અક્ષય કુમારે પોતાની પુત્રી માટે કર્યું આ કામ, રીયલ હીરો બનીને ઈન્ટરનેટ પર છવાયો

હાલમાં જ અક્ષય કુમારે (Akshay Kumar) તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને ફોટો શેયર કર્યો છે. આ લેટેસ્ટ પોસ્ટમાં તે પોતાની પુત્રી નિતારા માટે રમકડાં જીતીને રિયલ ફાધર બનવાનું ઉદાહરણ આપી રહ્યો છે.

અક્ષય કુમારે પોતાની પુત્રી માટે કર્યું આ કામ, રીયલ હીરો બનીને ઈન્ટરનેટ પર છવાયો
Akshay Kumar
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Sep 20, 2022 | 6:06 PM

બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલો છે. અક્ષયની ગણતરી ઈન્ડસ્ટ્રીના એવા કલાકારોમાં થાય છે, જે પોતાના કામની સાથે સાથે પરિવારને પણ પૂરો સમય આપે છે. ઘણીવાર એક્ટરનું નામ તેની ફિલ્મોના કારણે ચર્ચામાં આવે છે. આ પહેલીવાર છે જ્યારે તેને આવું કંઈક કર્યું છે, જ્યારે તે તેની પુત્રી નિતારા માટે હીરો બનીને ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. અક્ષય કુમાર હંમેશા સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા તમામ અપડેટ ફેન્સ સાથે શેયર કરતો રહે છે. હવે તેનો એક અતરંગી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની પુત્રી નિતારા સાથે ચિલ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અક્ષય કુમાર તેની પુત્રી નિતારા સાથે એમ્યુઝમેન્ટ પાર્કમાં ફરતો જોવા મળે છે. આ દરમિયાન પિતા અને પુત્રીની આ જોડીએ હાથમાં મોટા ટેડીબિયર પકડ્યા છે.

વાયરલ વીડિયોમાં અક્ષય કુમાર ખૂબ જ ફની સ્ટાઈલ બતાવી રહ્યો છે જ્યારે તે ટેડીને માથા પર લઈને ચાલી રહ્યો છે અને તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. “Took my daughter to an amusement park yesterday. Looking at her happy smile on winning not one but two stuffed toys for her was hands down the closest Ive felt to being a hero.”

અહીં જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

ઈન્ટરનેટ પર છવાયું પિતા-પુત્રીનું બોન્ડિંગ

અક્ષય કુમારના આ વીડિયો પર તેના ફેન્સના રિએક્શન્સ આપી રહ્યા છે. આ સાથે જ લોકો પુત્રી અને પિતાના બોન્ડિંગ પર પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હાય સો સ્વીટ… જ્યારે બીજા યુઝરે લખ્યું કે, Wow so amazing… તમને જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેના પરિવારને કેટલો પ્રેમ કરે છે, તે તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. હવે આ તસવીરોને અક્ષયના ફેન્સ પણ લાઈક કરી રહ્યા છે અને તેને સારા પિતા કહી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati