AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive: આ દિવસથી શરૂ થશે સલમાન ખાનનું બિગ બોસ 17, અંકિતા લોખંડે-વિકી જૈન સહિત આ લોકો થઈ શકે છે સામેલ

બિગ બોસ 17માં ભાગ લેનાર સ્પર્ધકોના નામ જાણવા ચાહકો ખૂબ જ ઉત્સુક છે. જો સૂત્રોનું માનીએ તો, નિર્માતાઓ હજી પણ બિગ બોસ માટે ઘણી પ્રખ્યાત હસ્તીઓનો સંપર્ક કરી રહી છે, જ્યારે કેટલીક હસ્તીઓને શોમાં ભાગ લેવા માટે આગળ વધવાની મંજૂરી આપવામાં આવી છે. આ ચહેરાઓ બિગ બોસ 17ના ખેલાડી બનશે.

Exclusive: આ દિવસથી શરૂ થશે સલમાન ખાનનું બિગ બોસ 17, અંકિતા લોખંડે-વિકી જૈન સહિત આ લોકો થઈ શકે છે સામેલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 9:07 AM
Share

Big Boss OTT 2 ની સફળ સિઝન પછી, હવે ચાહકો સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘Big Boss 17‘ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ચાહકોને તેમના મનપસંદ શો માટે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે આ વર્ષે ‘Big Boss સપ્ટેમ્બરમાં નહીં પરંતુ ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી TV9 નેટવર્કને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, બિગ બોસ 17નું પ્રીમિયર 21 ઓક્ટોબરે થશે અને આ વખતે બિગ બૉસના ઘરમાં સેલિબ્રિટી કપલ vs સિંગલની થીમ જોવા મળશે.

TV9 નેટવર્ક પર અમે તમને સૌપ્રથમ જાણ કરી હતી કે પ્રખ્યાત ટી.વી કપલ નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા અને એલિસ કૌશલ-કંવર ઢીલ્લોને બિગ બોસ માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. હવે આ બંનેની સાથે અંકિતા લોખંડે અને વિકી જૈન પણ ઘરની અંદર જશે તે લગભગ નક્કી છે. આ બે યુગલો ઉપરાંત, પ્રિન્સ નરુલા-યુવિકા ચૌધરી, અલી ગોની-જાસ્મિન ભસીન, કરણ કુન્દ્રા-તેજશ્વી જેવા સેલિબ્રિટી યુગલોનો પણ માર્ગદર્શક તરીકે બિગ બોસ 17માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

બિગ બોસ OTT 2 ના સ્પર્ધકો પણ સામેલ થઈ શકે છે

બિગ બોસ 17માં ‘ બિગ બોસ ઓટીટી સિઝન 2’ના કેટલાક સ્પર્ધકો પણ સામેલ થઈ શકે છે . આ શોમાં મનીષા રાની, જિયા શંકર, અવિનાશ સચદેવ જેવા ઘણા પૂર્વ સ્પર્ધકો જોવા મળી શકે છે. આ બધા સિવાય જેનિફર વિંગેટ, મોહસિન ખાન, સુરભી જ્યોતિ, અંજલિ અરોરા, ઈસ્માઈલ દરબારના પુત્ર અવેઝ દરબાર, બસીર અલી અને કેટ ક્રિસ્ટન જેવી ઘણી સેલિબ્રિટીના નામ સિંગલ તરીકે ચર્ચાઈ રહ્યા છે.

આ પણ વાંચો : પઠાણની રાહ પર ગદર 2, રક્ષાબંધન પર સની દેઓલની ફિલ્મને લઈને મેકર્સે કરી મોટી જાહેરાત

એલ્વિશ અને અભિષેકે આ શો કર્યા હતા રિજેક્ટ

બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધકો એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન વિશે વાત કરીએ તો, આ બંને પાસે હાલમાં ‘લોક અપ’ અને ‘બિગ બોસ 17’ જેવા બે મોટા શોની ઑફર છે, જો કે તેઓ ફરી એકવાર રિયાલિટી શોનો ભાગ બનવા માંગશે ? , અથવા તેઓ બંને કન્ટેન્ટ ક્રિપ્ટીંગની દુનિયામાં પાછા જવાનું પસંદ કરશે? તે જોવું રસપ્રદ રહેશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">