Birju Maharaj Passed Away : બિરજુ મહારાજે આ ગીતોની કોરિયોગ્રાફી કરી અને નેશનલ અને ફિલ્મફેર એવોર્ડ જીત્યા

પંડિત બિરજુ મહારાજનું નિધન એ માત્ર નૃત્યપ્રેમીઓ માટે જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પણ ના પુરી શકાય એવી ખોટ છે. પંડિત બિરજુ મહારાજના પગલે અનેક કોરિયોગ્રાફરોએ સિનેમામાં પોતાની ઓળખ બનાવી છે.

Birju Maharaj Passed Away : બિરજુ મહારાજે આ ગીતોની કોરિયોગ્રાફી કરી અને નેશનલ અને ફિલ્મફેર એવોર્ડ જીત્યા
Birju Maharaj ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 9:45 AM

દિગ્ગજ કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજ (Birju Maharaj) ઉર્ફે બ્રિજમોહન મિશ્રાનું 83 વર્ષની વયે નિધન થયું છે. લખનૌના એક રૂમમાંથી સંગીત અને નૃત્યની બારીકાઇથી શીખનાર પંડિત બિરજુ મહારાજે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ઘણી ખ્યાતિ મેળવી હતી. જ્યારે પંડિત બિરજુ મહારાજ સ્ટેજ પર શ્રોતાઓ સમક્ષ કથ્થકની કળા રજૂ કરતા ત્યારે તેમના ચહેરાના હાવભાવ નજરે પડતા હતા. તાલ સાથે તેમનું અજોડ જોડાણ ફક્ત તેઓ જ સમજી શકે છે જેમણે કથ્થક જેવી ભારતીય કલા જીવી છે.

પંડિત બિરજુ મહારાજના નિધનની જાણકારી તેમના પરિવાર દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટથી આપવામાં આવી છે. અત્યંત દુઃખ સાથે જણાવવામાં આવે છે કે અમારા પરિવારના સૌથી પ્રિય સભ્ય પંડિત બિરજુ મહારાજ જીનું 17 જાન્યુઆરી, 2022 ના રોજ અકાળે અવસાન થયું છે. મહાન આત્મા તેમના સ્વર્ગીય નિવાસ માટે રવાના થયો છે. દિવંગત આત્મા માટે પ્રાર્થના – મહારાજ પરિવાર.

પંડિત બિરજુ મહારાજ કથ્થક સાથે રોમાન્સ કરતા હતા

પંડિત બિરજુ મહારાજનું નિધન એ માત્ર નૃત્યપ્રેમીઓ માટે જ નહીં પરંતુ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પણ ના પુરી શકાય એવી ખોટ છે. પંડિત બિરજુ મહારાજના પગલે ચાલીને ઘણા કોરિયોગ્રાફરોએ સિનેમામાં પોતાની ઓળખ બનાવી, જેમાંથી એક સરોજ ખાન હતા. પંડિત બિરજુ મહારાજે પોતે ભારતીય સિનેમાના ઘણા ગીતોની કોરિયોગ્રાફી કરી હતી અને તેમની ઉત્કૃષ્ટ કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પંડિત બિરજુ મહારાજ તેમના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા. એકવાર તેણે કહ્યું હતું કે જે પણ કલા છે તે આપણને તાજી રાખે છે… પંડિત બિરજુ મહારાજ માટે એક વાત કહેવાઈ હતી કે તેઓ કથ્થક સાથે રોમાન્સ કરતા હતા. ભારતીય ફિલ્મો માટે તેની કોરિયોગ્રાફીમાં પણ આ જ બાબત પ્રતિબિંબિત થાય છે. આજે અમે તમને બિરજુ મહારાજની તે ચાર ટોપ કોરિયોગ્રાફી વિશે જણાવીએ, જેને તમે પણ વારંવાર જોવા ઈચ્છશો.

ઉન્નઈ કોડુ નાન (ફિલ્મ- વિશ્વરૂપમ)

કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપના આ ગીતને પંડિત બિરજુ મહારાજે પોતાની કલાથી સજાવ્યું હતું. આ ગીતમાં કથ્થક નૃત્યાંગનાની ભૂમિકા ભજવતા કમલ હાસને પંડિત બિરજુ મહારાજ દ્વારા શીખવવામાં આવેલા હાવભાવને મોટા પડદા પર સુંદર રીતે રજૂ કર્યા છે. આ ગીત માટે તેને સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

જગાવે સારી રૈના (ફિલ્મ – ડેઢ ઇશ્કિયા)

ડેઢ ઇશ્કિયા ફિલ્મનું ગીત જાગવે સારી રૈના પણ પંડિત બિરજુ મહારાજે કોરિયોગ્રાફ કર્યું હતું. આ ગીતમાં માધુરી દીક્ષિતનો ડાન્સ જોઈને બધા તેના દિવાના થઈ ગયા.

મોહે રંગ દો લાલ (ફિલ્મ – બાજીરાવ મસ્તાની)

પહેલીવાર દીપિકા પાદુકોણ કોઈ ફિલ્મમાં ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી હતી અને તેના ખૂબ વખાણ થયા હતા. દીપિકા પાદુકોણને આપવામાં આવેલી આ પ્રશંસાનો શ્રેય પણ પંડિત બિરજુ મહારાજને જાય છે, કારણ કે તેમણે બાજીરાવ મસ્તાનીના આ ગીતને ખૂબ જ સુંદર રીતે કોરિયોગ્રાફ કર્યું હતું. તેમની કોરિયોગ્રાફી માટે તેમને ફિલ્મફેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

કાહે છેડ છેડ મોહ (ફિલ્મ – દેવદાસ)

દેવદાસ ફિલ્મના આ ગીતને તમે કેવી રીતે ભૂલી શકો. આ ગીતમાં માધુરી દીક્ષિતે કથ્થક સાથે જે રોમાન્સ કર્યો છે તે જોઈને કોઈ કહી શકે છે કે તે માત્ર પંડિત બિરજુ મહારાજના કારણે જ છે.

આ પણ વાંચો : Happy Birthday Javed Akhtar : એક સમયે જાવેદ અખ્તર પાસે ખાવાના પૈસા નોહતા, આજે ફિલ્મોમાં યોગદાન માટે મળ્યા અનેક એવોર્ડ

આ પણ વાંચો : Birju maharaj : પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

g clip-path="url(#clip0_868_265)">