આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમની રિલેશનશિપમાં ઉઠાવ્યું એક મોટું પગલું, ચાહકોએ આપી પ્રતિક્રિયા

તાજેતરમાં કેએલ રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટીએ સાથે રહેવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેએ મુંબઈ સ્થિત બાંદ્રામાં સુંદર 4 BHK એપાર્ટમેન્ટ હમણાં લીધું છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે તેમની રિલેશનશિપમાં ઉઠાવ્યું એક મોટું પગલું, ચાહકોએ આપી પ્રતિક્રિયા
KL Rahul & Athiya Shetty (File Photo)
TV9 GUJARATI

| Edited By: Jalkruti Mehta

Apr 22, 2022 | 7:51 PM

ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) અને અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya Shetty) આ દિવસોમાં પોતાના સંબંધોને (Athiya Shetty Relationship) લઈને સતત ચર્ચામાં છે. અત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાવાના છે. તાજેતરમાં, આ ટ્રેન્ડિંગ સ્ટાર કપલ વિશે એક નવું અપડેટ સામે આવ્યું છે, જે સાંભળીને તેમના ચાહકો પણ ખૂબ જ ખુશ જણાઈ રહયા છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને લગભગ 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

જો કે, હવે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કરી લીધો છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના સુંદર સંબંધોની પ્રેમ ભરેલી ક્ષણો શેર કરે છે. આ સાથે હવે આ સ્ટાર કપલ પોતાના સંબંધોને એક નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેએ મુંબઈમાં એક લક્ઝુરિયસ 4 BHK એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું છે. આ એપાર્ટમેન્ટ દરિયા કિનારે છે. આ સી-ફેસિંગ 4 BHK એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 8મા માળે છે. તેઓ બંનેએ આ લકઝરીયસ ઘરમાં થોડો સમય સાથે રહેવાનું નક્કી કર્યું છે.

આ 4 BHK ઘરનું ભાડું લાખો રૂપિયામાં છે

પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર, આથિયા અને કેએલ રાહુલે બાંદ્રાના કાર્ટર રોડ પર એક ઘર ભાડે લીધું છે. તમે આ ઘરના ભાડાનો અંદાજ તેની સુંદરતા પરથી લગાવી શકો છો. તેમના એક મહિનાના આ ઘરનું ભાડું 10 લાખ રૂપિયા છે. મળતા સમાચાર અનુસાર, આ કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્ન પણ કરી શકે છે.

જો કે, આથિયાના નજીકના મિત્રોનું કહેવું છે કે, હજુ સુધી તેમના લગ્નની કોઈ યોજના નથી. બંને અત્યારે પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ વ્યસ્ત છે.

આ સ્ટાર કપલ 3 વર્ષથી સાથે છે

અભિનેત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 3 વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓએ 1 વર્ષ પહેલા જ તેમના સંબંધોનો જાહેરમાં સૌપ્રથમ વખત ખુલાસો કર્યો હતો. કેએલ રાહુલ પણ ગયા વર્ષે અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ ‘તડપ’ની સ્ક્રીનિંગમાં શેટ્ટી પરિવાર સાથે જોવા મળ્યો હતો.

આ પણ વાંચો – લગ્નની આ રસમ માટે રણબીર કપુરને ચુકવવા પડ્યા હતા લાખો રૂપિયા, જાણો અહીંયા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati