AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘બચપન કા પ્યાર ભૂલ નહીં જાના?’: 20 વર્ષ ડેટિંગ અને 10 વર્ષના લગ્નજીવન બાદ હની સિંહ અને શાલિનીના સંબંધોમાં ખારાશ

યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના પર ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો છે. ચાલો આજે તમને જણાવીએ આ બંનેની વર્ષો જૂની પ્રેમ કહાની વિશે.

'બચપન કા પ્યાર ભૂલ નહીં જાના?': 20 વર્ષ ડેટિંગ અને 10 વર્ષના લગ્નજીવન બાદ હની સિંહ અને શાલિનીના સંબંધોમાં ખારાશ
Honey Singh and his wife Shalini Talwar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:35 AM
Share

ગાયક ‘યો યો હની સિંહ’ (Yo Yo Honey Singh) એટલે કે હ્રદેશ સિંહ સામે તેની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. હની સિંહની પત્નીએ આ કેસ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દાખલ કર્યો છે. કેસ નોંધાયા બાદ કોર્ટ દ્વારા ગાયક અને અભિનેતા હની સિંહને નોટિસ આપવામાં આવી છે. હની સિંહને નોટિસ જારી કરીને, આ મામલે તેમનો જવાબ બોલાવવામાં આવ્યો છે.

આ બાદ હની અને તેની પત્ની ચર્ચામાં આવ્યા છે. જો કે હની સિંહની પત્નીને લઈને ભાગ્યે જ અહેવાલો આવતા હોય છે. પરંતુ ચાલો આજે તમને જણાવી દઈએ કે જે કેવી રીતે આ બંનેની પ્રેમ કહાણી શરુ થઇ હતી. 30 વર્ષના પ્રેમ સંબંધ બાદ આજે એવી પરિસ્થિતિ આવી પડી છે કે હની સિંહની પત્નીએ તેના પતિ પર કેસ દાખલ કરવો પડ્યો છે.

હની સિંહની લવ સ્ટોરી સ્કૂલથી શરુ થઇ ગઈ હતી. શાલિની તલવાર હનીની સ્કૂલ સમયની ગર્લ ફ્રેન્ડ છે. બંનેની લવ સ્ટોરી જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે આ પ્રેમ કહાણી દિલ્હીની ગુરુ નાનક પબ્લિક સ્કૂલમાં શરુ થઇ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને ઘણો સમય સાથે રહ્યા. લાંબા સમય સુધી તેમના આ અફેર વિશે કોઈ જાણતું ન હતું.

સ્કૂલ બાદ હની સિંહ ભણવા માટે UK ગયા. તે ત્યાં અને તેની પ્રેમિકા શાલિની અહીંયા. આવા સમયે પણ બંનેએ રિલેશનશિપ જાળવી રાખી. હનીએ ત્યાં ઘણા પ્રકારના સોંગ અને મ્યુઝીક ટ્રેક બનાવ્યા. આ એ સમય હતો જ્યારે હનીને ફેમ મળવાની શરૂઆત હતી. અહેવાલો અનુસાર કહેવાય છે જ્યારે પણ હની ભારત આવતો તેની ગર્લ ફ્રેન્ડ શાલિનીને જરૂર મળતો. લોંગડિસ્ટન્સ રિલેશનશિપ પણ બંનેનો પ્રેમ ઘટાડી શકી નહીં.

હની સિંહ અને શાલિની તલવારે 23 જાન્યુઆરી 2011 ના રોજ શીખ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હની સિંહ અને શાલિની તલવારે તેમના પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં દિલ્હીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા. 2014 માં તેમના લગ્નના ત્રણ વર્ષ બાદ હની સિંહના અફેરના સમાચાર સામે આવ્યા હતા.

એમ કહી શકાય કે ફેમ મળ્યા બાદ હનીના અફેરની ઘટના શાલિની માટે આઘાતજનક હતી. શાલિની અને હનીના સંબંધોમાં આટલી ખારાશનું કારણ શું છે તેનું નિવેદન તો હજુ સુધી કોઈએ આપ્યું નથી. પરંતુ જાહેર છે કે 20 વર્ષના ડેટિંગ પ્રેમ સંબંધ અને 10 ના લગ્ન જીવન બાદ ઘરેલું હિંસાનો આરોપ ખુબ મોટી વાત છે. આ આરોપ જ તેમના લગ્નજીવનમાં આવેલી તિરાડની સાબિતી આપે છે.

આ પણ વાંચો: Bigg Boss 14 વિનર રૂબીનાનો બોલ્ડ અવતાર, તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ થઈ ગઈ વાયરલ

આ પણ વાંચો: Raj Kundra Case: શિલ્પાના સપોર્ટમાં આવી રહ્યા છે બોલીવૂડ સેલેબ્સ, હંસલ મહેતા પછી આ મોટા કલાકારે આપ્યો સાથ

g clip-path="url(#clip0_868_265)">