અર્ચનાસિંઘના પતિ પરમીત છે સુખવીંદરથી નારાજ.. કહ્યું- કેમ મારી પત્નીને છેડી.. ?

અર્ચનાસિંઘના પતિ પરમીત છે સુખવીંદરથી નારાજ.. કહ્યું- કેમ મારી પત્નીને છેડી.. ?

કપિલ શર્મા શોમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના ધુરંધર સુખવિંદરસિંહ પહોંચ્યા હતાં. આ દરમ્યાન કિકુ શારદાએ કહ્યું કે અર્ચના પૂરણસિંઘના પતિ પરમીત શેઠી તેનાથી નારાજ છે. કપિલ શર્મા શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કિકુ શારદા, સુખવિંદર પર આરોપ લગવી રહ્યો છે. દરઅસલ, સુખવિંદર પહેલા પણ આ શોમાં આવી ચૂક્યો છે અને તે સમયે તેમણે અર્ચના પૂરણસિંહ […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 17, 2020 | 7:01 PM

કપિલ શર્મા શોમાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝના ધુરંધર સુખવિંદરસિંહ પહોંચ્યા હતાં. આ દરમ્યાન કિકુ શારદાએ કહ્યું કે અર્ચના પૂરણસિંઘના પતિ પરમીત શેઠી તેનાથી નારાજ છે. કપિલ શર્મા શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કિકુ શારદા, સુખવિંદર પર આરોપ લગવી રહ્યો છે. દરઅસલ, સુખવિંદર પહેલા પણ આ શોમાં આવી ચૂક્યો છે અને તે સમયે તેમણે અર્ચના પૂરણસિંહ સાથે ખૂબ ફ્લર્ટ કર્યુ હતું. હવે જ્યારે સુખવિંદર ફરીથી આવ્યો તો કિકુએ સિંગરને કહ્યું કે તેણે અર્ચનાને છેડ્યા બાદ એક્ટ્રેસના પતિ પરમીત શેઠી ચેનલથી લડી રહ્યાં છે.

કિકુએ કહ્યું કે “પહેલા જ્યારે સુખવિંદર આવ્યા તો તેમણે સુર તો છેડ્યા હતાં પણ સાથે જ અર્ચનાને પણ છેડી હતી.” આ બાદ કિકુ શારદાએ સુખવિંદરને કહ્યું કે “ સર અર્ચનાજીના પતિ હજુ સુધી ચેનલ સાથે ઝઘડો કરી રહ્યાં છે.” કપિલ બાદમાં પુછે છે ” શું એટલા માટે કે સર છેડતી કરીને ગયાં હતાં.?” કિકુ કહે છે કે ”ના એટલા માટે નહી કે ફક્ત છેડી, પણ, એટલા માટે કે સાથે ના લઈ ગયાં” બાદમાં કિકુ શારદાની વાત સાંભળીને સૌ જોર જોરથી હસવા લાગે છે.

અર્ચના પરમીતે ભાગીને કર્યા હતા લગ્ન.

કેટલાક દિવસો પહેલા કપિલ શર્મા શોમં અર્ચનાએ કહ્યું હતું કે તેમણે પરમીત સાથે ભાગીને લગ્ન કર્યા હતાં. અર્ચનાએ કહ્યું હતું કે પરમીતના પેરેન્ટસ અમારા લગ્નની વિરૂદ્ધમાં હતાં. તો અમે નક્કી કર્યું કે ભાગીને લગ્ન કરી લઈએ. પરમીતે પછી એક પંડિતજી સાથે વાત કરી અને કહ્યું કે અમારે લગ્ન કરવા છે. પંડિતજીએ પરમીતને પૂછ્યું હતું કે છોકરી બાલીક તો છે ને ?? તો પરમીતે કહ્યું હતું કે એ મારાથી વધુ બાલીક છે..

અર્ચનાએ આગળ કહ્યું હતું કે એ સમયે તે સૈફઅલી ખાનની ડેબ્યુ ફિલ્મમાં કામ કરી રહી હતી અને તેમણે કોઇને કહ્યું નહોતું કે તેઓ લગ્ન કરી રહ્યાં છે. ત્યાંસુધી કે લગ્નના દિવસે તેમના મેકઅપ આર્ટીસ્ટનો ફોન આવ્યો કે તમે શૂટીંગમાં ક્યારે આવશો.. બન્નેએ 4 વર્ષ સુધી તેમના લગ્ન છુપાવી રાખ્યાં હતાં. અર્ચનાએ કહ્યું કે તે સમયે સોશિયલ મિડિયા નહોતુ તો બધુ છુપાવવું ખૂબ સરળ હતું.

ઉલ્લેખનીય છે કે અર્ચના અને પરમીતે વર્ષ 1992માં લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તેઓ ફિલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેથી લાઈમ લાઈટમાં આવ્યાં હતાં. બન્નેને બે પુત્રો આર્યમાન અને આયુષ્યમાન છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati