Happy Birthday Javed Akhtar : એક સમયે જાવેદ અખ્તર પાસે ખાવાના પૈસા નોહતા, આજે ફિલ્મોમાં યોગદાન માટે મળ્યા અનેક એવોર્ડ
જાવેદ અખ્તર (Javed Akhtar) 4 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈ આવ્યા હતા. તે સમયે તેની પાસે ખાવાના પૈસા પણ ન હતા. તેણે ઘણી રાતો રસ્તાઓ પર ખુલ્લા આકાશ નીચે વિતાવી. જોકે, બાદમાં તેને કમાલ અમરોહીના સ્ટુડિયોમાં જગ્યા મળી.
જાવેદ અખ્તરની (Javed Akhtar) કલમની એ શક્તિ છે જેણે ‘શોલે’ જેવી ફિલ્મને મોટા પડદા પર સાકાર કરી. આ ફિલ્મે સફળતાનો અર્થ બદલી નાખ્યો હતો. હિન્દી સિનેમામાં જાવેદ અખ્તરને કોણ નથી ઓળખતું. ગઝલને નવું રૂપ આપવામાં જાવેદ સાહેબનો બહુ મોટો ફાળો છે. જાવેદ અખ્તર અને સલીમ ખાને ઘણી ફિલ્મો લખી છે. આ જોડી સિનેમામાં સલીમ-જાવેદ તરીકે પણ જાણીતી છે. વર્ષ 2007માં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જાવેદ અખ્તરનો જન્મ 17 જાન્યુઆરી 1945ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતાનું નામ નિસાર અખ્તર હતું જેઓ કવિ હતા અને માતાનું નામ સફિયા અખ્તર હતું જે ઉર્દૂ લેખિકા અને શિક્ષક હતા. જ્યારે જાવેદ અખ્તર ઘણા નાના હતા ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. તેમના પિતાએ ફરીથી લગ્ન કરી લીધા હતા અને થોડા દિવસો તેમની સાવકી માતાના ઘરે રહ્યા બાદ જાવેદ સાહેબનું જીવન તેમના મિત્રો પર નિર્ભર હતું. તેણે કોલેજનો અભ્યાસ ભોપાલમાં જ કર્યો હતો.
સલીમ-જાવેદની જોડી બેસ્ટ જોડી હતી
જાવેદ અખ્તરની પહેલી પત્ની હની ઈરાની હતી. જેનાથી તેને બે બાળકો છે, ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર. આ બંને બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક છે. જ્યારે તેમની બીજી પત્ની હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી શબાના આઝમી છે. જાવેદ અખ્તર 4 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈ આવ્યા હતા. તે સમયે તેની પાસે ખાવાના પૈસા પણ ન હતા. તેણે ઘણી રાતો રસ્તાઓ પર ખુલ્લા આકાશ નીચે વિતાવી. જોકે, બાદમાં તેને કમાલ અમરોહીના સ્ટુડિયોમાં જગ્યા મળી.
જાવેદ અખ્તરે પોતાના કરિયરની શરૂઆત ‘સરહદી લૂંટેરા’થી કરી હતી. આ ફિલ્મમાં સલીમ ખાને પણ નાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પછી, સલીમ-જાવેદની જોડીએ હિન્દી ફિલ્મોમાં ઘણા સુપરહિટ ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લે લખ્યા. આ બંનેની જોડીએ 1971 થી 1982 સુધી લગભગ 24 ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં સીતા ઔર ગીતા, શોલે, હાથી મેરે સાથી, યાદો કી બારાત અને દીવાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ બંનેની 24 ફિલ્મોમાંથી 20 ફિલ્મો એવી હતી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
5 વખત રાષ્ટ્રીય પુરસ્કારો મેળવ્યા
વર્ષ 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ પછી આ બંનેની જોડી સંપૂર્ણપણે અલગ થઈ ગઈ હતી. પરંતુ આ પછી પણ જાવેદ અખ્તરે ફિલ્મો માટે ડાયલોગ્સ લખવાનું ચાલુ રાખ્યું. જાવેદ અખ્તરને તેમના ગીતો માટે 8 વખત ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. 1999 માં, સાહિત્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમના ગીતો માટે તેમને 5 વખત નેશનલ એવોર્ડ મળ્યા છે. તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : Birju maharaj : પ્રખ્યાત કથ્થક ડાન્સર બિરજુ મહારાજનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો : લતા મંગેશકરની તબિયત અંગે બહેન આશા ભોંસલેની આવી પ્રતિક્રિયા, કહ્યું કે- સારા સ્વાસ્થ્ય માટે ઘરે પૂજા રાખી છે