નસીરુદ્દીન શાહે સરકારની તુલના કરી નાઝી જર્મની સાથે, જાણો શું કહ્યું પ્રોપેગેન્ડા ફિલ્મો બનવા વિશે
પોતાના નિવેદનોના કારણે હેડલાઇન્સમાં રહેલા નસીરુદ્દીન શાહે ફરી એકવાર સરકારને નિશાન બનાવીને મોટું નિવેદન આપ્યું છે. નસીરુદ્દીને આ સમયગાળા દરમિયાન સરકારની તુલના નાઝી જર્મની સાથે કરી છે.
નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) પોતાના નિવેદનો માટે હંમેશા સમાચારોમાં રહે છે. અમુક સમયે, તેમને તેમના નિવેદન માટે વિરોધનો પણ સામનો કરવો પડે છે, પણ તે આનાથી ડરતા નથી અને તેમની વાત કહે છે. હવે ફરી એક વખત નસીરુદ્દીને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘ફિલ્મ ઉદ્યોગ મોટાભાગે ધાર્મિક ભેદભાવ અને ઇસ્લામોફોબિયાથી (Religious discrimination) અસ્પૃશ રહ્યો છે, પરંતુ હવે સરકાર ફિલ્મ નિર્માતાઓને પ્રો-એસ્ટાબ્લીશમેન્ટ (Pro-Establishment) ફિલ્મો બનાવવા પ્રોત્સાહિત કરે છે.’
અભિનેતાએ કહ્યું ‘ઘણા મોટા લોકો આવી ફિલ્મો કરે છે. નાઝી જર્મનીમાં (Nazi Germany) પણ આવું જ થતું હતું. શાનદાર કામ કરનારા ફિલ્મ નિર્માતાઓને નાઝી વિચારધારાનો પ્રચાર કરતી ફિલ્મો બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. મારી પાસે આનો કોઈ નક્કર પુરાવો નથી, પરંતુ તમે આવી મોટી ફિલ્મો પરથી અંદાજો લગાવી શકો છો.
મને ભેદભાવ નથી લાગ્યો
નસીરુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે તેમણે આજ સુધી ક્યારેય ફિલ્મ ઉદ્યોગમાં ભેદભાવ અનુભવ્યો નથી. અભિનેતાએ કહ્યું, ‘મને ખબર નથી કે મુસ્લિમ સમુદાયે ક્યારેય ફિલ્મ ઉદ્યોગમાં ભેદભાવનો સામનો કર્યો છે. અત્યાર સુધી અમારું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ ઉદ્યોગમાં એક જ ભગવાન છે અને તે છે પૈસા. તમારી પાસે જેટલા પૈસા હશે, તેટલું વધારે માન તમને મળશે. ત્રણેય ખાન હજુ પણ ટોચ પર છે. હા, મને કારકિર્દીની શરૂઆતમાં મારું નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી.
નિવેદન પર સ્પષ્ટતા
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તેમણે તાલિબાન અને ભારતીય મુસ્લિમ વિશે ટિપ્પણી કરી હતી, જેના કારણે તેમને ટ્રોલિંગનો શિકાર બનવું પડ્યું હતું. હકીકતમાં, નસીરુદ્દીને ભારતીય મુસ્લિમોના એક વર્ગ દ્વારા તાલીબાનના અફઘાનિસ્તાનના કબજાની ઉજવણી કરવા બદલ તેમની ટીકા કરી હતી. અભિનેતાએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરી અને કહ્યું, ‘હું તે લોકો વિશે બોલતો હતો જેમણે તાલિબાનના સમર્થનમાં ખુલ્લેઆમ નિવેદનો આપ્યા હતા. તાલિબાનનો ઈતિહાસ ઘણો ખરાબ રહ્યો છે.
કરાચીની ટિકિટ મળી હતી
નસીરુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે પણ મુસ્લિમ નેતાઓ કે વિદ્યાર્થીઓ કોઇ સામાન્ય નિવેદન આપે છે, ત્યારે તેઓ સખત વિરોધ કરે છે. પરંતુ જ્યારે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ હિંસક નિવેદનો કરવામાં આવે ત્યારે કોઈ કંઈ કહેતું નથી. એકવાર મને બોમ્બેથી કોલંબો અને કોલંબોથી કરાચીની ટિકિટ મોકલવામાં આવી.
વ્યાવસાયિક જીવન
નસીરુદ્દીનની ફિલ્મોની વાત કરીએ તો, તે લાસ્ટ મી-રક્સમમાં જોવા મળ્યા હતા જે વર્ષ 2020 માં ઝી 5 પર રિલીઝ થઈ હતી. આ સિવાય તે ગયા વર્ષે જ બંદિશ બેન્ડીત્સમાં જોવા મળ્યા હતા. હમણાં નસીરુદ્દીનના આગામી પ્રોજેક્ટ્સ અંગે કોઈ જાહેરાત નથી.
આ પણ વાંચો: Haathi Mere Saathi: રાણા દગ્ગુબતીની ફિલ્મનું ટ્રેલર રિલીઝ, હાથીઓને બચાવવાના મિશન પર અભિનેતા
આ પણ વાંચો : OMG: વિક્કી કૌશલ સ્ટારર ‘શહીદ ઉધમ સિંહ’ OTT પર થશે રિલીઝ, જાણો કયા દિવસે થશે સ્ટ્રીમિંગ