AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાન સામે ‘વિરાટ’ જીત પર અનુષ્કા શર્માએ કોલકાતામાં આપી દિવાળી પાર્ટી

દિવાળીની સાંજે પાકિસ્તાન સામે વિરાટ કોહલીની શાનદાર બેટિંગ અને જીતની ખુશીની ઉજવણી કરતા કોલકાતામાં ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કરી રહેલી અનુષ્કા શર્માએ (Anushka Sharma) ગ્રાન્ડ પાર્ટી આપી હતી.

પાકિસ્તાન સામે 'વિરાટ' જીત પર અનુષ્કા શર્માએ કોલકાતામાં આપી દિવાળી પાર્ટી
anushka-Kolkata
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 5:31 PM
Share

દિવાળીના પર્વ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિરાટ કોહલીએ (Virat Kohli) પોતાના શાનદાર પ્રદર્શનથી જીત મેળવીને દેશવાસીઓને ગિફ્ટ આપી હતી. વિરાટ કોહલી ક્રિકેટની પીચ પર જ્યારે પોતાનો જલવો દેખાડી રહ્યો હતો. તે સમયે તેની પત્ની અને ફિલ્મ એક્ટ્રેસ કોલકાતામાં હતી અને કોલકાતામાં વિરાટના શાનદાર પ્રદર્શનને જોઈ રહી હતી. આ ઐતિહાસિક જીત બાદ અનુષ્કાએ (Anushka Sharma) પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેયર કર્યો અને વિરાટને તેની જીત માટે ખૂબ જ અભિનંદન પાઠવ્યા. પરંતુ સૂત્રોનું કહેવું છે કે અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર અભિનંદન આપ્યા બાદ બીજા દિવસે દિવાળી પાર્ટીનું અને ભારતની જીતનું એક ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું.

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા હાલમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ના શૂટિંગ માટે તે કોલકાતામાં છે. અનુષ્કા શર્મા આ ફિલ્મમાં ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવી રહી છે. અનુષ્કા શર્મા ઈડન ગાર્ડન્સ સહિત કોલકાતાના વિવિધ સ્થળોએ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

દક્ષિણ કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલમાં અનુષ્કાએ આપી દિવાળી પાર્ટી

દક્ષિણ કોલકાતાની એક ફાઈવ સ્ટાર હોટલના સૂત્રોના જણાવ્યા મુજબ અનુષ્કા શર્માએ ખાસ દિવાળી દિવસે એટલે કે ક્રિકેટ મેચના બીજા દિવસે બપોરે 2 વાગ્યે દિવાળી પાર્ટી આપી હતી. તેને ધ્યાનમાં રાખીને હોટલની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. દિવાળીના અવસર પર સોમવારે શૂટિંગની રજા હતી. શૂટિંગ બંધ હતું અને અનુષ્કા શર્માએ આ પાર્ટીને ખૂબ જ એન્જોય કરી હતી. તેણે વિરાટની જીત સાથે દિવાળીની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ અનુષ્કા ગ્રીન ઓલિવ કલરની સાડીમાં દીકરી વામિકા સાથે મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળી રહી હતી.

પાકિસ્તાન સામેની જીત બાદ અનુષ્કાએ વિરાટને પાઠવ્યા અભિનંદન

સૂત્રોનું કહેવું છે કે આ પાર્ટીમાં એક્ટ્રેસે ઝુલન ગોસ્વામીને પણ આમંત્રણ આપ્યું હતું, પરંતુ તે આ પાર્ટીમાં જઈ શકી ન હતી, કારણ કે તે દિલ્હીમાં હતી. હોટલના સૂત્રોના જણાવ્યા મુજબ આ પાર્ટીમાં બોલીવુડના કોઈ કલાકાર જોવા મળ્યા ન હતો, પાર્ટીમાં માત્ર ક્રૂ મેમ્બર્સ હતા. આ સિવાય ક્રિકેટ જગતની કોઈ વ્યક્તિ પાર્ટીમાં જોવા મળી ન હતી. આમંત્રણોની લિસ્ટમાં કોલકાતાના મહારાજા અને બીસીસીઆઈના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ ન હતા. આ ફિલ્મમાં મોટે ભાગે તેમની પ્રસ્તાવિત ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ના વિવિધ સેગમેન્ટના સભ્યો હતા અને મહેમાનો માટે પાર્ટીમાં ખૂબ જ સારી વ્યવસ્થા હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ કોલકાતામાં શૂટિંગ દરમિયાન અનુષ્કા શર્માનો ફિલ્મના સેટ પર ઘુઘની અને બ્રેડની ખાતો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

g clip-path="url(#clip0_868_265)">