AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીને મળવા માટે બનાવ્યા કેટલાક નિયમો, જાણો

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) ઘરે 6 નવેમ્બરે દીકરીનો જન્મ થયો હતો. આલિયા અને રણબીર પોતાની દીકરીને મીડિયા અને બધાથી દૂર રાખવા માંગે છે.

આલિયા ભટ્ટ-રણબીર કપૂરે દીકરીને મળવા માટે બનાવ્યા કેટલાક નિયમો, જાણો
Alia-Ranbir
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 5:16 PM
Share

હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે એક નાનકડી પરીનો જન્મ થયો છે. આલિયા ભટ્ટ બાળકને જન્મ આપ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાં ઘરે પહોંચી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર-આલિયાની દીકરીનો ફોટો જોવા દરેક લોકો ઉત્સાહિત છે, પરંતુ નવા પેરેન્ટ્સ દીકરીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ છે. રણબીર અને આલિયા પણ નથી ઈચ્છતા કે સેલેબ્સ અને મહેમાનો તેમને અને બેબીને મળવા આવે.

આલિયા-રણબીરે દીકરી માટે કેટલાક બનાવ્યા નિયમો

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની દીકરીના જન્મથી જેટલા એક્સાઈટેડ છે તેટલા જ પ્રોટેક્ટિવ પણ છે. આલિયા અને રણબીરે દીકરી માટે પણ કેટલાક નિયમો બનાવ્યા છે, તેઓ નથી ઈચ્છતા કે અત્યારે કોઈ મહેમાન કે સેલેબ્સ તેમને મળવા આવે. પરિવારનું માનવું છે કે બાળકના કોઈપણ ફોટા ક્લિક કરવામાં આવે. જો કોઈ મિત્ર કે પરિવારનો સભ્ય બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરશે તો તે વાયરલ થઈ જશે. આલિયા-રણબીર બિલકુલ નથી ઈચ્છતા કે તેમના બાળકની તસવીરો અત્યારે વાયરલ થાય.

દીકરીને ઈન્ફેક્શનથી રાખવા માંગે છે દૂર

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આલિયા અને રણબીર બેબીને કોઈ ચેપ ન લાગે તે માટે તેને દૂર રાખવા માંગે છે. બાળક હજુ નાનું છે, આવી સ્થિતિમાં તેને અનેક પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે. આ સિવાય અમે ઘરે આવતા મહેમાન પાસેથી કોવિડ પ્રમાણપત્ર માંગી શકતા નથી, પરંતુ વાયરસ હજી પણ આપણી વચ્ચે છે. રિપોર્ટ મુજબ જ્યારે કરણ જોહર પણ લંડનથી પરત આવ્યો ત્યારે તેણે સૌથી પહેલા તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તે આલિયા ભટ્ટ અને બાળકને મળવા હોસ્પિટલ પહોંચ્યો.

લગ્નના 2 મહિના પછી પ્રેગ્નન્ટ હોવાની મળી હતી જાણકારી

તમને જણાવી દઈએ કે આલિયાએ લગ્નના 2 મહિના પછી જ એટલે કે 27 જૂન 2022ના રોજ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલના બેડ પર પડેલી સોનોગ્રાફી પોસ્ટ કરીને ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. ત્યારથી ફેન્સ નાના મહેમાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. 2017માં ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની અફવાઓ ફેલાઈ હતી. છેલ્લે 2018માં બંને સોનમ કપૂરના લગ્નના રિસેપ્શનમાં એક કપલ તરીકે તેમની પહેલી ઉપસ્થિતિ હતી. આ દેખાવ પછી તરત જ રણબીરે તેમના સંબંધોની પુષ્ટિ કરી. તે સમયે તેને કહ્યું હતું કે, તેમનો સંબંધ “નવો” છે અને તે તેના વિશે વધુ વાત કરવા માંગતો નથી.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">