AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : અવેજ દરબારે અમાલ મલિકની ખોલી પોલ, કહ્યું – એ મારી પાસે કામ માંગવા આવ્યો હતો…હું નહીં, જુઓ વીડિયો

Avej Darbar Interview: Avej Darbar Exclusive Interview:અવેજ દરબારે બિગ બોસ 19 ને તેના જીવનનો શ્રેષ્ઠ અનુભવ ગણાવ્યો. બિગ બોસ 19 તેનો પહેલો રિયાલિટી શો હતો. તેનો એકમાત્ર અફસોસ એ છે કે તે શોમાં વધુ સમય સુધી ટકી શક્યો નહીં અને તે અમલ-બસીર જેવા લોકોના સાચા સ્વભાવને ઓળખી શક્યો નહીં.

Bigg Boss : અવેજ દરબારે અમાલ મલિકની ખોલી પોલ, કહ્યું - એ મારી પાસે કામ માંગવા આવ્યો હતો...હું નહીં, જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2025 | 6:32 PM
Share

Avej Darbar Exclusive Interview: બિગ બોસ 19 માંથી બહાર થયા પછી, અવેજ દરબારે ગાયક અમલ મલિક પર સીધો હુમલો કર્યો છે. શો દરમિયાન, અમલે ડાન્સર- ઈન્ફ્લુઅસર અવેજના ફોલોઅર્સ અને કમાણી પર સવાલ ઉઠાવ્યા હતા, અને દાવો કર્યો હતો કે તેણે અવેજને કામ આપ્યું છે. TV9 સાથે તાજેતરમાં એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં, અવજે અમલના બધા દાવાઓને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે અમલે મને સોશિયલ મીડિયા થકી કામ બાબતે વારંવાર સહયોગ કરવા વિનંતી કરી હતી.

અવેજ દરબારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે સમજી શકતો નથી કે એક મિત્ર અચાનક દુશ્મન કેવી રીતે બની ગયો અને તેના પર આટલી બધી નફરત કેમ ફેલાવી દીધી. તેણે કહ્યું, “હું અને અમાલ સારા મિત્ર છીએ, હું તેને ભાઈ કહેતો હતો. પણ મને સમજાતું નથી કે તે મારો દુશ્મન કેવી રીતે બની ગયો. તેને મારી કમાણી અને કામના ચાર્જ વિશે વાત કરવાનો શું અધિકાર છે? તેણે બિગ બોસના ઘરમાં મારી સાથે જે પણ કર્યું તે પછી, મને હવે સારુ કામ મળી રહ્યું છે. પણ હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું ક્યારેય અમાલ પાસે કામ માંગવા ગયો ન હતો; તે મારી સાથે કામ કરવા માંગતો હતો.”

અમાલ એક વર્ષ આવેજના જવાબની રાહ જોતો રહ્યો

આવેજે આગળ કહ્યું, “અમાલે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો, પણ મેં તેને જોયો નહીં. મેં લગભગ એક વર્ષ સુધી તેના મેસેજનો જવાબ પણ આપ્યો નહોતો. તેથી એવું નહોતું કે હું તેની સાથે કામ કરવા માટે ઉત્સુક ન હતો. એક વર્ષ પછી જ્યારે તેણે મારી સ્ટોરી પર ટિપ્પણી કરી, ત્યારે મેં તેને રીપ્લાય આપ્યો. તે સમયે, મેં એક વર્ષ પહેલાના અમાલના બધા મેસેજ જોયા. જેમાં તેણે મારી સાથે કામ કરવા માંગતો હોવાનું કહ્યું છે. હું તે સાબિત કરી શકું છું; મારી પાસે તે ચેટ્સ પણ છે.” અવેજે વધુમાં ઉમેર્યું, “અમારા સંબંધો હંમેશા વ્યાવસાયિક રહ્યા છે, અને મારું કામ પહેલાથી જ સારું ચાલી રહ્યું છે. મને લાગે છે કે તેને લોકોને નીચા બતાવવાની આદત છે. તે બસ આવો જ છે. પરંતુ હવે એક વાત ચોક્કસ છે કે હું અમાલ મલિક સાથે ફરી ક્યારેય કામ નહીં કરુ.”

શો કરવાનો કોઈ અફસોસ નથી

જોકે, અવેજને બિગ બોસનો શો છોડવાનો કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે આ શોએ તેને સારા મિત્રો અને દુનિયાનું સત્ય જોવાની તક આપી. તેણે સ્વીકાર્યું કે જો તે શોમાં ના આવ્યો હોત, તો તેને ક્યારેય ખબર ન હોત કે અમાલ જેવા લોકો આ દુનિયામાં અસ્તિત્વમાં છે.

બિગ બોસ 19ને લગતા રોજબરોજના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો. 

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">