Abhishek Bachchan Birthday : અભિષેક બચ્ચનનું નામ આટલી એકટ્રેસ સાથે જોડાયું હતું, છેલ્લે એશ્વર્યા સાથે કર્યા લગ્ન
Abhishek Bachchan Birthday : અભિષેક બચ્ચને વર્ષ 2007માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. જો કે ઐશ્વર્યા પહેલા અભિષેક અન્ય એકટ્રેસ સાથે લગ્ન કરવાનો હતો. આવો આજે તેના જન્મદિવસ પર અભિનેતાની લવ લાઈફ વિશે જાણીએ.

Abhishek Bachchan Birthday : ધૂમ ફ્રેન્ચાઈઝી, બંટી ઔર બબલી, રન, બોલ બચ્ચન અને દસવી જેવી ઘણી શાનદાર ફિલ્મો દ્વારા બોલિવૂડ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવનારા અભિષેક બચ્ચનની લવ લાઈફ પણ ચર્ચામાં રહી છે. ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરતા પહેલા તેનું નામ અન્ય ઘણી અભિનેત્રીઓ સાથે પણ જોડાયું હતું. આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ અભિષેક બચ્ચનનો જન્મદિવસ છે. આજે તેઓ 47 વર્ષના થયા છે. આ અવસર પર અમે તમને તેમની લવ લાઈફ વિશે જણાવીએ.
આ પણ વાંચો : Abhishek Suhani Wedding: ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ અભિષેક મલિકે કર્યા ગર્લફ્રેન્ડ સુહાની સાથે લગ્ન, જુઓ તસ્વીરો
અભિષેક બચ્ચને વર્ષ 2007માં બોલીવુડ અભિનેત્રી અને વર્ષ 1994ની મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને લગભગ 16 વર્ષ થઈ ગયા છે. બંને પોતાના લગ્ન જીવનમાં ખૂબ જ ખુશ છે. બંને એક પુત્રીના માતા-પિતા પણ છે. જો કે તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા પહેલા અભિષેકના કરિશ્મા કપૂર સાથે લગ્ન થવાના હતા.
કરિશ્મા સાથે પાંચ વર્ષ સુધી કર્યું હતું ડેટ
અભિષેક બચ્ચનનું નામ સૌથી પહેલા બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે જોડાયું હતું. એવું કહેવાય છે કે બંને એકબીજાના પ્રેમમાં હતા અને લગભગ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. આટલું જ નહીં બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. જો કે સગાઈ બાદ પણ તેમનો સંબંધ લગ્નના મુકામ સુધી પહોંચી શક્યો નહોતો. એવું કહેવાય છે કે કરિશ્મા કપૂરની માતા બબીતાને આ સંબંધ મંજૂર નહોતો, કારણ કે તે સમયે અભિષેકે તેની કરિયરની શરૂઆત જ કરી હતી, જ્યારે કરિશ્માએ ઘણી હિટ ફિલ્મો આપી હતી.
રાની મુખર્જી સાથે પણ જોડાયું હતું નામ
અભિષેક બચ્ચન અને રાની મુખર્જીએ ‘બંટી ઔર બબલી’ અને ‘યુવા’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને પછી તેમના અફેરની ચર્ચા પણ શરૂ થઈ ગઈ. તે દિવસોમાં બંનેના લગ્ન થવાની ચર્ચા હતી. કહેવાય છે કે અભિષેક બચ્ચનની માતા જયા બચ્ચન પણ રાનીને ખૂબ પસંદ કરતી હતી. જો કે વર્ષ 2005માં આવેલી ફિલ્મ ‘બ્લેક’માં રાનીનો અમિતાભ બચ્ચન સાથે કિસિંગ સીન હતો અને જયા બચ્ચન ઈચ્છતી હતી કે રાની આ સીન ન કરે, પરંતુ રાનીએ તે સીન કર્યો હતો. કહેવાય છે કે આ કારણે રાની અને અભિષેક એક થઈ શક્યા ન હતા.
કરિશ્મા કપૂર, રાની મુખર્જી ઉપરાંત અભિષેક બચ્ચનનું નામ પણ દિપાનીતા શર્મા સાથે જોડાયું હતું. રિપોર્ટ્સ અનુસાર બંને લગભગ 10 મહિના સુધી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બાદમાં બંને અલગ થઈ ગયા હતા.