રામના નામે લૂંટ: રામજન્મ ભૂમિ ટ્રસ્ટના નામે આ લોકોએ કેવી રીતે કરી કરોડોની છેતરપિંડી? જાણો

આરોપીઓએ બે મહિના પહેલા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રના નામે ફેક વેબસાઇટ બનાવી હતી. અને આમાંથી 500 લોકો પાસેથી 1 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી હતી.

રામના નામે લૂંટ: રામજન્મ ભૂમિ ટ્રસ્ટના નામે આ લોકોએ કેવી રીતે કરી કરોડોની છેતરપિંડી? જાણો
રામના નામે ઠગતા ગઠીયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 11:08 AM

ડિઝીટલ મીડીયમ વધતાની સાથે ડિઝીટલ ઠગ પણ ખુબ સક્રિય બન્યા છે. જી હા તાજેતરમાં જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફેક વેબસાઈટ બનાવીને ઠગનારી ગેંગ વિશે સાયબર ક્રાઈમની ટીમે ખુલાસો કર્યો છે. જીહાં સાયબર ક્રાઈમ ટીમે રામજન્મભૂમિ ટ્રસ્ટ અયોધ્યાના નામે બનાવટી વેબસાઇટ બનાવીને છેતરપિંડી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આરોપી બનાવટી વેબસાઇટ બનાવી લોકો પાસેથી દાન માંગતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં આશરે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

સોમવારે અશોક નગર નજીક નોઈડા-દિલ્હી બોર્ડર પરથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પાંચની ઓળખ નવા અશોક નગર દિલ્હીના રહેવાસી આશિષ ગુપ્તા, નવીન કુમાર, સુમિત કુમાર, અમિત ઝા અને સૂરજ ગુપ્તા તરીકે કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ, લેપટોપ, 2 સિમકાર્ડ, 50 આધારકાર્ડ, 2 ફિંગરપ્રિન્ટ મશીન મળી આવ્યા છે.

આરોપીઓની ધરપકડ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પોલીસના જણાવ્યા અનુસાર પાંચ આરોપીઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે બનાવટી વેબસાઇટ બનાવીને લોકો પાસેથી દાનના નામે છેતરપિંડી કરી રહ્યા હતા. આ કેસમાં મંદિર ટ્રસ્ટ વતી અયોધ્યાના રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આઇટી એક્ટ હેઠળ અરજી નોંધાવવામાં આવી હતી. તપાસ બાદ સેક્ટર-36 નોઇડા પોલીસે સાયબર ક્રાઇમની ટીમે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

1 કરોડ સુધીની છેતરપિંડી

આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેઓ અત્યાર સુધી દાનના નામે 500 થી વધુ લોકોને છેતરી ચૂક્યા છે. આરોપીઓના જણાવ્યા અનુસાર તેમણે આશરે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ આરોપીના બેંક ખાતાઓને શોધી રહી છે અને છેતરપિંડીના પૈસા કયાં ખર્ચ થયા છે તેની માહિતી મેળવી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રના નામે ફેક વેબસાઇટ બનાવી

પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ આરોપીઓએ બે મહિના પહેલા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રના નામે ફેક વેબસાઇટ બનાવી હતી. કોઈપણ આ વેબસાઇટની મુલાકાત લઈને સ્વેચ્છાએ દાન કરી શકતું હતું. આમાં પૈસા જમા કરવા માટેના ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા હતા. લોકો પેટીએમથી પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા. આ સિવાય એચડીએફસી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાના એકાઉન્ટમાં પણ પૈસા સીધા મોકલી શકતા હતા. આ રીતે ઠગોએ છેતરપીંડી આચરી હતી.

વેબ્સાઈટ ડીઝાઈન કરતો હતો આરોપી

સાયબર ક્રાઈમના ઇન્સ્પેકટર વિનોદ કુમાર પાંડેએ જણાવ્યું કે ધરપકડ કરાયેલ આશિષ ગુપ્તા ગેંગનો મુખ્યસુત્રધાર છે. આશિષ નોઈડા સ્થિત મધરસન કંપનીમાં નોકરી કરતો હતો. બીએ પાસ આશિષ ટેકનીકલી સારી આવડત ધરાવે છે. આશિષ કંપનીઓની વેબસાઇટ ડિઝાઇન કરતો હતો. આ દરમિયાન તે અન્ય લોકોને મળ્યો, જેઓની હમણા ધરપકડ થઇ છે. જે બાદ તેમણે ભેગા મળીને રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટની બનાવટી વેબસાઇટ બનાવીને છેતરપિંડીનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: Conversion Racket: 1000 લોકોનું ધર્માંતરણ કરાવનાર ઉમર એક સમયે હતો હિંદુ, જાણો પ્રકાશમાંથી કેવી રીતે બન્યો ઉમર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">