Gujarati NewsEntertainmentRanbir Kapoor had to pay millions of rupees for this wedding ceremony, find out here
લગ્નની આ રસમ માટે રણબીર કપુરને ચુકવવા પડ્યા હતા લાખો રૂપિયા, જાણો અહીંયા
આલિયાની મિત્ર તાન્યા સાહા ગુપ્તાએ આ ભવ્ય લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. આમાંના એક ફોટોમાં રણબીર (Ranbir Kapoor) કાગળ લઈને જોવા મળી રહ્યો છે. આ વાયરલ થયેલા ફોટોમાં એક રકમ વાંચીને ચાહકોને ખુબ આંચકો લાગી રહ્યો છે.
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્ન આ વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક છે. સોશિયલ મીડિયા પર દરરોજ આ લગ્નની એક નવી તસવીર વાયરલ થઈ રહી છે, જેના પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ, તાજેતરમાં એક એવી તસવીર સામે આવી છે કે જેણે ચાહકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. તે આલિયાના બેસ્ટીઝ સાથે રણબીરની એક તસવીર છે, જેમાં રણબીર આલિયાના મિત્રો દ્વારા લખેલી નોટ (Viral Photos) સાથે પોઝ આપી રહ્યો છે. રણબીર કપૂરે તેની સિસ્ટર ઈન લો માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે.
તાજેતરમાં, આલિયાની મિત્ર તાન્યા સાહા ગુપ્તાએ લગ્નની ઘણી તસવીરો શેર કરી છે. આમાંના એક ફોટોમાં રણબીર કાગળ લઈને જતો જોવા મળી રહ્યો છે. તેના પર એક શપથ લખવામાં આવ્યું છે, આ શપથ તેમને વર-વધૂએ એટલે કે ‘રણાલિયા’ લેવડાવ્યુ હતું. જે જૂતાની બદલી માટેની કિંમત હતી. આ તસવીર પર ચાહકો પણ ખૂબ જ ફની રિએક્શન આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ રણબીરને સૌથી શ્રેષ્ઠ અને સૌથી અમીર જીજુ કહી રહ્યા છે.
તો કેટલાક યુઝર્સ રણબીરને દિલવાલા કહી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રણબીરે આલિયા ભટ્ટની તમામ બહેનોને ‘જૂતા ચોરવાની પ્રથા’ માટે 12 લાખ રૂપિયા આપ્યા છે. રણબીર આલિયાના લગ્નમાં અભિનેત્રીના તમામ મિત્રોએ પણ તેમના સાળા રણબીર અને આલિયા સાથે ખૂબ જ મસ્તી કરી હતી. જેની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ગત તા. 14 એપ્રિલે લગ્ન કર્યા હતા. જેમાં તેમના પરિવાર સાથે કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. જ્યાં આજે ઘણા સેલેબ્સ ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે, ત્યારે આ સ્ટાર કપલે માત્ર પરિવારના લોકો વચ્ચે તેમના ઘરે સાત ફેરા લીધા. લગ્ન પછી, સ્ટાર કપલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો માટે ઘરે એક નાનકડી રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ શાનદાર ઇવનિંગ પાર્ટીમાં ઘણા લોકપ્રિય સ્ટાર્સે ભાગ લીધો હતો.
જો કે, વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર હવે તેની પત્ની આલિયા ભટ્ટ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ સિવાય રણબીર ફિલ્મ શમશેરામાં પણ લીડ રોલમાં જોવા મળશે. રણબીર સંદીપ વાંગાની એનિમલ અને લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મમાં પણ જોવા મળશે.
રણબીર લગ્ન પછી તરત જ કામ પર પાછો ફર્યો છે. તાજેતરમાં, રણબીર મુંબઈના એક પ્રોડક્શન હાઉસની બહાર જોવા મળ્યો હતો. આ સાથે આલિયા પણ તેની અપકમિંગ ફિલ્મ ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’ના શૂટિંગ માટે રવાના થઈ ચુકી છે.