Akshay Kumarને બચ્ચન પાંડે’ ના ચાલવાનું દુઃખ, કહ્યું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ મારી ફિલ્મ ડુબાડી

તાજેતરના એક કાર્યક્રમમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતા, નિર્દેશક ઉપરાંત ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો પણ સ્ટેજ પર હાજર હતા અને આ દરમિયાન અક્ષય કુમાર પણ હાજર રહ્યો હતો

Akshay Kumarને બચ્ચન પાંડે' ના ચાલવાનું દુઃખ, કહ્યું 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ મારી ફિલ્મ ડુબાડી
અક્ષય કુમારને બચ્ચન પાંડે' ના ચાલવાનું દુઃખ, કહ્યું 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ મારી ફિલ્મ ડૂબાડી Image Credit source: instagram photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 2:16 PM

Akshay Kumar : વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ ફિલ્મને પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ઘણા લોકો એવા છે જેઓ ફિલ્મના વખાણમાં કરી રહ્યા છે. પરંતુ હવે આ ફિલ્મને લગતા સમાચાર આવી રહ્યા છે કે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે આ ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે, પરંતુ શબ્દોમાં કહીએ તો તેણે વિવેક અગ્નિહોત્રીને પણ કહ્યું કે તેની ફિલ્મે (Bachchan Pandey)ની કમાણી પર મોટી અસર કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મે તેના બે અઠવાડિયા પૂરા કર્યા છે અને તેની કમાણીનો આંકડો જોઈએ તો તે 207 કરોડની ઉપર પહોંચી ગઈ છે, જ્યારે અક્ષય કુમારની ફિલ્મ ‘બચ્ચન પાંડે’ની હાલત સારી દેખાઈ રહી નથી. જેના વિશે અક્ષય પોતે પણ કબુલ કરી રહ્યો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અક્ષયે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના વખાણ કર્યા

તાજેતરના એક કાર્યક્રમમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્માતા, નિર્દેશક ઉપરાંત ફિલ્મ સાથે જોડાયેલા કલાકારો પણ સ્ટેજ પર હાજર હતા અને આ દરમિયાન અક્ષય કુમારે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. પોડિયમની સામે માઈક પર બોલતા, અક્ષય કુમારે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ વિશે કહ્યું કે, ‘જુઓ, આપણી પાસે દેશની વાર્તાઓ છે, કેટલીક જાણીતી છે, કેટલીક સાંભળી નથી.

જેમ વિવેકજીએ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવીને આપણા દેશનું એક ખૂબ જ દર્દનાક સત્ય રજૂ કર્યું છે. આ ફિલ્મ એક એવી લહેર તરીકે આવી જેણે આપણને બધાને સ્તબ્ધ કરી દીધા. બીજુ વાત એ પણ છે કે મારી ફિલ્મ પણ ડુબી ગઈ

મધ્યપ્રદેશની (Madhya Pradesh)રાજધાની ભોપાલમાં, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivraj Singh Chouhan) શુક્રવારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના દર્દ અને વેદનાને દર્શાવતી ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ ફિલ્મ બતાવી હતી. આ સાથે તેમણે શુક્રવારે કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં ‘નરસંહાર મ્યુઝિયમ’ સ્થાપવા માટે જમીન આપશે.

આ પણ વાંચો : Gujarat Assembly Election 2022 : શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા, ‘મિશન ગુજરાત’ વિશે થઈ ચર્ચા!

g clip-path="url(#clip0_868_265)">