Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત

Dadasaheb Phalke Award: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર Rajnikanthને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.

  • Tv9 Webdesk22
  • Published On - 11:07 AM, 1 Apr 2021
Dadasaheb Phalke Award: સાઉથનાં સુપરસ્ટાર Rajnikanthને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયતની જાહેરાત
Rajnikanth

Dadasaheb Phalke Award:  કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર Rajnikanthને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, રજનીકાંત છેલ્લા 5 દાયકાથી સિનેમા જગત પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતે દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

આપને જણાવી દઇએ કે રજનીકાંતનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. બાળપણમાં તેમમે આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. રજનીકાંતનું અસલીનામ શિવાજી રાવ ગાયકવાડ હતુ. આ જ શિવાજીરાવ આજે રજનીકાંત બન્યા છે. રજ્નીકાંત 5 વર્ષના હતા ત્યારે તેમની માતાનું મૃત્યુ થયુ હતું. માતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઇ. રજનીકાંત માટે ઘર ચલાવવું સરળ ન હતું. તેમણે ઘર ચલાવવા માટે કૂલીનુ કામ પણ કર્યુ

રજનીકાંત ફિલ્મોમાં આવ્યા તે પહેલા કંડકટરની નોકરી કરતા હતા. રજ્નીકાંતે તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાલચંદ્રની ફિલ્મ અપૂર્વા રાગનગાલમા એન્ટ્રી લીધી હતી. આ ફિલ્મમાં કમલ હાસન અને શ્રી વિધા પણ હતી. રજનીકાંતે પોતોના અભિનયની શરુઆત કન્ન઼ડ નાટકોથી કરી હતી. દુર્યોધનની ભૂમિકામાં રજનીકાંત ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા.