અક્ષય કુમારને રક્ષાબંધન ફળી, ચોથા દિવસે Bell Bottom ફિલ્મે કમાયા આટલા કરોડ રૂપિયા

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમનો જાદુ બોક્સ ઓફિસ પર ધીમે ધીમે ચાલી રહ્યો છે. પહેલા અને બીજા દિવસની સરખામણીમાં ફિલ્મે ચોથા દિવસે સારી કમાણી કરી છે.

અક્ષય કુમારને રક્ષાબંધન ફળી, ચોથા દિવસે Bell Bottom ફિલ્મે કમાયા આટલા કરોડ રૂપિયા
Akshay kumar film Bell bottom box office collection on day 4

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) થિયેટરોમાં રિલીઝ થઇ છે. પરંતુ કોરોનાના કારણે સાવ નબળો પ્રતિસાદ આ ફિલ્મને મળ્યો છે. આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી અને તેને લાંબા વીકેન્ડનો થોડો લાભ મળ્યો. જોકે અક્ષયની ફિલ્મને રક્ષાબંધનનો ફાયદો થયો છે. ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન ચોથા દિવસે વધારે આવ્યું છે અને બાકીના દિવસોની સરખામણીમાં ફિલ્મે સૌથી વધુ કમાણી કરી છે.

બેલી બોટમમાં અક્ષયની સાથે વાણી કપૂર, લારા દત્તા અને હુમા કુરેશી મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. બેલ બોટમને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને દર્શકો તેમજ વિવેચકો તરફથી સારા પ્રતિસાદ મળ્યા છે.

બોક્સ ઓફિસ કલેક્શન

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમે ચોથા દિવસે સારી કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મે રવિવારે લગભગ 4.50 કરોડનો બિઝનેસ કર્યો છે. જેના કારણે ફિલ્મના કલેક્શનને ઘણી અસર થઈ છે. બેલ બોટમે અત્યાર સુધીમાં લગભગ 13 કરોડનો બિઝનેસ કર્યો છે.

અક્ષય કુમારની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં રવિવારે વૃદ્ધિ જોવા મળી છે. દિલ્હી અને એનસીઆરમાં ફિલ્મને સારી વૃદ્ધિ મળી છે. તે જ સમયે, યુપી, ગુજરાત જેવા રાજ્યોમાં ફિલ્મને એટલી વૃદ્ધિ મળી નથી.

ઓનલાઇન લીક

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ થિયેટરોમાં રિલીઝ થયાના થોડા કલાકો બાદ જ ઓનલાઈન લીક થઈ હતી. લોકોએ તેને HD માં ડાઉનલોડ કરવાનું શરૂ કર્યું. જેણે ચોક્કસપણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને અસર કરી છે. ઘણા રાજ્યોમાં હજુ પણ થિયેટરો ખોલવાની મંજૂરી નથી, જેના કારણે લોકો તેને ડાઉનલોડ કરીને ઓનલાઈન જોઈ રહ્યા છે.

એક હાઇજેકિંગની વાર્તા છે ફિલ્મ

ફિલ્મની વાત કરીએ તો તે એક હાઇજેકિંગની વાર્તા છે. જેમાં આતંકીઓએ એક ફ્લાઇટને હાઇજેક કરી હતી. તે પછી અક્ષય કુમાર મુસાફરોને બચાવવા અને આતંકવાદીઓને પકડવા માટે તેમની ટીમ લઈ જાય છે. ફિલ્મમાં અક્ષય સાથે લારા દત્તા, હુમા કુરેશી અને વાણી કપૂર મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. લારા દત્તાએ ફિલ્મમાં પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી. ટ્રેલર જોયા બાદ લોકો લારા દત્તાને ઓળખી શક્યા નહોતા.

બેલ બોટમે ચાર દિવસમાં લગભગ 13 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે આગામી દિવસો પર નજર રાખવામાં આવશે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં પણ ઘટાડો થઈ શકે છે.

 

આ પણ વાંચો: KBC 13: તૈયાર થઈ જાઓ Big Bના અવાજમાં ‘દેવીયો ઔર સજ્જનો’ સાંભળવા, જાણો શોનો નવો સમય

આ પણ વાંચો: શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર The Kapil Sharma Show રેલાવશે હાસ્યની નદી, પ્રોમોનો વિડીયો જોઈને જ થઈ જશો ખુશ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati