Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : બજરંગી ભાઈજાનની મુન્નીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, હર્ષાલી મલ્હોત્રાનો આ અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો !

હર્ષાલી મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે સલમાન ખાનની ફિલ્મ વીરના ગીત સલામ આયાને લિપ-સિંક કરતો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

Video : બજરંગી ભાઈજાનની મુન્નીએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, હર્ષાલી મલ્હોત્રાનો આ અંદાજ જોઈને તમે પણ ચોંકી જશો !
Harshali Malhotra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 7:10 PM

Viral Video : શું તમને બજરંગી ભાઈજાન ફિલ્મની છોટી મુન્ની ઉર્ફે હર્ષાલી મલ્હોત્રા યાદ છે ? હર્ષાલી મલ્હોત્રાએ તાજેતરમાં તેનો 13મો જન્મદિવસ ઉજવ્યો. હર્ષાલી મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના ફેન્સ માટે કંઈકને કંઈક શેર કરતી રહે છે. તાજેતરમાં, તેણે સલમાન ખાનની ફિલ્મ વીરના (Veer Movie) ગીત સલામ આયાને લિપ-સિંક કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

હર્ષાલી મલ્હોત્રાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ઘરમાં અચાનક પોપટનું આવવું આપે છે ધનલાભના સંકેત? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 03-04-2025
સારા તેંડુલકરે મુંબઈની ટીમ ખરીદી
ક્યા 5 મેડિકલ ટેસ્ટ છે જે વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ ?
ડિલિવરી પછી પેટની ચરબી કેવી રીતે ઘટાડવી?
IPL 2025માં શ્રેયસ અય્યર એક કલાકમાં કેટલા પૈસા કમાઈ રહ્યો છે?

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હર્ષાલી મલ્હોત્રા સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ વીરના હિટ સોંગની લિપ-સિંક કરતી જોવા મળે છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને ઝરીન ખાન મુખ્ય ભૂમિકામાં હતા. વીડિયોને અત્યાર સુધીમાં 1,50,021 લાઈક્સ મળી છે અને 2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. યુઝર્સ મુન્નીનો અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

હર્ષાલી મલ્હોત્રા

હર્ષાલી મલ્હોત્રાએ સલમાન ખાનની બજરંગી ભાઈજાનથી (Bajrangi Bhaijaan) બાળ અભિનેત્રી તરીકે ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે મુન્ની નામની છોકરીની ભૂમિકા ભજવી હતી, જે બાદ તેણે ઘણી નામના મેળવી હતી. હર્ષાલી મલ્હોત્રાના ઈન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા (Social Media) પર અવાર નવાર બજરંગી ભાઈજાનના શૂટિંગ દરમિયાનની કેટલીક જૂની તસવીરો શેર કરતી રહે છે.

આ પણ વાંચો: Viral : આ યુવકે જબરદસ્તી તેના પિતાને કરાવ્યો ડાન્સ, ગુસ્સે થયેલા પિતાએ જે કર્યુ તે જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો: Viral Video : હિરોને હિરોપંતિ કરવી ભારે પડી ! રસ્તા પર ખતરનાક સ્ટંટ કરવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ

g clip-path="url(#clip0_868_265)">