Bollywood : આમિર અને સલમાનની જોડી લાંબા સમય બાદ ફિલ્મમાં જોવા મળશે

બોલિવૂડના સારા મિત્રો આમિર ખાન અને સલમાન ખાન ઘણા વર્ષો પહેલા ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી, ચાહકો આતુરતાથી બંનેને સાથે જોવા માટે રાહ જોઈ રહ્યા છે. હવે લાગે છે કે ચાહકોની રાહ જોવાની સમાપ્ત થવાની છે. સલમાન અને આમિરની જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. સલમાન ખાન આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં […]

Bollywood : આમિર અને સલમાનની જોડી લાંબા સમય બાદ ફિલ્મમાં જોવા મળશે
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:52 PM

બોલિવૂડના સારા મિત્રો આમિર ખાન અને સલમાન ખાન ઘણા વર્ષો પહેલા ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી, ચાહકો આતુરતાથી બંનેને સાથે જોવા માટે રાહ જોઈ રહ્યા છે. હવે લાગે છે કે ચાહકોની રાહ જોવાની સમાપ્ત થવાની છે. સલમાન અને આમિરની જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. સલમાન ખાન આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં કેમિયો કરશે. આ કેમિયોની ખાસ વાત એ હશે કે સલમાન ફરી એકવાર પ્યાર કિયાના પ્રેમનાં અવતારમાં જોવા મળશે.

સુત્રો દ્વારા જણાવામાં આવ્યું છે કે, સલમાન ફરી એકવાર સ્ક્રીન પર 90 ના દાયકાનો લુક બતાવતા જોવા મળશે. 90 ના દાયકાનો છોકરો, જેને જોવાનું દરેક વ્યક્તિ પસંદ કરે છે. ફિલ્મમાં ઉંટીનું શૂટિંગ બતાવવામાં આવશે. જ્યારે સલમાને 1989 માં પદાર્પણ કર્યું હતું.

સલમાન ખાન ઉંટીમાં દિલ દીવાના ગીતના શૂટિંગમાં જોવા મળશે. આ સ્પેશિયલ શૂટિંગ માટે એશ્લે સલમાન માટે ખાસ બ્લેક જેકેટ ડિઝાઇન કરશે. તે દરમિયાન આમિર ખાન 20 વર્ષના આર્મી મેનની ભૂમિકામાં જોવા મળશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનો ડેટા ? તો બસ આટલું કરી લો સેટિંગ

જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી આમિર ક્લિન શેવ લુકમાં જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર આ સીન 8 જાન્યુઆરીએ બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવશે. જ્યારે બંને ખાન વેકેશનની ઉજવણી બાદ મુંબઈ પરત ફરશે.

લાલ સિંહ ચઢ્ઢા વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં કરીના કપૂર આમિર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. કરીનાએ તેનું શુટિંગ પૂર્ણ કર્યું દિધુ છે. આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક છે. ફિલ્મનો આમિર અને કરીનાનો પહેલો લૂક સામે આવ્યો છે. આ ફિલ્મ ક્રિસમસ 2021માં રિલીઝ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">