Aryan Drugs Case : સેમ ડિસૂઝાની વધી મુશ્કેલી, બોમ્બે હાઈકોર્ટે ધરપકડ પુર્વની જામીન અરજી ફગાવી
સેમના વકીલે કોર્ટને કહ્યું કે, સેમ આ કેસમાં આરોપી નથી. આ સ્થિતિમાં સેમના જામીન મંજૂર કરવા જોઈએ. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે સેમને હાઈકોર્ટમાં આવતા પહેલા સેશન્સ કોર્ટમાં જવું જોઈતું હતું.
Aryan Drugs Case: આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં સેમ ડિસૂઝાની (Sam D’Souza) મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની અને પંચ સાક્ષી કિરણ ગોસાવી વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવનાર સેમ ડિસૂઝાની ધરપકડ પહેલા જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવી છે.
આર્યન ડ્રગ્સ કેસમાં ગોસાવી પર આરોપ છે કે તેણે આર્યન ખાનનો (Aryan Khan) કેસ દબાવવા માટે પૂજા ડડલાની સાથે 18 કરોડની ડીલ કરી હતી અને 50 લાખની ટોકન મની લીધી હતી. આ બંને વચ્ચે મધ્યસ્થી કરનાર સેમ ડિસૂઝા હતો. ત્યારે આ કેસમાં ધરપકડ પહેલા જામીન મેળવવા માટે સેમે હાઈકોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટમાં ગયા વગર સીધી હાઈકોર્ટમાં અરજી કરી હોવાને કારણે આ અરજી ફગાવી દેવામાં આવી છે.
સેમે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી
ધરપકડ પહેલા જામીન મેળવવા માટે સેમના વકીલે કોર્ટને (Bombay High Court) કહ્યું કે, સેમ આ કેસમાં આરોપી નથી. આ સ્થિતિમાં સેમના જામીન મંજૂર કરવા જોઈએ. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે સેમ હાઈકોર્ટમાં આવતા પહેલા સેશન્સ કોર્ટમાં જવું જોઈતું હતું. ઉલ્લેખનીય છે કે, સેમ ડિસૂઝા વતી એડવોકેટ અરુણ રાજપૂતે દલીલો રજૂ કરી હતી.
ગોસાવી અને શહરુખના મેનેજર વચ્ચે સેમ ડિસૂઝા મધ્યસ્થી
થોડા દિવસો પહેલા, પ્રભાકર સાઈલે, જે કે.પી. ગોસાવીના બોડીગાર્ડ હતા, તેણે દાવો કર્યો હતો કે ગોસાવી અને સેમ ડિસૂઝા વચ્ચેની વાતચીત તેણે સાંભળી હતી. ગોસાવી આર્યન ખાન કેસને દબાવવા માટે સેમને 25 કરોડની ડીલ કરવા કહેતો હતો. ત્યારબાદ ગોસાવીએ આ ડીલ 18 કરોડમાં નક્કી કરવાનું કહ્યું. ગોસાવીએ સેમને શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની સાથે આ ડીલ કરવા કહ્યું. પ્રભાકરે ગોસાવીને ફોન પર કહેતા સાંભળ્યા હતા કે 18 કરોડમાંથી તેણે 8 કરોડ સમીર વાનખેડેને આપવા પડશે.
સેમ ડિસૂઝાએ ચોંકાવનારા ખુલાસા કર્યા
જ્યારે બીજી તરફ સેમ ડિસૂઝાનું કહેવુ છે કે, આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યુ નથી. તેમજ કિરણ ગોસાવી એક ફ્રોડ કરનાર માણસ હોવાનુ જણાવ્યુ હતુ. તે આર્યન ખાનને બચાવવાના નામે શાહરૂખ ખાનના (Shahrukh Khan) મેનેજર પાસેથી પૈસા પડાવી રહ્યો હતો. તેણે એ પણ જણાવ્યું કે તેણે સમીર વાનખેડેના નામે પ્રભાકર સાઈલનો નંબર સેવ કર્યો હતો. જેથી ડીલ કરતી વખતે એવું લાગે છે કે તે NCB અધિકારી સમીર વાનખેડેના સતત સંપર્કમાં છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઘટી રહી છે કોરોનાની મહામારી,19 જિલ્લામાં 50થી ઓછા કેસ