે જ્યાં ઋષિ કપૂરે લીધા હતા અંતિમ શ્વાસ

આલિયા ભટ્ટ હાલ પ્રેગ્નેટ (Alia bhatt pregnant) છે અને તેમણે પોતાના સંતાન માટે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે નક્કી કરી લીધુ છે કે , તેઓ પોતાની બેબીની ડિલીવરી ક્યા અને કઈ હોસ્પિટલમાં કરશે.

આલિયા ભટ્ટ એ જ હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે જ્યાં ઋષિ કપૂરે લીધા હતા અંતિમ શ્વાસ
Alia Bhatt
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 11:26 PM
Share

Bollywood News : પાવર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. અફેર, એડ ફિલ્મ, ઘરમાં જ ભવ્ય લગ્ન, આલિયા ભટ્ટ પ્રેગ્નેટ અને સુપર હિટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર, આ તમામ સમયે બોલિવૂડના આ પાવર કપલે દેશ-વિદેશના લોકોનું ધ્યાન ખેંચ્યુ. હાલમાં તેમના જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. તેમના જીવનમાં ખુશ રહેવાનું કારણ છે તેમના જીવનમાં આવનારૂ સંતાન. ટૂંક સમયમાં આ કપલ લોકોને કપલ ગોલને બદલે પેરેન્ટ ગોલનો મેસેજ આપતા જોવા મળશે. આલિયા ભટ્ટ હાલ પ્રેગ્નેટ (Alia bhatt pregnant) છે અને તેમણે પોતાના સંતાન માટે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે નક્કી કરી લીધુ છે કે તેઓ પોતાની બેબીની ડિલીવરી ક્યા અને કઈ હોસ્પિટલમાં કરશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટની ડિલીવરી H N રિલાયન્સ હોસ્પિટલમાં થશે. આ હોસ્પિટલ મુંબઈમાં સ્થિત છે. તમને જણાવી દઈએ કે આ જ હોસ્પિટલમાં આલિયા ભટ્ટના સસરા અને રણબીર કપૂરના પિતા સ્વ. અભિનેતા ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. લોકોનું માનવુ છે કે સ્વ. અભિનેતા ઋષિ કપૂરના કારણે જ આલિયા-રણબીરે આ હોસ્પિટલની પસંદગી કરી હશે.

મુંબઈની H N રિલાયન્સ હોસ્પિટલ

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સર H N રિલાયન્સ હોસ્પિટલ મુંબઈમાં સ્થિત છે. ગોરધનદાસ ભગવાનદાસ નરોત્તમદાસ દ્વારા વર્ષ 1925 માં સ્થપાયેલ આ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવ્યુ અને વર્ષ 2014માં ફરીથી ખોલવામાં આવ્યુ હતુ. હોસ્પિટલને મોટાભાગે “હરકીસોનદાસ હોસ્પિટલ” અને “રિલાયન્સ હોસ્પિટલ” કહેવામાં આવે છે.

આ જ હોસ્પિટલમાં થયુ હતુ ઋષિ કપૂરનું નિધન

કોરોના મહામારી દરમિયાન 29 એપ્રિલ, 2020ના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતા ઋષિ કપૂરને આ જ હોસ્પિટલમાં દાખલ કરવમાં આવ્યા હતા. 30 એપ્રિલ, 2020 ના રોજ લ્યુકેમિયાથી ઋષિ કપૂરનું અવસાન થયુ. અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા અને તેમની અસ્થિઓને બાણગંગામાં વિસર્જિત કરવામાં આવી હતી.

14 એપ્રિલ 2022માં કર્યા હતા લગ્ન

રણબીર-આલિયાએ 14 એપ્રિલ 2022ના રોજ મિત્રો અને પરિવારની હાજરીમાં ઘરમાં જ લગ્ન કર્યા હતા. 5 વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતુ. આલિયાએ જૂન મહિનામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા પ્રેગ્નન્સીમાં સતત કામ કરી રહી છે.

રણબીર-આલિયાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ‘અમે અમારા બાળક માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. એક બાળક માટે જે વસ્તુઓની જરૂર છે તે તમામ લઈને રાખી છે. અમે અમારા બાળક માટે રૂમ તૈયાર કરીને રાખ્યો છે.’ ટૂંક સમયમાં બોલિવૂડનું આ પાવર કપલ રિયલ લાઈફમાં પેરેન્ટનો રોલ નીભાવતા જોવા મળશે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">