AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ તેની ચોથી ફિલ્મની કરી જાહેરાત, આવતીકાલે રિલીઝ થશે ટીઝર

સલમાન ખાનનો જીજાજી એટલે કે તેની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માએ (Aayush Sharma) બોલિવૂડમાં પોતાની બ્રાન્ડ બનાવી છે અને તે સાઉથ એક્ટરની જેમ બ્રાન્ડ બનાવવાવાળો પહેલો બોલિવૂડનો એક્ટર છે.

સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ તેની ચોથી ફિલ્મની કરી જાહેરાત, આવતીકાલે રિલીઝ થશે ટીઝર
ayush sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 9:44 PM
Share

બોલિવૂડ એક્ટર (Bollywood Actor) આયુષ શર્માએ (Aayush Sharma) તેની ચોથી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ AS04 છે. આ ફિલ્મોના રસપ્રદ પોસ્ટર આયુષના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. AS04ના પોસ્ટર પર આપણે આયુષ શર્માને સ્ટાઈલિશ લુકમાં અને સ્વેગથી ભરપૂર અંદાજમાં જોઈ શકીએ છીએ. પોસ્ટર શેયર કરતા આયુષ શર્માએ ટીઝર વિશે રસપ્રદ જાણકારી પણ શેયર કરી છે. તેમના જન્મદિવસના ખાસ અવસર પર એટલે કે 26 ઓક્ટોબરે આયુષ શર્માની ફિલ્મ AS04નું ટીઝર લોન્ચ થવા જઈ રહ્યું છે.

રસપ્રદ છે મૂવી પોસ્ટર

હાલમાં જ આયુષ શર્માએ તેની માઈથો મોર્ડન એડવેન્ચર AS03ની જાહેરાત સાથે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આયુષ શર્માની આ ફિલ્મ મનોરંજનથી ભરપૂર હશે અને આ ફિલ્મમાં આપણે આયુષને એક નવા અંદાજમાં જોવાના છીએ. તેમનું પાત્ર સ્વેગ અને સ્ટાઈલથી ભરપૂર હશે. તેને શેયર કરેલી પોસ્ટમાં આપણે આયુષ શર્માને મશીનગન અને ગિટાર સાથે જોઈ શકીએ છીએ. આપણે પહેલીવાર એક્ટરને મૂછવાળા લુકમાં જોવાના છીએ.

અહીં જુઓ આયુષની ફિલ્મનું પોસ્ટર

View this post on Instagram

A post shared by Aayush Sharma (@aaysharma)

જન્મદિવસ પહેલા રિલીઝ થયું પોસ્ટર

સલમાન ખાનનો જીજાજી એટલે કે તેની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માએ બોલિવૂડમાં પોતાની બ્રાન્ડ બનાવી છે અને તે સાઉથ એક્ટરની જેમ બ્રાન્ડ બનાવવાવાળો પહેલો બોલિવૂડનો એક્ટર છે. તેના જન્મદિવસના એક દિવસ પહેલા આયુષ શર્માએ તેના ફેન્સને ભેટ આપી છે. આ પહેલા એક્ટરે તેના સ્ટાઈલિશ અવતાર સાથે તેની ફિલ્મની પ્રથમ ઝલક શેયર કરી હતી, સાથે સાથે ટીઝરની જાહેરાત કરી હતી જે બુધવારે રિલીઝ થવાનું છે.

અંતિમ ફિલ્મ માટે ફેન્સે કરી પ્રશંસા

પોતાના અસાધારણ શારીરિક ટ્રાન્સફોર્મેશનથી પોતાની એક નવી ઓળખ આયુષે બનાવી છે. અંતિમ : ધ ફાઈનલ ટ્રુથમાં તેની ખૂબ પ્રશંસા થઈ હતી. બેક ટુ બેક ફિલ્મ જાહેરાતો અને સરપ્રાઈસિંગ પર્ફોમન્સના વચન સાથે, આયુષ શર્મા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંના એક તરીકે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. પરંતુ તેની અપકમિંગ ફિલ્મ AS04ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

g clip-path="url(#clip0_868_265)">