Mumbai : બોલિવૂડમાં કોરોનાનો કહેર યથાવત, અભિનેત્રી મૃણાલ ઠાકુર થઈ કોરોના સંક્રમિત

બોલિવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આ અંગે માહિતી આપી છે.

Mumbai : બોલિવૂડમાં કોરોનાનો કહેર યથાવત, અભિનેત્રી મૃણાલ ઠાકુર થઈ કોરોના સંક્રમિત
Mrunal Thakur infected from covid 19
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 2:47 PM

Mumbai : મુંબઈમાં ફરી એક વાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ત્યારે હાલ બોલિવૂડમાં (Bollywood) પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કરીના કપૂર, અર્જુન કપૂર (Arjun kapoor) બાદ હવે બોલિવુડ અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur) કોરોના સંક્રમિત થઈ છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી છે. સાથે જ તેણે કહ્યુ કે, તેને કોરોનાના હળવા લક્ષણો છે. છેલ્લા કેટલાક દિવસોથી મૃણાલ ઠાકુર શાહિદ કપૂર (Shahid Kapoor) સાથે તેની આગામી ફિલ્મ ‘જર્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી.

કોરોના પોઝિટિવ હોવાની ફેન્સને આપી માહિતી

મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને તેના ચાહકો સાથે તેના કોવિડ પોઝિટિવ (Corona Positive) હોવાની માહિતી શેર કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેને કોવિડના ખૂબ જ હળવા લક્ષણો છે અને તેણે પોતાને હાલ આઈસોલેટ કરી છે. મૃણાલે પોસ્ટમાં લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આજે મને હળવા લક્ષણો (Covid-19 Symptoms) લાગે છે પરંતુ મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે. ડોક્ટરો અને પ્રોફેશનલ્સ જે મને સલાહ આપી રહ્યા છે તે તમામ નિયમોનું હું પાલન કરું છું. આ સાથે તેણે દરેકને કોરોના નિયમોનુ પાલન કરવા પણ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, મૃણાલે શુક્રવારે સોશિયલ મીડિયા પર 2021 નો એક Recap વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે મૃણાલની જર્સી ફિલ્મ રિલીઝ ન થઈ શકી

મૃણાલ ઠાકુરે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાની સંભાળ રાખે અને આ બીમારીથી દૂર રહે. તેણે પોસ્ટમાં લખ્યું કે જો તમે મારા સંપર્કમાં આવ્યા છો, તો કૃપા કરીને તમારો કોવિડ ટેસ્ટ (Covid Test) કરાવો અને દરેક સુરક્ષિત રહે. મૃણાલ ઠાકુરની ફિલ્મ ‘જર્સી’ (Jersey) 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ દિલ્હીમાં કોરોના અને અન્ય રાજ્યોમાં કોવિડની કડક ગાઈડલાઈનને કારણે તેમજ થિયેટર બંધ હોવાને તેની ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ. આ ફિલ્મમાં મૃણાલ સાથે શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો : સોનમનુ સેલિબ્રેશન : અભિનેત્રી સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે રોમેન્ટિક રીતે કર્યુ નવા વર્ષનુ સેલિબ્રેશન

g clip-path="url(#clip0_868_265)">