Aryan Khan Drug Case: અનન્યા પાંડે પૂછપરછ માટે NCB ઓફિસ ન પહોંચી, જલ્દી આગામી સમન્સ જારી કરવામાં આવશે

એનસીબીએ તેને સમન્સ મોકલીને સવારે 11 વાગ્યે બોલાવી હતી. અનન્યાની ગેરહાજરીને કારણે NCBએ આજની તપાસ મોકૂફ રાખી છે. આગળનું સમન્સ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં અનન્યાની બે વખત પૂછપરછ થઈ ચૂકી છે.

Aryan Khan Drug Case: અનન્યા પાંડે પૂછપરછ માટે NCB ઓફિસ ન પહોંચી, જલ્દી આગામી સમન્સ જારી કરવામાં આવશે
Aryan Khan, Ananya Panday
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 6:15 PM

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) પૂછપરછ માટે આજે (સોમવાર, 25 ઓક્ટોબર) અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) NCB ઓફિસ પહોંચી ન હતી. NCBએ તેને સવારે 11 વાગ્યે સમન્સ મોકલીને બોલાવી હતી. અનન્યાની ગેરહાજરીને કારણે NCBએ આજની તપાસ મોકૂફ રાખી છે.

આગામી સમન્સ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં અનન્યાની બે વખત પૂછપરછ થઈ ચૂકી છે, પરંતુ એનસીબીએ તેને ત્રીજી વખત ફરીથી સમન્સ પાઠવ્યું છે. એનસીબીનો દાવો છે કે તેમને અનન્યા અને આર્યન વચ્ચે ડ્રગ્સ ખરીદવા સંબંધિત વાતચીતના પુરાવા મળ્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જણાવી દઈએ કે અનન્યા પાંડે શુક્રવારે NCB ઓફિસ પહોંચી હતી, જ્યાં 4 કલાક સુધી તેની સાથે સવાલ-જવાબ થયા હતા. તે પહેલા ગુરુવારે પણ અનન્યાની બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનન્યાએ NCBને કહ્યું છે કે તેણે ક્યારેય કોઈ નશાનું સેવન કર્યું નથી.

આર્યન ખાન સાથે જે ચેટ કરવામાં આવી રહી હતી, તે રમુજી રીતે કરવામાં આવી હતી. એનસીબીએ આર્યન ખાન સાથેની ચેટ અંગે પૂછપરછના સંદર્ભમાં શુક્રવારે અનન્યા પાંડેનું નિવેદન નોંધ્યું હતું. ગુરુવારે એનસીબીની ટીમે અનન્યાના ઘરે દરોડા પાડ્યા હતા. આ પછી તેને સમન્સ જારી કરીને પૂછપરછ માટે તેમના કાર્યાલયે બોલાવી હતી.

અનન્યા અને આર્યન ખાનની ચેટમાં શું હતું?

NCB સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચેટમાં આર્યન તેની મિત્ર અનન્યાને પૂછે છે કે કોઈ જુગાડ થઈ શકે છે શું? આના જવાબમાં અનન્યા લખે છે કે – હું અરેન્જ કરી દઈશ. એવું માનવામાં આવે છે કે આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો હતો. આ અંગે અનન્યાએ તેના સ્પષ્ટીકરણમાં કહ્યું કે તે મજાક કરી રહી હતી અને તે જાણતી નથી કે વીડ શું હોય છે.

આ સમાચાર સામે આવ્યા બાદ અનન્યાની ટીપ પર આર્યન ખાનને ડ્રગ્સ આપનાર એક મોટી સેલિબ્રિટીના નોકરને NCBના અધિકારીઓએ મલાડ વિસ્તારમાંથી પકડી લીધો છે. તેની પૂછપરછમાં જે માહિતી બહાર આવશે, તેના આધારે સોમવારે અનન્યાની પણ પૂછપરછ કરવાના હતા. પરંતુ અનન્યા આજે NCB ઓફિસમાં ન આવવાને કારણે આગામી સમન્સ સુધી તપાસ મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :- Friends Again :દુશ્મની ભૂલી મિત્ર બન્યા સલમાન ખાન અને Sanjay Leela Bhansali, આ પ્રોજેક્ટ માટે આવી રહ્યા છે સાથે

આ પણ વાંચો :- એક ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી Shraddha Kapoorની હોટ સ્ટાઈલે બનાવી હેડલાઈન્સ, જુઓ અભિનેત્રીની તસ્વીરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">