KBC 13: તૈયાર થઈ જાઓ Big Bના અવાજમાં ‘દેવીયો ઔર સજ્જનો’ સાંભળવા, જાણો શોનો નવો સમય

અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની સિઝન 13 શરુ થવા જઈ રહી છે. શોના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આ પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

KBC 13: તૈયાર થઈ જાઓ Big Bના અવાજમાં 'દેવીયો ઔર સજ્જનો' સાંભળવા, જાણો શોનો નવો સમય
when and where to watch amitabh bachchan quiz show Kaun banega crorepati 13
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 9:23 AM

ભારતનો મનપસંદ ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati 13) તેની 13 મી સીઝન સાથે પરત ફરી રહ્યો છે. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફરી એકવાર તેમનો શો લઈને આવ્યા છે. જ્યાં લોકો પોતાના જ્ઞાનના આધારે પૈસા જીતે છે અને તેમનું જીવન બદલાઈ જાય છે. કૌન બનેગા કરોડપતિ 13 આજથી શરૂ થવા જઈ રહ્યું છે. શોની 13 મી સીઝનમાં ઘણાં ફેરફાર કરવામાં આવ્યા છે. કોરોના રોગચાળાને કારણે, શોની 12 મી સીઝનમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે તેમાં પણ કંઈક બદલાવ આવ્યો છે.

અમિતાભ બચ્ચનનો શો સોની ટીવી પર નવા સમયથી શરૂ થવા જઈ રહ્યો છે. આ સિઝનની ખાસ વાત એ છે કે તેમાં ઓડિયન્સ પોલ લાઇફલાઇન પરત આવશે જે કોરોના મહામારીને કારણે દૂર કરવામાં આવી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેબીસી 13 ક્યારે અને ક્યાં જોઈ શકાશે

અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 13 નો પ્રીમિયર આજે એટલે કે 23 ઓગસ્ટથી સોની ટીવી પર થશે. આ વખતે શો 9 વાગ્યે પ્રીમિયર થશે.

કેબીસી 13 ઓનલાઇન કેવી રીતે જોવું

અમિતાભ બચ્ચનનો શો હવે ટીવીની સાથે ઓનલાઈન પણ જોઈ શકાશે. જેમની પાસે ટીવી નથી, તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર શો જોઈ શકે છે. આ શો JioTV પર Sony Live એપ દ્વારા જોઈ શકાય છે.

કેબીસી લાઇફલાઇન

કૌન બનેગા કરોડપતિની 13 મી સિઝન સાથે, પ્રેક્ષકો પણ પાછા આવી ગયા છે. જેના કારણે શોનું સ્તર વધુ આગળ આવશે. આ શોમાં હજુ પણ 50:50 ની લાઈફલાઈન, નિષ્ણાતનો અભિપ્રાય અને પ્રશ્ન ચેન્જનો સમાવેશ થાય છે.

કેબીસી પ્રોમો

અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિના ઘણા પ્રોમો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યા છે. જેને જોઈને દર્શકોનો ઉત્સાહ વધુ વધ્યો છે.

આ મહેમાન શાનદાર શુક્રવારનો ભાગ બનશે

ભૂતપૂર્વ કેપ્ટન અને BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કૌન બનેગા કરોડપતિ 13 ના શાનદાર શુક્રવારનો ભાગ બનવા જઈ રહ્યા છે. પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ પણ તેમની સાથે હોટ સીટ પર બેઠેલા જોવા મળશે.

કૌન બનેગા કરોડપતિ સિઝન 12 માં, શુક્રવારનો એપિસોડ કર્મવીર સ્પેશિયલ હતો. જે આ વખતે શાનદાર શુક્રવારમાં બદલી દેવામાં આવી છે. જ્યાં સેલિબ્રિટી મહેમાનો સામાજિક કાર્ય માટે આવશે. સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ 27 ઓગસ્ટે કેબીસીની હોટ સીટ પર બેસશે.

આ પણ વાંચો: શત્રુઘ્ન સિંહા અને ધર્મેન્દ્ર The Kapil Sharma Show રેલાવશે હાસ્યની નદી, પ્રોમોનો વિડીયો જોઈને જ થઈ જશો ખુશ

આ પણ વાંચો: Happy Birthday: પહેલા હોટલમાં કામ કરતી હતી વાણી કપૂર, ખુબ સ્ટ્રગલ કરીને ફિલ્મોમાં આવી છે અભિનેત્રી

g clip-path="url(#clip0_868_265)">