‘તાજ મહેલ અને લાલ કિલ્લો તોડી નાંખો…’ મુઘલોને આક્રમણકારો કહેતા ભડકી ઉઠયા અભિનેતા નસીરુદ્દીન શાહ !
હવે તો બોલિવૂડ સ્ટાર્સે પણ ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનોનો સહારો લેવા લાગ્યા છે. હાલમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ગુસ્સામાં આવીને એવું નિવેદન આપી દીધું છે કે જેની ભારે ચર્ચા થઈ રહી છે.
ભારતમાં રાજકારણ બાદ સૌથી વધારે ચર્ચામાં રહે છે બોલિવૂડ. રાજકારણમાં અલગ અલગ પાર્ટીઓના વિવાદો અને નેતાઓના વિવાદિત નિવેદનોને કારણે સમાચારોમાં હંમેશા રાજનેતાઓ છવાઈ રહેતા હોય છે. પણ હવે તો બોલિવૂડ સ્ટાર્સે પણ ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનોનો સહારો લેવા લાગ્યા છે. હાલમાં દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ગુસ્સામાં આવીને એવું નિવેદન આપી દીધું છે કે જેની ભારે ચર્ચા થઈ રહી છે.
આગામી વેબ સિરીઝ ‘તાજ’માં નસીરુદ્દીન શાહ મુઘલ બાદશાહ અકબરની ભૂમિકામાં જોવા મળશે. મુઘલોને આક્રમણકારો કહેવા પણ નસીરુદ્દીન શાહ ભડકી ઉઠયા હતા. તેમણે કહ્યું કે, મધ્યયુગમાં કોઈ કારણોસર મુઘલ શાસકોને ખલનાયક બનાવી દેવામાં આવ્યા હતા. તેમણે પોતાના રોલની ખુલીને ચર્ચા કરી હતી અને સાથે જણાવ્યું હતું કે આ શાસકો વિશે આજના સમયમાં ચર્ચા થવી જોઈએ.
મુઘલો લૂટેરા ન હતા – નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, 1526થી લઈને ત્રણ સદી સુધી મુઘલોએ ઉત્તર ભારતના મોટા ભાગમાં શાસન કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી મુઘલોની આક્રમણકારો તરીકેની ક્રૂર છબી બનાવવામાં આવી રહી છે. લોકોનું માનવું છે કે તેમણે આપણી સંસ્કૃતિને ખરાબ કરી છે, ભારતના લોકો તેમના યોગદાન પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે, ‘તે મને ખૂબ જ આશ્ચર્યચકિત કરે છે, કારણ કે તે ખૂબ હાસ્યાસ્પદ છે. મારો મતલબ છે કે, લોકો અકબર અને નાદિર શાહ અથવા બાબરના દાદા તૈમૂર જેવા ખૂની આક્રમણખોર વચ્ચેનો તફાવત કહી શકતા નથી. આ એ લોકો હતા જે અહીં લૂંટ કરવા આવ્યા હતા, મુઘલો અહીં લૂંટ કરવા આવ્યા ન હતા. તેઓ આને તેમનું ઘર બનાવવા માટે અહીં આવ્યા હતા અને તેઓએ તે જ કર્યું. તેમના યોગદાનને કોણ નકારી શકે?’
‘લાલ કિલ્લાનો નાશ કરો…’
‘જો તેઓએ જે કંઈ કર્યું તે ભયંકર હતું, તો તાજમહેલ તોડી નાખો…. લાલ કિલ્લો તોડી નાખો, કુતુબમિનારને તોડી નાખો. લાલ કિલ્લાને આપણે પવિત્ર કેમ માનીએ છીએ, તે મુઘલે બાંધ્યો હતો. આપણે તેનો મહિમા કરવાની જરૂર નથી, પરંતુ આપણે તેને બદનામ કરવાની પણ જરૂર નથી. અકબર જેવા શાસકો ખલનાયક ન હતા. અભિનેતા નસીરુદ્દીન શાહે એક ઈન્ટવ્યૂ દરમિયાન આ વાત કહી હતી.