Bigg Boss 15 : શહનાઝ ગિલ ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને વિશેષ શ્રદ્ધાંજલિ આપશે, આવી છે ખાસ તૈયારી

બિગ બોસ (Bigg Boss 15) ફિનાલે કલર્સ ટીવી અને વુટ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. આમાં ઘણા મોટા સેલેબ્સ પણ ભાગ લેશે. બિગ બોસ 15નો વિજેતા કોણ હશે તે તો આવતીકાલે જ ખબર પડશે, પરંતુ દરેકની નજર શહનાઝ(Shehnaaz Gill)ના આ ખાસ પરફોર્મન્સ પર ટકેલી છે.

Bigg Boss 15 : શહનાઝ ગિલ ગ્રાન્ડ ફિનાલેમાં સિદ્ધાર્થ શુક્લાને વિશેષ શ્રદ્ધાંજલિ આપશે, આવી છે ખાસ તૈયારી
Shahnaz Gill to pay special tribute to Siddharth Shukla (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 11:17 AM

Bigg Boss 15 : શહનાઝ ગિલ (Shehnaaz Gill)અને સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)વચ્ચેનું બોન્ડિંગ દરેક લોકોને પસંદ હતુ. દરેક લોકો આ કપલના દિવાના હતા. બિગ બોસથી શરૂ થયેલી તેમની લવ સ્ટોરી શોની બહાર પણ ચાલુ હતી પરંતુ સિદ્ધાર્થ શુક્લાના અકાળ અવસાન પછી આ જોડી તુટી ગઈ હતી. તેમ છતાં શહનાઝ સિદ્ધાર્થને ભૂલી નથી. તેણે ગયા વર્ષે સિદ્ધાર્થ માટે એક ગીત રજૂ કર્યું હતું અને હવે તે બોગ બોસના સ્ટેજ પર તે જ ગીત પર પરફોર્મ કરશે. આ સાથે તે સિદ્ધાર્થ શુક્લાને વિશેષ શ્રદ્ધાંજલિ પણ આપશે. કલર્સે તેના સોશિયલ મીડિયા (Social media)પર એક પ્રોમો વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. આ (Bigg Boss 15) ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં દરેક લોકો ભાવુક થવાના છે. તેનો પ્રોમો વીડિયો જોઈને ચાહકો ઉત્સાહિત છે.

ફિનાલેમાં શહનાઝનું સ્પેશિયલ પર્ફોર્મન્સ જોવા મળશે

કલર્સ ટીવીના ઈન્સ્ટાગ્રામ પર પ્રોમો વીડિયો શેર કરીને આ જાણકારી આપવામાં આવી છે. આ પહેલા પણ શહનાઝે આ ગીત દ્વારા યુટ્યુબ પર ટ્રિબ્યુટ આપી હતી. આ વીડિયોને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ વીડિયોએ દરેકને ભાવુક કરી દીધા હતા. દરેકને ફરી એકવાર આ જોડીની બોન્ડિંગ અનુભવવાનો મોકો મળ્યો. સિદ્ધાર્થ ટીવી જગતનો મોટો સ્ટાર હતો અને સાથે જ તે બોલિવૂડ (Bollywood)માં પણ પોતાની ઓળખ બનાવી રહ્યો હતો. તેણે વરુણ ધવન અને આલિયા ભટ્ટ સાથે ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં કામ કર્યું હતું. જેમાં તેના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

બિગ બોસ 13માં sid-naazની જોડી જોવા મળી હતી

આ શો બિગ બોસ દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી બની હતી. બંને એકબીજાની નજીક હતા. આ શો દરમિયાન બંને વચ્ચેની કેમેસ્ટ્રી તેની સૌથી મોટી હાઈપ હતી. શો પછી પણ બંને એકબીજાની નજીક રહ્યા કારણ કે એવા અહેવાલ હતા કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ અચાનક સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું. sid-naazની જોડી અલગ થઈ ગઈ. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમની ઉંમર માત્ર 40 વર્ષની હતી. આ જોડી બિગ બોસ 13 (Bigg Boss 13)માં જોવા મળી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આવતીકાલે, બિગ બોસ ફિનાલે કલર્સ ટીવી (Colors TV) અને વુટ પર ટેલિકાસ્ટ થશે. આમાં ઘણા મોટા સેલેબ્સ પણ ભાગ લેશે. બિગ બોસ 15નો વિજેતા કોણ હશે તે તો આવતીકાલે જ ખબર પડશે પરંતુ તમામની નજર શહનાઝના આ ખાસ પરફોર્મન્સ પર ટકેલી છે.

આ પણ વાંચો-Naagin 6: એકતા કપૂરના સુપર નેચરલ શોમાં અદા ખાનની ફરીથી એન્ટ્રી, ‘નાગિન’ બનીને ફેન્સને કરશે થ્રિલ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">