AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત

બિગ બોસ 15 (Bigg Boss 15)માં રાકેશ બાપટ (Raqesh Bapat)ની એન્ટ્રી બાદ શમિતા શેટ્ટી (Shamita Shetty) ખૂબ જ ખુશ છે. તે રાકેશને ખૂબ મિસ કરતી હતી. હવે વિશાલે તેમના સંબંધોની મજાક ઉડાવી છે.

Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત
Bigg Boss 15
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:03 PM
Share

રાકેશ બાપટ (Raqesh Bapat) અને નેહા ભસીન (Neha Bhasin) બિગ બોસ 15 (Bigg Boss 15) માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે દાખલ થયા છે. શોમાં રાકેશના આવવાથી શમિતા શેટ્ટી (Shamita Shetty) ઘણી ખુશ થઈ ગઈ છે. બિગ બોસ ઓટીટીમાં બનેલી આ જોડી ફરી એકવાર સાથે આવીને ઘણી ખુશ છે. વિશાલ કોટિયાને (Vishal Kotian) રાકેશ અને શમિતાના સંબંધોની મજાક ઉડાવી છે. જે બાદ રાકેશની પૂર્વ પત્ની રિદ્ધિ ડોગરા (Ridhi Dogra)એ ખરુ ખોટુ સંભળાવ્યું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં વિશાલ અન્ય સ્પર્ધકો કરણ કુન્દ્રા (Karan Kundrra), તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash), ઉમર રિયાઝ (Umar Riaz) સાથે બેસીને શમિતા અને રાકેશના સંબંધોની મજાક ઉડાવી રહ્યા છે. જે બાદ રિદ્ધિ ડોગરાએ ટ્વીટ કરીને ત્રણેયને શોમાંથી હટાવવાની માંગ કરી છે.

રિદ્ધિ ડોગરાએ લીધી એક્સ હસબન્ડની સાઈડ

રિદ્ધિએ આ વીડિયોને ટ્વિટ કરીને લખ્યું- અહીં કેટલાક લોકો છે જેઓ લોકોની પાછળ તેમના વિશે બકવાસ વાતો કરી રહ્યા છે અને તેને ફની કહીને સમજાવી રહ્યા છે. પ્રેક્ષકો શું તમે આ રીતે મજાક ઉડાવવાનું પસંદ કરશો? જો નહીં, તો આ લોકોને બહાર ફેંકી દો.

વીડિયોમાં વિશાલે કહી આ વાત

વીડિયોમાં વિશાલ કહે છે કે રાકેશે મોટો હાથ માર્યો છે ભાઈ. સીધી શિલ્પા શેટ્ટીની બહેનને પટાવી લીધી છે. હવે શું છે તેના દમ પર આ શોમાંથી આ શો કરતો રહે છે. તેનું ચાલતું રહેશે. એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં રાકેશે રિદ્ધિને તેના અને શમિતા વચ્ચેના સંબંધોને મંજૂરી આપવા વિશે વાત કરી હતી.

તેણે કહ્યું કે જો હું કોઈની સાથે હોઉં તો તે ખૂબ જ ખુશ થશે અને જો તેને કોઈ ખાસ મળશે તો હું ખુશ થઈશ. કારણ કે અંતે, આપણે બે અલગ અલગ વ્યક્તિઓ છીએ. અમે બે પરિપક્વ લોકો છીએ અને અમે અત્યાર સુધી જે પણ નિર્ણયો લીધા છે તે અમારા પોતાના હતા.

અમે તેને પરિપક્વતાથી સંભાળ્યું અને અમે તેમાંથી બહાર આવ્યા. બિગ બોસ 15ની વાત કરીએ તો શમિતા શેટ્ટી VIP ઝોનમાં પોતાનું સ્થાન બનાવી શકી નથી. ઉમર રિયાઝની સાથે તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રા અને નિશાંત ભટ્ટે VIP ઝોનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

આ પણ વાંચો :- વિક્કી કૌશલ-સારા અલી ખાનને સાથે જોઈ ફોટોગ્રાફરે પૂછ્યું, “ક્યારે લગ્ન કરી રહ્યા છો?” Videoમાં જુઓ સારાએ શું આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો :- Priyanka Chopraએ ઈન્ટરવ્યુમાં બધાની સામે કહ્યું, “મારો પતિ મને મારી નાખશે”

Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">