Amrish Puri Birth Anniversary: બે દાયકા સુધી વીમા એજન્ટ તરીકે નોકરી કરવી પડી હતી ‘મોગેમ્બો’ને

અમરીશ પુરીની ફિલ્મની કારકીર્દિની શરૂઆત વર્ષ 1967 માં મરાઠી ફિલ્મ 'શંતતું! કોર્ટ ચાલૂ આહે' થી થઇ હતી. આ બાદ તેમણે 1971 માં ફિલ્મ 'રેશ્મા ઔર શેરા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

Amrish Puri Birth Anniversary: બે દાયકા સુધી વીમા એજન્ટ તરીકે નોકરી કરવી પડી હતી 'મોગેમ્બો'ને
અમરીશ પુરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 12:27 PM

Amrish Puri Birthday: આજે પણ બોલીવુડના ફેમસ વિલનમાં જેમનું નામ આવે છે તેવા અમરીશ પુરીનો આજે જન્મદિન છે. તેમની જન્મ 22 જૂન 1932 માં જલંધર, પંજાબમાં થયો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા અમરીશ પુરીને ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી.

બોલિવૂડમાં અમરીશ પુરીનું નામ તેમના જોરદાર અવાજ તેમજ ઉત્તમ અભિનય માટે જાણીતું છે. તેમની ઉંચી કદકાઠી સાથે તેમનો ઉંચો અવાજ ફિલ્મોના વિલનના પાત્રોમાં જીવ પૂરી દેતા હતા. આ કારણે તેમનું નામ બોલિવૂડના સર્વશ્રેષ્ઠ વિલનની યાદીમાં પ્રથમ નંબરે આવે છે. અમરીશે બોલીવુડમાં ઘણી અદભૂત ફિલ્મો આપી છે, જેણે લોકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે, આજે તેમની જન્મતિથી નિમિતે જાણો કેટલીક ખાસ વાતો.

અમરીશ પુરીની ફિલ્મની કારકીર્દિની શરૂઆત વર્ષ 1967 માં મરાઠી ફિલ્મ ‘શંતતું! કોર્ટ ચાલૂ આહે’ થી થઇ હતી. આ બાદ તેમણે 1971 માં ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. અમરીશ પુરી બોલિવૂડમાં હીરો બનવાની ઇચ્છા ધરાવતા હતા પરંતુ તેમણે વિલન બનીને પોતાનું નામ અમર બનાવ્યું.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મિસ્ટર ઈન્ડિયા, દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે, ઘાતક, દામિની, કરણ-અર્જુન જેવી ઘણી ફિલ્મો આવી. આ ફિલ્મોમાં વિલનનો રોલ ભજવ્યો હોવા છતાં. અમરીશ પુરીની મોટા સુપરસ્ટારની ઓળખ પ્રાપ્ત થઇ. બહુ ઓછા લોકો જાણે છે કે બોલીવુડમાં જોડાતા પહેલા અમરીશ પુરીને જીવનના લગભગ બે દાયકા જેટલા સમય સુધી કોઈ વીમા કંપનીમાં નોકરી કરવી પડી હતી. તેમણે લાંબા સમય સુધી વીમા કંપનીમાં કર્મચારી તરીકે કામ કર્યું.

અમરીશ પુરી ભારતીય સિનેમાના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક હતા. લોકો મજબૂત સંવાદ માટે તેમને આજે પણ યાદ કરે છે. ફિલ્મોમાં તેમના ઘણા સંવાદો એવા છે કે લોકો તેમને આજે પણ યાદ કરે છે. ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ના ‘જવાની મેં અક્સર બ્રેક ફેઇલ હો જાયા કરતે હૈ’, ફિલ્મ નગીનાનો ‘આઓ કભી હવેલી પર’, ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મનો ડાયલોગ ‘મોગેમ્બો ખુશ હુઆ’ આજે પણ એટલા જ પ્રખ્યાત છે.

આ પણ વાંચો: દરજીની એક ભૂલ બની ગઈ ફેશન, અમિતાભ બચ્ચને જણાવ્યો ફિલ્મ દીવારનો રોચક કિસ્સો

આ પણ વાંચો: રામના નામે લૂંટ: રામજન્મ ભૂમિ ટ્રસ્ટના નામે આ લોકોએ કેવી રીતે કરી કરોડોની છેતરપિંડી? જાણો

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">