Arvind Trivedi: રામાયણ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવી ‘લંકેશ’ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી વિશે જાણો

ગુજરાતી ફિલ્મ જગતને અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) અને ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi)ની જોડીએ પ્રાણ ફૂંક્યા હતા. ઢોલીવુડમાં પ્રાણ ફુંકનાર અરવિંદ ત્રિવેદી ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન રહ્યા હતા.

Arvind Trivedi: રામાયણ ધારાવાહિકમાં રાવણની ભૂમિકા ભજવી 'લંકેશ' તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદી વિશે જાણો
Arvind Trivedi-Lankesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 9:01 AM

રામાયણમાં લંકેશ (Lankesh) નુ પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) ના અવસાન સમાચાર થી કલા જગત શોકમાં ડૂબ્યો છે. અરવિંદ ત્રિવેદી 82 વર્ષની વયના હતા. તેઓ અભિનય સાથે જોડાયેલા હોઇ મુંબઇ સ્થિત થયા હતા. જ્યાં કાંદિવલીમાં તેઓ રહેતા હતા. મુંબઇ સ્થિત તેમના નિવાસ સ્થાને તેઓે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદી સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામના વતની હતા. જોકે તેમનો જન્મ મધ્ય પ્રદેશના ઇન્દોરમાં વર્ષ 1938માં 8 નવેમ્બરે થયો હતો. તેઓએ મુંબઇની ભવન્સ કોલેજથી અભ્યાસ મેળવ્યો હતો. વર્ષ1966 માં તેઓએ નલિની બેન સાથે લગ્ન કર્યા હતા. તેમના પરિવારમાં ત્રણ પુત્રીઓ છે.

300 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો

પ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ 300 કરતા વધુ હિન્હી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. તેઓએ રામાયણમાં રાવણના પાત્રની ભજવેલી ભૂમિકા એ તેમના જીવનને બદલી નાંખ્યુ હતુ. અભિનેતાના જીવમાં ધાર્મિકતાને રામાયણે વધારી દીધી હતી. તેઓએ રામાયણ પહેલા વિક્રમ અને વેતાળની ટીવી સિરીયલમાં કામ કર્યુ હતુ. જેમાં તેઓે યોગીના પાત્રનો રોલ કર્યો હતો. આ ઉપરાંત દેશ રે જોયા દાદા પરદેશ જોયા ફિલ્મમાં તેઓે અદ્ભૂત અભિનય કર્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વર્ષ 1971 માં પરાયા ધન હિન્દી ફિલ્મમાં કામ કર્યુ હતુ. જ્યારે આજ વર્ષે તેમની જેસલ તોરલ ફિલ્મે પણ ખૂબ જ આકર્ષણ જમાવ્યુ હતુ. 1973 માં તેઓએ કોમેડી ફિલ્મ આજ કી તાજા ખબરમાં ઇન્સપેક્ટરની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે કિરણ કુમારે પણ રોલ ભજવ્યો હતો. જે ફિલ્મમાં અસરાનીના અભિનયન ને 1974માં ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત નરસિંહ ભગતના તેમના પાત્રને પણ ખૂબ જ યાદગાર બનાવ્યુ હતુ.

રામ નવમીએ અચૂક ઇડર આવતા

અરવિંદ ત્રિવેદી વાર તહેવારે અને ખાસ રામનવમીએ અચૂક ઇડરમાં આવેલા તેમના અન્નપૂર્ણા બંગ્લો ખાતે આવીને રોકાતા હતા. તેઓ જન પ્રતિનિધી તરીકે લોકો સાથે સીધો પરિચય ધરાવતા હતા. સાથે જ ગુજરાતી અભિનેતા તરીકે લોકોના હ્દયમાં વસેલા હોવાને લઇ મોટી સંખ્યામાં તેઓને લોકો મળવા માટે આવતા હતા. તેમના ચાહકો માટે રામ નવમી એટલે લંકેશના પ્રેમાળ દર્શનની તીથી તરીકે યાદ રાખી તેમને મળવા જતા. જ્યાં તેમની સાથે લોકો રામ ની પૂજા ભક્તિમાં સવાર સાંજ જોડાતા હતા.

સાબરકાંઠાના સાંસદ રહ્યા

લંકેશ એટલે કે અરવિંદ ત્રિવેદી 1991 થી 1996 સુધી સાબરકાંઠાના સાંસદ સભ્ય તરીકે રહ્યા હતા. તેમજ ભારતીય સેન્સર બોર્ડના કાર્યકારી ચેરમેન પદે 2002ના વર્ષમાં રહ્યા હતા. તેઓે ના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ તરીકે જાણતા હતા. રામાયણમાં તેમના અટ્ટહાસ્યને લઇને તેઓ રાવણના પાત્ર તરીકે પંસદ કરવાાં આવ્યા હતા. તેઓએ તેમના અટ્ટ હાસ્ય વડે રાવણના તિરસ્કાર જનક પાત્રની ભૂમીકાના અભિનયને લઇ તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા હતા અને લોકોના મનમાં રાવણની છબીને અંકિત કરી હતી.

રામ જન્મોત્સવની ઉત્સાહ ભેર ઉજવણી કરતા હતા.

લંકેશ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદી રામ ભક્ત હતા. તેઓ સતત રામની ભક્તિમાં લીન રહેતા હતા. તેમના ઇડર સ્થિત નિવાસ સ્થાને તેઓના ઘરમાં જ ભગવાન શ્રી રામની સાડા ચાર ફુંટ ઉંચી રામજીની પ્રતિમા પૂજ્ય મોરારી બાપુના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. જેની તેઓ નિયમીત પૂજા અર્ચના કરતા હતા.

અરવિંદ ત્રિવેદી રામજન્મોત્સવને પ્રતિવર્ષ અચુક ઉજવતા હતા. તેમના મિત્ર વર્તૂળ અને તેમની દિકરીઓ અને જમાઇઓની ઉપસ્થિતીમાં તેઓ રામનવમીની ઉજવણી કરતા હતા. ઇડરમાં તેઓ રામનવમીના દિવસે ઉપસ્થિત રહેતા અને રામની પૂજા અર્ચના કરતા હતા. તેમની આ પરંપરા નિયમીત રહી હતી. ઉંમરના કારણે નાદુરસ્ત તબિયત છતા તેઓ રામ જન્મોત્સવ ની ઉજવણી કરવા મુંબઇ થી અચૂક ઇડર આવી પહોંચતા હતા. તેઓ તાજેતરમાં પણ ઇડર સ્થિત તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રોકાણ કરવા માટે આવ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2021: આખરે ધોનીએ આઇપીએલ થી સન્યાસ લેવાનો આપી દીધો સંકેત, એ પણ બતાવ્યુ કઇ મેચ હશે અંતિમ

આ પણ વાંચોઃ Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">