જેકલીન ફર્નાન્ડિસનું ગીત Oscars 20ની રેસમાં નાટુ-નાટુ સાથે સ્પર્ધા કરશે

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Nirupa Duva

Updated on: Jan 26, 2023 | 9:52 AM

Jacqueline Fernandez: અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની ફિલ્મ ઓસ્કાર 2023ની રેસમાં સામેલ છે. જેકલીનની ફિલ્મ 'ટેલ ઈટ લાઈક અ વુમન' ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે. જાણો કઈ કેટેગરીમાં ફિલ્મને મળ્યું છે નોમિનેશન.

જેકલીન ફર્નાન્ડિસનું ગીત Oscars 20ની રેસમાં નાટુ-નાટુ સાથે સ્પર્ધા કરશે
Money Laundering Case
Image Credit source: Instagram

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ હાલના દિવસોમાં સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં ચર્ચામાં છે, પરંતુ હવે જેકલીન પણ ઓસ્કર 2023ને લઈને ચર્ચામાં આવી ગઈ છે. જેકલીનની ફિલ્મ ઓસ્કાર માટે નોમિનેટ થઈ છે. અભિનેત્રીએ બુધવારે તેની ફિલ્મ ટેલ ઈટ લાઈક અ વુમનની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ફિલ્મના ગીત Applauseને એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યું છે. જેના માટે જેકલીન સહિત આખી ટીમ ખૂબ જ ખુશ છે.

જેકલીનની પણ ભૂમિકા ભજવી

જેકલીને આ સિદ્ધિ બદલ ફિલ્મના નિર્દેશકોને અભિનંદન અને આભાર માન્યો છે. ફિલ્મ ટેલ ઈટ લાઈક અ વુમનનું દિગ્દર્શન લીના યાદવ, મારિયા સોલ તોગનાજી, લુસિયા પુએન્ઝો, સિલ્વિયા કોરોબિયો, તારાજી પી. હેન્સન, મીપો ઓહ અને કેથરિન હાર્ડવિકે કર્યું છે. આ ફિલ્મમાં જેકલીને પણ ભૂમિકા ભજવી છે. આ એક ઇટાલિયન-અમેરિકન ફિલ્મ છે. જેનું ગીત Applauseઓ સોફિયા કાર્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

View this post on Instagram

A post shared by Diane Warren (@dianewarren)

ગીત ઓસ્કાર 2023 માટે નોમિનેટ

જેક્લિને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું, ‘મારી પાસે કોઈ શબ્દો નથી, હું ડિયાન વોરેન અને સોફિયા કાર્સનને અભિનંદન આપું છું કે એપ્લોઝ ગીતને ઓસ્કાર 2023 માટે નોમિનેટ કરવામાં આવ્યું છે. મને તમારા પર ગર્વ છે. તમારી આ સુંદર ફિલ્મ સાથે જોડાયેલું હોવું મારા માટે ગર્વની વાત છે. તેમાં ઘણા સારા કલાકારો પણ છે. આભાર’ જેક્લિને આગળ લખ્યું, ‘હું RRR ના નાટુ-નાટુ નોમિનેશનને પણ અભિનંદન આપું છું અને તેમની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવું છું’

View this post on Instagram

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143)

હવે ઓસ્કાર 2023ની રેસમાં એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’નું ગીત ‘નાટુ નાટુ’ અને જેકલીનની ફિલ્મનું ગીત ‘અપ્લોઝ’ ઓસ્કાર એવોર્ડ્સમાં એકબીજા સાથે ટકરાશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ RRR ના ગીત ‘નાટુ નાટુ’ને ગોલ્ડન ગ્લોબલ એવોર્ડ મળ્યો છે. આ સિવાય આ ગીતને બેસ્ટ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો છે. હવે ઓસ્કાર 2023 RRR ના નાટુ નાટુ અનેક નોમિનેશન મળ્યું છે ત્યારે હવે આ ઓસ્કારનો વિજેતા કોણ બનશે તે જોવાનું રહેશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati