AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પઠાણની રાહ પર ગદર 2, રક્ષાબંધન પર સની દેઓલની ફિલ્મને લઈને મેકર્સે કરી મોટી જાહેરાત

ગદર 2 (Gadar 2) બોક્સ ઓફિસ પર કમાણીના મામલામાં ધૂમ મચાવી રહી છે. રક્ષાબંધનના અવસર પર વધુ ઓડિયન્સને થિયેટરોમાં લાવવા માટે ફિલ્મના મેકર્સ હવે એક મોટી ઓફર લઈને આવ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ વખતે પણ આ પ્રકારની ઓફર જાહેર કરવામાં આવી હતી. રક્ષાબંધનના અવસર પર સની દેઓલની ફિલ્મ માટે 'બાઈ 2 ગેટ 2'ની ઓફર જાહેર કરવામાં આવી છે.

પઠાણની રાહ પર ગદર 2, રક્ષાબંધન પર સની દેઓલની ફિલ્મને લઈને મેકર્સે કરી મોટી જાહેરાત
Gadar 2Image Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 5:41 PM
Share

Gadar 2 : તારા સિંહ અને સકીના બનીને સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha patel) સ્ક્રીન પર કમાણીના મામલે ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. પહેલા જ દિવસથી ફિલ્મે બમ્પર કમાણી શરૂ કરી છે અને માત્ર 18 દિવસમાં જ ફિલ્મે 460.65 કરોડની કમાણી કરી લીધી છે. પરંતુ ત્રીજા સોમવારે કમાણી થોડી સ્લો રહી, પરંતુ હવે મેકર્સ તેની કમાણી વધારવાની વ્યવસ્થા કરી છે.

ગદર 2 ને 500 કરોડની ક્લબમાં સામેલ થવા માટે લગભગ 40 કરોડથી વધુની કમાણી કરવી પડશે, પરંતુ ધીમી ગતિએ આ આંકડાને સ્પર્શ કરવો થોડો મુશ્કેલ હશે. આ દરમિયાન મેકર્સ એક મોટી ઓફર લઈને આવ્યા છે. રક્ષાબંધનના અવસર પર સની દેઓલની ફિલ્મ માટે ‘બાઈ 2 ગેટ 2’ની ઓફર જાહેર કરવામાં આવી છે. એટલે કે જો તમે આ ફિલ્મ માટે બે ટિકિટ ખરીદો છો, તો તમને બે ટિકિટ ફ્રીમાં મળશે.

અહીં જુઓ ઓફર પોસ્ટર

(PC: Sunny Deol Instagram) 

આ ઓફર માટે એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે કે, ‘આ રક્ષાબંધન તમારા આખા પરિવાર સાથે ઉજવો.’ તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ ફિલ્મ માટે આવી ઓફર આવી હોય, પરંતુ આ વર્ષે મેકર્સે શાહરૂખ ખાનની પઠાણ માટે પણ આવી ઓફર કરી હતી. તે ઓફરના કારણે ફિલ્મની કમાણીમાં વધારો થયો અને ફાયદો થયો હતો. પઠાણે ભારતીય બોક્સ ઓફિસ પર 543 કરોડની કમાણી કરી હતી, જ્યારે દુનિયાભરમાં આંકડો 1000 કરોડને પાર કરી ગયો હતો.

આ પણ વાંચો: દીપિકાથી લઈને આલિયા સુધી, આ છે માનેલા ભાઈ-બહેનો, દર વર્ષે મનાવે છે રક્ષાબંધન

ગદરની જેમ ગદર 2નું ડાયરેક્શન પણ અનિલ શર્માએ કર્યું છે. સની દેઓલ, અમીષા પટેલ સિવાય ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌરની જોડી પણ જોવા મળી છે. પહેલા પાર્ટમાં દિવંગત એક્ટર અમરીશ પુરી વિલનના રોલમાં હતા, જ્યારે મનીષ વાધવા આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળે છે. આ પહેલા તે પઠાણમાં પણ જોવા મળ્યો હતો. બોક્સ ઓફિસ પર ફિલ્મ ગદર 2નો ક્લેશ અક્ષય કુમારની OMG 2 સાથે થયો હતો, પરંતુ સની દેઓલની ફિલ્મ ઓએમજીને માત આપી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">