B’day Spl: પહેલા પતિથી છૂટાછેડા, ત્યારબાદ આશુતોષ રાણા સાથે રેણુકા શહાણેએ કર્યા લગ્ન
બોલિવૂડ અભિનેત્રી રેણુકા શહાણેનો આજે જન્મદિવસ (Happy Birthday Renuka) છે. સલમાન ખાન (Salman Khan)ની 'હમ આપકે હૈ કૌન'માં સલમાનની ભાભી તરીકે રેણુકા શહાણેના ખૂબ વખાણ થયા હતા.

બોલિવૂડ અભિનેત્રી રેણુકા શહાણેનો આજે જન્મદિવસ (Happy Birthday Renuka) છે. સલમાન ખાન (Salman Khan)ની ‘હમ આપકે હૈ કૌન’માં સલમાનની ભાભી તરીકે રેણુકા શહાણેના ખૂબ વખાણ થયા હતા. આવી સ્થિતિમાં જ્યારે પણ તેમનું નામ આવે છે, ત્યારે લોકોને સલમાનની ‘ભાભી’નો ચહેરો યાદ આવે છે. રેણુકા શહાણેએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી અને મરાઠીની સાથે બોલીવુડમાં પણ એક જાણીતું નામ છે. તાજેતરમાં, રેણુકા શહાણેએ દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો છે.
રેણુકા શહાણેની ગણતરી બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં થાય છે. આ સિવાય પોતાની નિડર શૈલીથી હંમેશા લોકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. રેણુકા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તમામ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય પણ આપે છે. રેણુકાની પ્રોફેશનલ લાઈફની સાથે આશુતોષ રાણા સાથેની તેમની લવ સ્ટોરી પણ ખૂબ ચર્ચામાં રહે છે. કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં રેણુકાએ એકવાર ખુલીને તેમના અંગત જીવનની ચર્ચા કરી હતી.
શોમાં અભિનેત્રીએ આશુતોષ રાણા સાથેની તેમની લવ સ્ટોરી પણ જાહેર કરી હતી. જે તેમના ફેન્સ માટે આશ્ચર્યજનકથી ઓછી નથી. આશુતોષ રાણા રેણુકા શહાણેના જીવનમાં વિજય કેનકરે પછી આવ્યા અને આજે પણ તે બંને એક સાથે કાયમ છે. હા, આશુતોષ રાણા પહેલા રેણુકા શહાણે મરાઠી થિયેટર ડિરેક્ટર વિજય કેનકરે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા.
આ પછી, આશુતોષ રાણા રેણુકાના જીવનમાં આવ્યા. બંનેની લવ સ્ટોરી કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી નથી. જ્યારે આશુતોષ રાણા પ્રથમ નજરે રેણુકા શહાણેને દિલ આપી બેઠા હતા, ત્યાં જ રેણુકા માટે આશુતોષ જાણીતું નામ નહોતું. આશુતોષ રાણાએ તેમની પહેલી જ મીટિંગમાં રેણુકા શહાણેને કહ્યું હતું કે તેઓ તેમના કેટલા મોટા ચાહક છે. બંનેની મુલાકાત ફિલ્મ નિર્માતા હંસલ મહેતાની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી.
બંનેની પહેલી મીટિંગ કામ કરવા પૂરતી મર્યાદિત હતી, જો કે બંનેએ એક બીજાનાં નંબર એક્સચેન્જ કરી લીધા હતા. આશુતોષ રાણાએ રેણુકા શહાણેને દિવાળી પર અભિનંદન આપવા કોલ કર્યો હતો, પરંતુ તે બંને વચ્ચે વાત થઈ શકી ન હતી. બીજા જ દિવસે રેણુકાએ તેમને કોલ બેક કર્યો અને પછી કોલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. કયારે બંનેની મિનિટોની વાતો કલાકોમાં બદલાઈ ગઈ, તે બંનેને ખબર ન પડી. મહિનાઓ પછી, બંને ફરી મળ્યા અને આશુતોષ રાણાએ તેના મૂડથી રેણુકાને પ્રભાવિત કર્યા. 2001માં બંનેએ એકબીજાના હાથ પકડ્યા હતા અને લગ્ન કરી લીધા હતા અને હજી આજે પણ એકબીજાનો સારી રીતે સાથ નિભાવી રહ્યા છે.
આ પણ વાંચો: Shweta Tiwari ટ્રાન્સફોર્મેશન પછી ફલોન્ટ કર્યા એબ્સ, તસ્વીરો થઈ વાયરલ