‘તુફાન’ ની સફળતા બાદ ફરહાનની એક્શન-થ્રિલર ફિલ્મ ‘Yudhra’નું શૂટિંગ શરૂ, મુખ્ય ભૂમિકામાં સિદ્ધાંત ચતુર્વેદી

યુધરા (Yudhra) રવિ ઉદયવર દ્વારા નિર્દેશિત એક રોમેન્ટિક-એક્શન થ્રિલર ફિલ્મ છે. રવિ ઉદયવર એ જ દિગ્દર્શક છે જેમણે શ્રીદેવી અભિનીત ફિલ્મ 'મોમ'નું નિર્દેશન કર્યું હતું.

'તુફાન' ની સફળતા બાદ ફરહાનની એક્શન-થ્રિલર ફિલ્મ 'Yudhra'નું શૂટિંગ શરૂ, મુખ્ય ભૂમિકામાં સિદ્ધાંત ચતુર્વેદી
Yudhra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 7:10 PM

ફરહાન અખ્તર (Farhan Akhtar) ની ફિલ્મ ‘તુફાન’ને દર્શકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મની સફળતા બાદ ફરી એકવાર ફરહાન અખ્તર પોતાના નિર્માતા મોડ પર પરત ફર્યા છે. ફરહાન અને રિતેશ સિધવાની (Ritesh Sidhwani) દ્વારા નિર્મિત ફિલ્મ ‘યુધરા’ (Yudhra) નું શૂટિંગ આજથી એટલે કે ગુરુવારથી શરૂ થયું છે. અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) આ ફિલ્મમાં પ્રથમ વખત એક્શન મોડમાં જોવા મળશે.

સિદ્ધાંત સાથે પ્રખ્યાત અભિનેત્રી માલવિકા મોહનન (Malavika Mohanan) પણ આ ફિલ્મમાં જોવા મળશે, જે સિદ્ધાંત સાથે પ્રેમમાં જોવા મળશે. આજે ફિલ્મના શૂટિંગ પહેલા મુહૂર્ત થયું હતું, જેની તસ્વીરો સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. આ તસ્વીરોના કેપ્શનમાં તેમણે લખ્યું – લેટ્સ ગો… ટીમ યુધરા. સિદ્ધાંતે જે તસ્વીરો પોતાની સ્ટોરી પર શેર કરી છે, તે તેના એક ફેન પેજ પર શેર કરવામાં આવી હતી, જ્યાંથી અભિનેતાએ તેમની નકલ કરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સિદ્ધાંતે શેર કરી મુહૂર્તની ફોટોઝ

યુધરા એક રોમેન્ટિક-એક્શન રોમાંચક ફિલ્મ છે, જેનું નિર્દેશન રવિ ઉદયવર કરી રહ્યા છે. રવિ ઉદયવર એ જ દિગ્દર્શક છે જેમણે શ્રીદેવી અભિનીત મોમનું નિર્દેશન કર્યું હતું. તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં, ફરહાન અખ્તરે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેમણે આ ફિલ્મની જાહેરાત સાથે ચાહકોને તેના પાત્રોનો પરિચય આપ્યો હતો. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે, જેની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.

અત્યારે સિદ્ધંત ચતુર્વેદીના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મ સિવાય તે શકુન બત્રાની આગામી ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે આ ફિલ્મનું ટાઇટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે. આ ફિલ્મમાં સિદ્ધાંત સાથે દીપિકા પદુકોણ અને અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ત્રણની જોડી એકદમ ફ્રેશ છે, જેને દર્શકોએ ક્યારેય પડદા પર એકસાથે જોઈ નથી. દર્શકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને કરણ જોહર અને અપૂર્વ મહેતાએ પ્રોડ્યુસ કરી છે.

આ સિવાય સિદ્ધાંતના ખાતામાં એક ફોન ભુત પણ છે, જેમાં તેની સાથે કેટરીના કૈફ અને ઈશાન ખટ્ટર જોવા મળશે. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પણ પ્રોડ્યુસ કરશે. તે જ સમયે, સિદ્ધાંત બંટી ઔર બબલી 2 માં પણ જોવા મળશે.

આ પણ વાંચો :- ‘હોલીડે’થી લઈને ‘બેલ બોટમ’ સુધી દેશભક્તિના રંગમાં રંગેલી જોવા મળી Akshay Kumarની આ ખાસ ફિલ્મો

આ પણ વાંચો :- Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">