AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: બોલીવુડને બાય બાય કહીને કુમાર ગૌરવ આજે કમાય છે કરોડો, જાણો તેમના જીવન વિશે

એક સમયે રોમેન્ટિક હીરો તરીકે નામના મેળવનાર કુમાર ગૌરવે બોલીવુડને અચાનક બાય બાય કહી દીધું હતું. આજે તેમના જન્મદિન પર જાણો તેમના વિશે.

Birthday Special: બોલીવુડને બાય બાય કહીને કુમાર ગૌરવ આજે કમાય છે કરોડો, જાણો તેમના જીવન વિશે
Kumar Gaurav Birthday Special
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 9:22 AM
Share

બોલીવુડ એક એવી માયાવી નગરી છે. જેમાં ઘણા ટેલેન્ટેડ ચહેરા આવીને ખોવાઈ પણ જાય છે, અને કોઈને ખબર સુદ્ધાં નથી પડતી. આવું જ એક નામ છે કુમાર ગૌરવ. કુમાર ગૌરવનો આજે એટલે કે 11 જુલાઈએ જન્મદિવસ છે. બોલીવુડની નાની ઇનિંગમાં તેમણે ખુબ મોટું નામ કમાઈ લીધું હતું. એક રોમેન્ટિક હીરો તરીકેની ઓળખ ગૌરવે મેળવી લીધી હતી. આજે તેમનો 61 મો જન્મદિવસ છે.

25 ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યો

તમને જણાવી દઈએ કે આજકાલ અભિનયની દુનિયાથી દુર રહેતા કુમાર ગૌરવ રાજેન્દ્ર કુમારના દીકરા છે. તેઓ હાલમાં ક્યાં છે તે બહુ ઓછા લોકોને ખ્યાલ છે. કુમાર ગૌરવે 1981 માં પોતાની પહેલી ફિલ્મ Love Story થી ફિલ્મ જગતમાં પગ મુક્યો. આ બાદ તેમણે ફિલ ઔર કાંટે, તેરી કસમ જેવી ઘણી હીટ ફિલ્મો આપી. તેમને ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યા. કુમાર ગૌરવે કુલ 25 ફિલ્મોમાં પોતાનો જાદુ ચલાવ્યો.

અભિનયને કહી દીધું અલવિદા

25 ફિલ્મોમાં કુમાર ગૌરવે એકથી એક ખુબસુરત અભિનેત્રીઓ સાથે તેમણે અભિનય કર્યો. પરંતુ થોડા વર્ષો બાદ તેમણે બોલીવુડની દુનિયાને હાથતાળી આપી દીધી. જી હા તેમણે અભિનયને અલવિદા કહી દીધું. અને પોતાના પરિવારના બિઝનેસમાં લાગી ગયા.

સંજય દત્ત સાથે છે આ સંબંધ

કુમાર ગૌરવ આજે ખુબ મોટા બિઝનેસમેન છે. ગૌરવ અને સંજય દત્ત વચ્ચે પારિવારિક સંબંધ છે. વાત જાણે એમ છે કે સંજયની બહેન નમ્રતાના લગ્ન ગૌરવ સાથે થયા છે. અને તેઓ હાલમાં મુંબઈમાં રહે છે. ખુશખુશાલ રહેતી આ જોડીને બે બાળકો પણ છે.

અભિનય છોડીને શું કર્યું કુમાર ગૌરવે?

કુમાર ગૌરવ હાલમાં કન્સ્ટ્રકશનના બિઝનેસમાં મોટું નામ કમાઈ રહ્યા છે. ફિલ્મોમાં કામ છોડ્યા પછી, અભિનેતાએ માલદીવમાં તેમનો કન્સ્ટ્રકશનનો બિઝનેસ શરૂ કર્યો. જેના પછી તેમણે માલદીવમાં ટ્રાવેલના બિઝનેસમાં ઝંપલાવ્યું. આજે તેમના બંને ધંધા સારા ચાલી રહ્યા છે. અને આમાંથી કુમાર ગૌરવ ખૂબ કમાણી પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Baahubali ફિલ્મના 6 વર્ષ પુરા થતા ચાહકોએ વોટ્સએપ પાસે કરી અનોખી માંગ, જાણો શું છે એમની ઈચ્છા

આ પણ વાંચો: Vikram First Look Out: કમલ હાસન સાથે દમદાર અંદાજમાં નજર આવશે વિજય સેતુપતિ અને ફહાદ ફાસીલ, જુઓ પોસ્ટર

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">